________________
ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થ માં થાવાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૬૭
४७
થાવતુ-હર્ષાતિરેકથી વિકાસમાન હૃદયવાળા થયા અને બધાએ સ્નાન કર્યું. લાંબી લટકતી પુષ્પમાળા ધારણ કરી, નવાં વસ્ત્ર પહેર્યા, શરીર પર ચંદનનો લેપ કર્યો, ત્યાર બાદ કોઈ અશ્વ પર આરૂઢ થયું, કોઈ હાથી પર, કોઈ રથ તથા કોઈ પાલખી પર આરૂઢ થયા, જ્યારે કેટલાક પાદવિહાર કરતા કરતા પુરુષ–સમૂહ સાથે બધા કૃષ્ણ વાસુદેવ પાસે આવી પહોંચ્યા.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સમુદ્રવિજય આદિ દશ દશારોને–પાવતુ પોતાની સમીપે આવેલા જોયા, જોઈને હષ્ટ-તુષ્ટ આનંદિત ચિત્તથી યાવત્ હર્ષવશાત્ વિકસિત હૃદયવાળા તેણે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિમ ! તમે તરત જ ચતુરંગિણી સેના સજજ કરે અને વિજય ગંધહસ્તીને તૈયાર કરી લઈ આવે” તેઓએ “જેવી આશા કહી તે પ્રમાણે કર્યું.
ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ સ્નાન કરીને યાવત્ સર્વ અલંકારથી વિભૂષિત થઈને વિજય ગંધહસ્તી પર સવાર થઈને કોરંટ પુષ્પની માળાઓવાળું છત્ર ધારણ કરીને, ભટસુભટોના સમૂહ સાથે દ્વારાવતી નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળ્યા, નીકળીને જ્યાં રેવતાક પર્વત હતો, જયાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું,
જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું ત્યાં પહોંચ્યા, જઈને અહંતુ અરિષ્ટનેમિના છત્રાત્રિછત્ર, પતાકાઓ, વિદ્યાધર, ચારણ મુનિઓ તથા જંભક દેવને ઉપર નીચે આવાગમનને જોયું, જોઈને વિજય ગંધહસ્તી પરથી નીચે ઊતરીને પાંચ પ્રકારના અભિગ્રહપૂર્વક અરિહંત અરિષ્ટનેમિની સામે ગયા.જયાં અહંત અરિષ્ટનેમિ હતા ત્યાં ગયા, જઈને અહંત અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી અહંત અરિષ્ટનેમિથી થોડે દૂર રહી વિનયપૂર્વક પર્યું પાસના કરવા લાગ્યા.
થાવસ્થા પુત્રને પ્રવજ્યા-સંક૯૫ – ૧૬૭. થાવસ્થાપુત્ર પણ ભગવાનને વંદના કરવા
નીકળ્યો. મેઘકુમારની જેમ જ તેણે પણ ધર્મ સાંભળી, અવધારણ કર્યો, પછી જયાં થાવસ્થા ગાથાપત્ની હતી ત્યાં આવ્યો, આવીને ચરણ
પર્શ કર્યો અને મેઘકુમારની જેમ પ્રિવજ્યા લેવાની ઇચ્છાનું ] નિવેદન કર્યું.
ત્યાર પછી જયારે થાવસ્થા ગાથાપત્નીએ વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ અનેક પ્રકારની આજ્ઞાપના – સામાન્ય કથન દ્વારા, પ્રજ્ઞાપના એટલે કે વિશેષ કથન દ્વારા, સંજ્ઞાપના ર્થાતુ ધન-વૈભવ આદિની લાલચ દ્વારા તથા વિજ્ઞાપના–આજીજી વિનંતિ વગેરે દ્વારા થાવગ્ગાપુત્રને સમજાવો, ઉપદેશ આપ્યો, લલચાવ્યા અને મનાવ્યો પરંતુ તેમાં નિષ્ફળ ગઈ, ત્યારે અનિચ્છાપૂર્વક તેણે બાળક થાવગ્ગાપુત્રના નિષ્ક્રમણને સ્વીકાર કર્યો.
અહી વિશેષતા એ છે હું નિષ્ક્રમણાભિષેક જોવા ઇચ્છું છું” એમ માતાએ ઈચ્છા દર્શાવી. ત્યારે થાવાપુત્ર મૌન રહ્યો.
ત્યાર પછી તે થાવસ્થા ગૃહિણી આસન પરથી ઊઠી, ઊઠીને મહાથે, મહાઈ, મહામૂલ્યવાન, મહાપુરુષને યોગ્ય, રાજાને યોગ્ય એવી ભેટ લીધી, લઈને મિત્રો, જ્ઞાતિજને, કુટુંબીજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો દ્વારા ઘેરાઈને જયાં કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ પ્રાસાદનું મુખ્ય પ્રવેશદ્વાર હતું ત્યાં આવી, આવીને પ્રતિહાર દ્વારા દર્શાવાયેલ માર્ગ જમાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવી, આવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ ૨ચી જ્ય-વિજય શબ્દોથી તેમને વધાવ્યા, વધાવીને તે મહાથે મહઈ, મહામૂલ્યવાન, મહાપુરુષ યોગ્ય, રાજાને યોગ્ય ભેટ સામે રાખી, સામે રાખીને, આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! મારે એક જ પુત્ર થાવ૨ચાપુત્ર નામનો છે, જે બાળક છે, મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ, મનહર, ધૈર્ય અને વિશ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org