________________
૧૨૨
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૫
સુંદર આકૃતિવાળો, આગળના ભાગથી ઊંચો અને ઊંચા ઊઠેલા મસ્તકવાળો, સુખદાયક સકંધરૂપી આસનવાળો, વરાહની જેમ પૃષ્ઠ ભાગમાં નમેલો, ખાડા વિનાની અને લાંબી નહીં એવી બકરીની કૂખ જેવી કૂખવાળો, લાંબા પેટ, લાંબી પૂંછડી અને લાંબા હોઠવાળો, ખેંચેલ ધનુષ્ય જેવી પીઠની આકૃતિવાળે, સુયુક્ત, પ્રમાણસર, ગોળાકાર, પુષ્ટ ગાત્રોવાળો, પ્રમાણસર અને સુયુક્ત પૂંછડીવાળો, કાચબાના આકારના સુંદર અને પરિપૂર્ણ પગવાળે, શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ, નિરૂપવત વીશ નખવાળા અને છ દાંતવાળે સુમેરુપ્રભ નામે ગજરાજ હતા.
હે મેઘ ! એ જન્મમાં તું અનેક હાથીએ, હાથણીઓ, લટ્ટક (તરુણ હાથીઓ), લેટ્ટિકાઓ, કલભો (બાળ હાથીઓ) અને કલભિકાઓથી વીંટાઈને રહેનારો, હજાર હાથીઓને નાયક, માર્ગદર્શક, અગ્રણી, પ્રસ્થાપક, યૂથપતિ અને યૂથની વૃદ્ધિ કરનારો હતો તથા એ સિવાયના પણ અનેક એકલા પડી ગયેલા હાથીઓના બાળકોનું આધિપત્ય કરતો તું
રહેતો હતો. ૩૫૪. હે મેઘ ! તે સમયે તું નિરંતર અપ્રમાદી, સદા
ક્રીડાપરાયણ, રતિક્રીડામાં પ્રીતિવાળો, મોહનશીલ, કામભોગવૃષિત હતો અને અનેક હાથીઓ યાવત્ ઘેરાઈને વૈતાઢ્યગિરિની તળેટીમાં, પર્વતોમાં, કંદરાઓમાં, કુહરોમાં, પ્રપાતોમાં, ઝરણાંઓમાં, નહેરોમાં, ખાડાઓમાં તળાવડીઓમાં, કીચડવાળી તળાવડીઓમાં, કટકોમાં (પર્વતતટોમાં, કટપલ્લવમાં (પર્વત નજીકની તળાવડીઓમાં), તટમાં, અટવીમાં, ઢંકોમાં વિશેષ પ્રકારના પર્વતોમાં), કૂટો પર, શિખરો પર, પ્રભારો (નમેલાં શિખરો) પર, મંચો પર, બગીચાઓમાં, કાનનોમાં, વનોમાં, વનખંડોમાં, નદીઓમાં, નદીકક્ષ (નદી નજીકના વન)માં, વૃક્ષસમૂહોમાં, નદીસંગમોમાં, વાવોમાં, પુષ્કરણીઓમાં, દીધિંકાઓ (લાંબી વાવ)માં, ગુંજાલિકા (વક્ર વાવે)માં,
સરોવરોમાં, સરોવરપંક્તિઓમાં, બે સરોવરોને જોડતી પંક્તિ-નહેરો-માં, વનચરો દ્વારા વિચરણ કરવાની છૂટ મળી હોય તેવો નું અનેક હાથી થાવત્ કલલિકાઓથી ઘેરાઈને, વિવિધ પ્રકારના તરુપલ્લવે, પાણી અને ઘાસનો ઉપભોગ કરતો, નિર્ભયપણે, નિરુગ્નિપણે, સુખપૂર્વક
વિચરી રહ્યો હતો. ૩૫૫. ત્યારે હે મેઘ ! કોઈ એક વાર પ્રાવૃષ, વર્ષા,
શરદ, હેમંત અને વસંત ક્રમશ: એ પાંચે ઋતુઓ વ્યતીત થઈ અને ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો, ત્યારે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોને પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલ અને સૂકાં ઘાસ, પાંદડાં તથા કચરાથી અને વાયુના વેગથી પ્રદીપ્ત થયેલ અગ્નિમાંથી દાવાનળ પેદા થયો, તે અગ્નિની જવાળાઓથી વનને મધ્ય ભાગ સળગી ઊડ્યો, એનાથી દિશાઓ ધુમાડાથી ભરાઈ ગઈ અને પ્રચંડ વાયુના વેગથી અગ્નની જ્વાળાઓ ચારે દિશામાં ફેલાવા લાગી. પોલાં વૃક્ષો અંદર ને અંદર જ સળગવા લાગ્યાં, વન પ્રદેશના નદીનાળાનાં પાણી પ્રાણીઓના મૃત કલેવરોના લીધે સડવા લાગ્યાં, ખરાબ બની ગયાં, કીચડવાળાં થઈ ગયાં, કિનારાનાં પાણી સુકાઈ ગયાં, ભંગારક પક્ષીઓ દીનતાપૂર્વક આક્રંદ કરવા લાગ્યાં, ઉત્તમ વૃક્ષો પર બેઠેલા કાગડાઓ અત્યંત કઠોર અને અનિષ્ટ રવ કરવા લાગ્યા, વૃક્ષોનાં થડો અગ્નિકણોનાં કારણે પરવાળા જેવાં રાતાચોળ બની ગયાં, તરસથી પીડાયેલો પક્ષો
ઓના સમૂહ પાંખ ફેલાવી, જીભ અને તાળવા પહોળા કરી, મોં ફાડી શ્વાસ લેવા લાગ્યાં, ગ્રીષ્મકાળની ઉષ્ણતા, સૂર્યને તાપ, અત્યંત કઠોર પ્રચંડ વાયુ અને સૂકાં પાંદડાં, ઘાસ અને કચરાની આંધીના કારણે ભાગંભાગ કરતા ભયભીત સિંહ આદિ વ્યાપદના કારણે શ્રેષ્ઠ પર્વત આકુળવ્યાકુળ બની ગયો હોય એ જણા હતા, જાણે કે તે પર્વ પર મૃગતૃષ્ણારૂપી પટ્ટબંધ-પટ્ટો બાંધ્યો હોય, ત્રાસિત મૃગે, પશુઓ અને સરીસૃપે અહીં તહીં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org