________________
ધર્મસ્થાનુગ–પાતીર્થમાં અંગતિ, સુપ્રતિષ્ઠા અને પૂર્ણભદ્ર આદિઃ સૂત્ર રરર
મહાવીર સ્વામી ભગવંત પધાર્યા. ધર્મશ્રવણ માટે સભા થઈ. (સમવસરણ રચાયું.)
તે કાળે તે સમયે સૌધર્મકલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં સુધર્મા સભામાં ચાર હજાર સામાન્ય નિક દેવ સાથે પૂણભદ્ર સિંહાસન પર બેઠેલ પૂર્ણભદ્ર દેવ સૂર્યાભદેવની જેમ જ યાવત્-બત્રીસ પ્રકારની નાટયવિધિ દર્શાવીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. કૂટાગાર શાળા [અર્થાત્ ગૌતમ ભગવંત દ્વારા તે દેવની ઋદ્ધિ આદિ વિશે પૂચ્છા કરાતાં શ્રમણ ભગવાન મહાવીરે કૂટાગારશાળાના દષ્ટાંતથી એને પ્રતિબોધ આપ્યો.]
પૂર્ણભદ્ર દેવને પૂર્વભવ૨૨૨. ગૌતમે પૂર્ણભદ્ર દેવના પૂર્વભવ વિશે પૂછ્યું
એટલે ભગવાન મહાવીરનું કથન- હે ગૌતમ! તે આ પ્રમાણે છે- તે કાળે તે સમયે આ જ
બૂદ્વીપના ભરત ક્ષેત્રમાં મણિપદિકા નામે નગરી હતી–જે ઋદ્ધિ વૈભવથી યુક્ત, ધનધાન્યથી સમૃદ્ધ કાવત્ વર્ણન.
ત્યાંના રાજાનું નામ ચંદ્ર હતું. ત્યાં તારાકીર્ણ નામે ચૈત્ય હતું. તે મણિપદિકા નગરીમાં પૂર્ણભદ્ર નામે ગાથાપતિ રહેતું હતું, જે ધનાઢય યાવત્ પરાભવ ન પામનારો હતો. તે કાળે તે સમયે જાતિ-સંપન્ન થાવત્ જીવનેચ્છા અને મરણમયથી રહિત, બહુશ્રુત, બહુ શિષ્યસમુદાય વાળા એક સ્થવિર ભગવંત પૂર્વાનુમૂવી (પરંપરાથી) વિહરતા યાવત્ પધાર્યા. ધર્મશ્રવણ માટે પરિષદ એકત્ર થઈ. ત્યાર બાદ તે પૂર્ણભદ્ર ગાથાપતિએ આ વૃત્તાન્ત સાંભળ્યો, સાંભળી હષ્ટ-તુષ્ટ થઈ થાવતું વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર)માં આવતા ગંગદત્તની જેમ તે પણ નીકળ્યોયાવતુ દીક્ષિત થયો યાવતુ ગુપ્તિયુક્ત બ્રહ્મચારી બન્યો.
ત્યાર બાદ તે પૂર્ણભદ્ર અનગારે સ્થવિર ભગવંતે પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક ચતુર્થી, ષષ્ઠ, અષ્ટમ ભક્ત યાવત્ ભાવિત
કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણ-પર્યાય પાળ્યો, પાળીને પછી માસિક સંલેખના અને અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત કરીને કાળમાસે કાળ કરી, સૌધર્મકલ્પ, પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભામાં દેવશયામાં
યાવતુ ભાષા-મન:પર્યાપ્તિ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૨૨૩. એ રીતે હે ગૌતમ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય
ઋદ્ધિ યાવતું પ્રાપ્ત કરી છે'
હે ભગવન્! પૂર્ણભદ્રદેવની સ્થિતિ (દેવાયુષ્ય) કેટલા કાળની કહેવાઈ છે?”
હે ગૌતમ! બે સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે.”
હે ભગવંત ! તે પૂર્ણભદ્રદેવ તે દેવલોકમાંથી યાવતું ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે?”
હે ગતમ! મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખને અંત કરશે.'
મણિભદ્ર શ્રમણ * મણિભદ્ર દેવ દ્વારા વર્ધમાન સમવસરણમાં
નાટયવિધિ– ૨૨૪. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણ
શિલક સૈન્ય હતું. શ્રેણિક રાજા હતો. મહાવીર સ્વામી ભગવાન પધાર્યા પરિષદ એકત્ર થઇ.
તે કાળે તે સમયે મણિભદ્રદેવ સુધર્મા સભામાં મણિભદ્ર સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવોથી વીંટળાઈને બેઠો હતો. પૂર્ણભદ્રની જેમ જ આ મણિભદ્ર દેવનું મહાવીર–સમવસરણમાં અગમન, નાટયવિધિ અને પાછા જવું.
મણિભદ્ર દેવને પૂવ ભવ– ૨૨૫. ભગવાન ગૌતમે આ મણિભદ્ર દેવના
પૂર્વભવ વિષયમાં શ્રમણ ભગવાન મહાવીરને પૃછા કરી. [ભગવાન મહાવીરે ઉત્તરમાં જણાવ્યું -મણિપદિકા નગરી, મણિભદ્ર ગાથાપતિ, સ્થવિર પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, અગિયાર અંગોનું અધ્યયન, અનેક વર્ષોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org