________________
ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૭૦
૧૨૯
અને તે ગાડી જેમ ખડખડાટ અવાજ કરતી ચાલે ને અવાજ કરતી ઊભી રહે તેમ મેઘ અનેગાર પણ ચાલતા ત્યારે તેમનાં હાડકાં ખખડતાં અને ઊભાં થતાં પણ તેમનાં હાડકાં અવાજ કરતાં. તપમાં તો તેઓ ઉપસ્થિત અર્થાત્ વૃદ્ધિ પામેલા-પુષ્ટ હતા, પરંતુ માંસરુધિરમાં અપચિત અર્થાતુ હાસ પામેલા હતા. રાખના ઢગલાથી ઢાંકેલા અગ્નિની જેમ તપસ્યાના તેજથી તેઓ પ્રકાશિત હતા, તપતેજશ્રીથી તેઓ અતીવ અતીવ શોભી રહ્યા હતા.
વિપુલ પર્વત પર મેઘનું અનશન– ૩૭૦. તે કાળે તે સમયે ધર્મના આદિકર, તીર્થના
સ્થાપક શ્રમણ ભગવાન મહાવીર યાવત્ અનુક્રમથી પરિભ્રમણ કરતા કરતા, એક ગામથી બીજે ગામ ફરતા, સુખપૂર્વક વિહાર કરતા કરતા, જ્યાં રાજગૃહ નગર હતું, જયાં ગુણશિલક મૈત્ય હતું ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારે તે મેઘ અનગારને પૂર્વ અને ઉત્તર રાત્રિના સંધિકાળમાં અર્થાતુ મધ્યરાત્રિએ ધર્મજાગૃતિમાં જાગરણ કરતાં આવા પ્રકારનો અધ્યવસાય યાવત્ વિચાર આવ્યા–“આવો રીતે હું ઉદાર યાવત તા:કમના કારણે શુષ્ક, રુક્ષ, માંસહીન, ખખડી ગયેલ હાડમાંસવાળો, કુશ અને નસેના જાળા જેવો માત્ર બની ગયો છું, માત્ર આત્મશક્તિના બળે ચાલું છું યાવતુ “બોલીશ” એમ વિચારતાં માત્ર થાકી જાઉં છું. તો હજી જ્યાં સુધી મારામાં ઊઠવાની શક્તિ છે, બળ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે"ાવતુ–મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર જિનેશ્વર ગંધહસ્તી સમાન વિચરી રહ્યા છે ત્યાં સુધી કાલ રાત્રિ પ્રભાત બને અર્થાત્ કાલ પ્રભાતે યાવત્ જાજ્વલ્યમાન તેજ સાથે સહસ્રરમિ દિનકર સૂર્યનો ઉદય ૧૭
થાય ત્યારે હું શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈ વંદન નમસ્કાર કરી, શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈ, સ્વયં પાંચ મહાવ્રત પુન: અંગીકાર કરી, ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો અને શ્રમણીઓ પાસે ક્ષમાયાચના કરી, તથારૂપ અર્થાત્ ગીતાર્થ સ્થવિરો કે જેમણે યોગવહન આદિ ક્રિયાઓ કરી છે તેમની સાથે ધીરે ધીરે વિપુલાચલ પર્વત પર આરોહણ કરી, સ્વયં સઘન મેઘ જેવા વર્ણના પૃથ્વી શિલાપટ્ટનું પ્રતિલેખન કરી, પ્રીતિપૂર્વક સંલેખનાનો સ્વીકાર કરીને, આહારપાણીનો ત્યાગ કરીને, પાદોપગમન અનશન ધારણ કરી, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના વિચરણ કરું
એ મારા માટે શ્રેયસ્કર છે.'-આવા વિચાર તેમણે કર્યો, વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થતાં યાવનું જાજવલ્યમાન પ્રકાશ સાથે સહરમિ દિનકર સૂર્યનો ઉદય થતાં, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં તે આવ્યા, આવીને ત્રણ વાર શ્રમણ ભગવાન મહાવીરની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી, ન
અતિ નજીક કેન અતિ દૂર એવા ઉચિત સ્થાને રહી પયું પાસના કરતાં કરતાં, નમસ્કાર કરતાં
કરતાં, વિનયપૂર્વક અંજલિ રચીને બેઠા. ૩૭૧. ‘હે મેઘ !' એમ મેધ અનગારને સંબોધીને
શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું
સાચે જ હે મેઘ ! પૂર્વ અને ઉત્તર રાત્રિના સંધિકાળે મધ્યરાત્રિએ ધર્મજાગરિકામાં જાગરણ કરતાં તને આવો આ પ્રકારનો અધ્યવસાય થાવત્ વિચાર થયો-“આ પ્રમાણે હું ઉદાર તપ કરવાથી શુષ્ક” યાવનું સંક૯૫ થયો અને
જ્યાં હું હતો ત્યાં તું તરત જ આવ્યો. સાચે જ મેઘ ! આ વાત સાચી છે ?”
“હા ભગવંત! સાચી છે. [–મેઘકુમાર અનગારે કહ્યું]
હે દેવાનુપ્રિય! યથાસુખ અર્થાત તને સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org