________________
૧૨૮
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૬૮
મેઘની ભિક્ષુપ્રતિમા– ૩૬૭. ત્યાર પછી તે મેઘ અનગારે કોઈ એક વાર
શ્રમણ ભગવાન મહાવીર પાસે આવી વદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું
હે ભગવન! આપની આજ્ઞા લઈને હું એક માસની મર્યાદાવાળી ભિક્ષુપ્રતિમા અંગીકાર કરી વિચરવા ઇચ્છું છું.'
દેવાનુપ્રિય! તને જેમ સુખ થાય તેમ કર, વિલંબ કરીશ નહી”-ઈભિગવાને ઉત્તર આપ્યો.]
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આજ્ઞા મળતાં જ મેધ અનગાર એક માસની ભિક્ષપ્રતિમા અંગીકાર કરીને વિચરવા લાગ્યા.
યથાસૂત્ર, યથાક૯૫ અને યથામાર્ગ માસિક ભિક્ષુપ્રતિમા સમ્યક્ પ્રકારે કાયાથી ગ્રહણ કરી પાવતુ આરાધના કરી, આ રીતે કાયાથી સમ્યક પ્રકારે ગ્રહણ કરી યાવત્ આરાધના કરી ફરી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવી વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી તેમણે આ પ્રમાણે કહ્યું
“હે ભગવન્! આપની આજ્ઞા લઈને હવે હું બીજી દ્વિમાસિક ભિક્ષુપ્રતિમા અંગીકાર કરવા ચાહું છું.'
[ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કર, વિલંબ કરીશ નહીં.'
જેવી રીતે પહેલી પ્રતિમામાં આલાપક કહેવાય છે, તે જ રીતે બીજી બે માસની, ત્રીજી ત્રણ માસની, ચોથી ચાર માસની, પાંચમી પાંચ માસની, છઠ્ઠી છ માસની, સાતમી સાત માસની, ફરી પહેલી અર્થાત્ આઠમી સાત અહોરાત્રિની, બીજી અર્થાતુ નવમી સાત અહોરાત્રિની, ત્રીજી અર્થાત્ દશમી સાત અહોરાત્રિની અને અગિયારમી તથા બારમી એક એક અહોરાત્રિની પ્રતિમા કહેવાય છે.
મેઘનું ગુણરત્નસંવત્સર તપ૩૬૮. ત્યાર પછી તે મેઘ અનગારે બારે ભિક્ષુપ્રતિમા
કાયા દ્વારા સમ્યફ રીતે અંગીકાર કરીને યાવત્
આરાધના કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત ! આપની આજ્ઞા લઈને હવે હું ગુણરત્ન સંવત્સર તપ અંગીકાર કરીને વિચરણ કરવા ઇચ્છું છું.'
(ભગવાને કહ્યું- “હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, તેમાં વિલંબ કરીશ નહીં.'
ત્યાર પછી તે મેઘ અનગારે ગુણરત્ન સંવત્સર નામે તપકર્મ યથાસૂત્ર, યથાકલ્પ અને યથામાગ સમ્યક્ રીતે કાયા દ્વારા અંગીકાર કર્યું યાવત્ આરાધના કરી, આ રીતે સૂત્ર, ક૯પ અને માગ અનુસાર સમ્યક્ રીતે કાયા દ્વારા ગ્રહણ કરી યાવતું આરાધના કરીને પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી અનેકવિધ ષષ્ઠ ભક્ત, અષ્ટમ ભક્ત, દશમ ભક્ત, દ્વાદશ ભક્ત તથા અર્ધમાસ અને માસક્ષમણ આદિ તપસ્યાઓથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
મેઘની શરીરદશા– ૩૬૯, ત્યાર પછી તે મેઘ અનગાર આવા ઉદાર,
વિપુલ, શ્રીક, શોભાસંપન્ન, પ્રદત્ત, પ્રગ્રહીત
અર્થાત્ માનપૂર્વક ગ્રહણ કરેલ, કલ્યાણકારી, શિવ, ધન્ય, મંગળ, ઉદગ્ર, તીવ્ર, વિશાળ, ઉત્તમ, મહાન પ્રભાવક તપ:કર્મની આરાધનાથી શુષ્ક, રુક્ષ, માંસરહિત, લોહીરહિત, હાડકાના માળા જેવા, હાડકા પર ચામડી . ચોંટી હોય તેવા શરીરવાળા, કૃશ અને ઊપસેલી નસોવાળા શરીરવાળા બની ગયા. વળી તેઓ એટલા કમજોર બની ગયા કે પોતાની આત્મશક્તિ (ઇચ્છાશક્તિ)થી જ ઊઠી શકતા કે ચાલી શકતા હતા, બોલતાં બોલતાં થાકી જતા હતા, બેલીને થાકી જતા હતા, બોલીશ એવું વિચારતાં જ થાકી જતા હતા. જેમ તડકામાં નાખીને સુકાવેલા કોલસાની ગાડી ભરી હોય, લાકડાની ગાડી ભરી હોય, પાંદડાંની ગાડી ભરી હોય, તલની શીંગની ગાડી ભરી હોય અથવા એરંડાના ડાળાની ગાડી ભરી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org