________________
૧૩૦
ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૭૪
ઊપજે તે રીતે કર, તેમાં વિલંબ કરીશ નહીં.”
[ભગવાન મહાવીરે કહ્યું.] ૩૭૨. ત્યાર પછી તે મેધ અનગાર શ્રમણ ભગવાન
મહાવીરની આજ્ઞા મળતાં જ હૃષ્ટ, તુષ્ટ અને આનંદિત ચિત્તવાળા યાવત હર્ષવશ વિકસિત હૃદયવાળા બન્યા અને ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર બાદક્ષિણા-પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરીને પોતાની મેળે જ પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું, ઉચ્ચારણ કરીને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો અને શ્રમણીઓની પાસે ક્ષમાયાચના કરી, ક્ષમાયાચના કરીને ચારિત્રસંપન્ન અને યોગવહન કરેલ હોય તેવા સ્થવિરોની સાથે ધીરે ધીરે વિપુલ પર્વત પર ચઢયા, ચઢીને પોતાની મેળે જ સઘન મેઘના વર્ણની પૃથ્વી શિલાપાટની પ્રનિલેખના કરી, પ્રતિલેખના કરીને ઉચ્ચારપ્રસ્ત્રવણ (મળમૂત્ર ત્યાગની) ભૂમિકાની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનો સંથારો કર્યો, સંથારો કરીને તે પર બેઠા, બેસીને પૂર્વ દિશામાં મુખ રાખીને, પાસને કરી, બે હાથ જોડી, મસ્તક પાસે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા
અરહંતોને નમસ્કાર યાવત્ સિદ્ધિગતિમાં ગયેલા સિદ્ધોને નમસ્કાર હો. શ્રમણોને યાવનું સિદ્ધગતિની પ્રાપ્તિના આકાંક્ષી મારા ધર્માચાર્યને નમસ્કાર. ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો હું વંદુ છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલ મને જુઓ.’ એમ કરીને વંદન કર્યા, નમસ્કાર કર્યો, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું- “પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કરેલ છે-યાવ–મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરેલ છે. અત્યારે પણ હું તેમની નિશ્રામાં સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું–થાવત્-મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરું છું તથા સર્વ પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચારે પ્રકારના
આહારનું પાવજજીવન પ્રત્યાખ્યાન કરું છું અને આ શરીર જે ઇષ્ટ યાવતુ–વિવિધ રોગો અને આતંક, પરીષહ, ઉપસર્ગોથી ઘેરાયેલ રહે છે તેનો પણ હું અંતિમ શ્વવાસોચ્છવાસ સુધી ત્યાગ કરું છું.' આમ કહી સંલેખનાપૂર્વક ધ્યાન કરીને, ભક્તપાનનો ત્યાગ કરીને, પાયો ગમન સમાધિપૂર્વક, મૃત્યુની કામના ન કરતા વિચરવા લાગ્યા.
ત્યારે તે સ્થવિર ભગવંતોએ ગ્લાનિરહિત બની ભાવપૂર્વક મેઘ અનગારની સેવા કરી.
મેઘનું સમાધિમરણ– ૩૭૩. ત્યાર પછી તે મેધ અનગાર શ્રમણ ભગવાન
મહાવીરના તથારૂપ સ્થવિરોના સાન્નિધ્યમાં સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને લગભગ બાર વર્ષનો શ્રમણ-પર્યાય પાળીને, એક માસની સંલેખના દ્વારા આત્માનું ધ્યાન કરીને, સાઠ ભક્તોનો છેદ કરીને અર્થાત્ ત્રીસ દિવસના ઉપવાસ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, શલ્યોનો ઉચ્છેદ કરીને, અનુક્રમે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
સ્થવિર દ્વારા મેઘના ઉપકરણનું સમર્પણ – ૩૭૪. ત્યાર પછી સાથે ગયેલા સ્થવિર ભગવંતોએ ૩૭. ત્યાર "
મેઘ અનગારને કાળધર્મ પામેલા જોયા, જોઈને તેમના પરિનિર્વાણ–નિમિત્તે કાયોત્સર્ગ ક, કાયોત્સગ કરીને મેઘ અનગારના આચારોપયોગી ઉપકરણો ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને વિપુલ પર્વત પરથી ધીરે ધીરે નીચે ઊર્યા, ઊતરીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું,
જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે બોલ્યા –
આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેધ અનગાર, જે પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત હતા તે, આપ દેવાનુપ્રિયની આજ્ઞા પ્રાપ્ત કરીને, ગૌતમ આદિ નિગ્રંથો અને નિગ્રંથિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org