________________
ધર્મકથાનગ–પાશ્વતીર્થમાં અંગતિ, સુપ્રતિષ્ઠા અને પૂર્ણભદ્ર આદિઃ સૂત્ર ૨૧૮
નગરીમાં અંગતિ નામે ગાથાપતિ હતો જે ધન-વૈભવ આદિથી સંપન્ન થાવત્ કોઈથીય પરાભવ પામે નહીં તેવો હતો. તે અંગતિ ગાથપતિ વાણિજ્ય ગ્રામના આનંદ ગાથાપતિની જેમ અનેક નગરવાસીઆ, વ્યાપારીઓ, આદિ માટે આધારભૂત હતો.
તે કાળે તે સમયે ભગવાન મહાવીરની સમાન ધર્મના આદિકર, અહંતુ પુરુષાદાનીય પાર્શ્વનાથ, જે નવ હાથ ઊંચા હતા, તે સોળ હજાર શ્રમણો અને આડત્રીસ હજાર શ્રમણીઓના સમૂહ સાથે-યાવત્ કોષ્ટક ચૈત્યમાં પધાર્યા. [તેમનો ઉપદેશ સાંભળવા પરિષદ એકત્ર થઈ.
ત્યારે તે અંગતિ ગૃહપતિ આ ઇષ્ટ સમાચાર સાંભળીને તરત જ હુષ્ટ-તુષ્ટ થઈ કાર્તિક શ્રેષ્ઠીની જેમ નીકળ્ય-યાવત્ પય્યાસના કરવા લાગ્યા. ધર્મ શ્રવણ અને અવધારણ કરીને, વિશેષમાં “હે દેવાનુપ્રિય! જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને પછી આપ દેવાનુપ્રિયની પાસે-ચાવતુ પ્રવજયા લઈશ.” એમ કહી ગંગદત્તની જેમ પ્રવજયા ગ્રહણ કરી યાવત્ ગુપ્ત બ્રહ્રાચારી બન્યો.
ત્યાર પછી તે અંગતિ અણગારે પાર્શ્વ અહંતુના તથારૂપ-ગીતાર્થ સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક ચતુર્થ ભક્ત યાવત્ ભાવના કરતા કરતા ઘણાં વર્ષોનો શ્રમણપર્યાય પાળ્યો, પાળીને અર્ધમાસિક સંલેખના અને અનશન દ્વારા ત્રીસ ભક્તનો ત્યાગ કરીને, પરંતુ શ્રમણ્યની વિરાધના કરનાર હોઈને કાળમાસે કાળ કરી ચન્દ્રાવતંસક વિમાનમાં ઉપપાતસભામાં દેવદૂષ્ય આચ્છાદિત દેવશય્યામાં જ્યોતિર્મેન્દ્ર ચંદ્રના રૂપે ઉત્પન્ન થયા.
ત્યાર પછી તે જાતિશ્કેન્દ્ર જયોતિષ્કરાજ ચન્ટ ઉત્પન્ન થઈને તરત જ પાંચ પ્રકારની પર્યાપ્તિઓ મેળવી જેવી કે ૧. આહાર
પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઇન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાચ્છોશ્વાસ પર્યાપ્તિ અને ૫. ભાષા-મન:પર્યાપ્તિ.
ચન્દ્રની સ્થિતિ તથા મહાવિદેહમાં સિદ્ધિ– ૨૧૮. “હે ભગવન્! જાતિશ્કેન્દ્ર જોતિષ્કરાજ ચન્દ્રની કેટલા કાળની સ્થિતિ નિરૂપાઈ છે?”
હે ગૌતમ! એક લાખ વર્ષ અધિક પલ્યોપમની તેની સ્થિતિ છે.”
‘એ જ રીતે હે ગતમ! જ્યોતિષ્કરાજ ચન્દ્રને આવી દિવ્ય ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે.”
હે ભદત ! જ્યોતિષ્કન્દ્ર તિષ્કરાજ ચંદ્ર આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થતાં તે દેવલોકથી વિત થઈ ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?”
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે-પાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.”
પાથતીર્થમાં સુપ્રતિષ્ઠિત અનગાર
વધમાન-સમવસરણમાં સૂર્ય દ્વારા નાટયવિધિ૨૧૯. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું.
ત્યાં ગુણશિલક નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવાનનું સમવસરણ થયું. જેમ ચંદ્ર તેવી જ રીતે સૂર્યનું આગમન યાવતુ નાટ્યવિધિ દર્શાવી પાછા ફરવું.
સૂર્યના પૂર્વભવ૨૨૦ પૂર્વભવ માટે ગૌતમની પૃચ્છા. શ્રાવસ્તી
નગરી. સુપ્રતિષ્ઠ નામે ગૃહપતિ, જે અંગતિની જેમ જ ધનાઢય યાવત્ અપરાભૂત હતો. પાઠ્ય ભગવંતનું સમવસરણ. અંગતિની જેમ જ પ્રવ્રયા-ગ્રહણ, તે જ રીતે શ્રમણ્યની વિરાધનાથાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ થશે યાવતુ-સર્વદુ:ખોનો અંત કરશે.
પૂર્ણભદ્ર અનગાર પૂર્ણભદ્ર દેવ દ્વારા વર્ધમાન–પરિષદમાં
નાવિધિ– ૨૨૧. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું.
ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org