________________
૧૩૨
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં અર્જુન માલાકાર : સૂત્ર ૩૮૨
તે નગરમાં મકાઈ નામે ગૃહપતિ રહેતો હતો-જે અત્યંત ધનાઢય અને બીજાઓ વડે પરાભૂત ન કરી શકાય તે હતે.
તે કાળે તે સમયે ધર્મની આદિ કરનાર શ્રમણ ભગવાન મહાવીર ગુણશીલ શૈત્યમાં પધાર્યા યાવતુ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ધર્મ સભા ભરાઈ.
ત્યાર પછી મકાઈ ગૃહપતિ આ વાત સાંભળી પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્રોમાં આવતા ગંગદત્તના વર્ણન પ્રમાણે જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી પુરુષસહસ્રવાહિની શિબિકામાં બેસી નીકળ્યો યથાવત ઇર્યાસમિતિ આદિ યુક્ત અનગાર બન્યો.
ત્યાર પછી મકાઈ અનગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ ગીતાર્થ સ્થવિરો પાસે સામાયિથી લઈને અગિયાર અંગે સુધીનું અધ્યયન કર્યું. શેષ &દકની જેમ જ સમજવું, ગુણરત્ન તા:કર્મની આરાધના કરી અને અંતમાં કુંદકની જેમ વિપુલાચલ પર્વત પર સિદ્ધિ.
તે અર્જુન માલાકારનો રાજગૃહ નગરની બહાર એક વિશાળ પુષ્મારામ (બગીચા) હતો-જે શ્યામ વર્ણનો યાવતુ સઘન વૃક્ષોથી આચ્છાદિત હોવાથી મેઘસમૂહ જેવો દેખાતો હતા, તેમાં પંચરંગી પુષ્પો ખીલ્યાં હતાં અને તેથી તે પ્રસન્નતાદાયક યાવત્અતિસુંદર હતો.
તે પુષ્પારામની નજીકમાં જ આ અર્જુન માલાકારના પિતામહ, પ્રપિતામહ અને પિતાના પિતામહની કુળપરંપરાથી ચાલ્યું આવતું મુદુગરપાણિ નામના યક્ષનું મંદિરયક્ષાયતન હતું- જે પ્રાચીન દૈવી પ્રભાવવાળું હતું જેવી રીતે પૂર્ણભદ્ર ચૈત્ય.
તેમાં એક હજાર પલના વજનવાળા મોટા લખંડના મુદ્ગરને હાથમાં ધારણ કરતી મુદ્ગરપાણિ યક્ષની પ્રતિમા હતી.
અર્જુનની યક્ષ-પર્કપાસના૩૮૧. ત્યાર પછી તે અર્જુન માલાકાર બાળપણથી
જ મુદુગરપાણિ યક્ષનો ભક્ત બની ગયો હતો. તે પ્રતિદિન વાંસની છાબડી લેતો લઈને રાજગૃહ નગરથી બહાર નીકળતો, નીકળીને
જ્યાં પુપારામ હતો ત્યાં આવતો, આ વીને પુપચયન કરતે, પુપચયન કરીને તેમાંથી ઉત્તમ, કોઈ પુષ્પો લઈને જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવતે, આવીને મુદ્ગરપાણિ યક્ષની મહામૂલ્ય શ્રેષ્ઠ પુષ્પોથી પૂજા કરતો, પૂજા કરીને પંચાંગ પ્રણિપાત કરતો, ત્યાર બાદ રાજમાર્ગો પર આજીવિકા માટે વિચરતો. ગઠિકે દ્વારા અર્જુન માલાકારનું બંધન
અને બંધુમતી પર અત્યાચાર– ૩૮૨. તે રાજગૃહ નગરમાં લલિતા નામની ગોષ્ઠી
(મિત્રમંડળી) હતી-જે ધનસંપન્ન યાવતુ કોઈથી પરાભવન પામે તેવી અને સ્વચ્છંદાચારી હતી.
ત્યારે કોઈ એક વાર રાજગૃહમાં પ્રમોદ ઉસવની ઘોષણા થઈ.
૩૭૯. એ જ પ્રમાણે કિંકિમ પણ પ્રવજિત થયા
-યાવતુ-વિપુલાચલ પર સિદ્ધ થયા.
૨૩. મહાવીર-તીર્થમાં અર્જુન માલાકાર
રાજગૃહમાં મુદગરપાણિચક્ષાયતન– ૩૮૦. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણ
શિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતે. ચેલ્લા રાણી હતી.
તે રાજગૃહ નગરમાં અર્જુન નામે માલાકાર (માળી) રહેતો હતો-જે ધનાઢય-પાવત કોઈ વડે પરાભવ પમાડી ન શકાય તેવો હતો.
તે અર્જુન માલાકારની બંધુમતી નામે ભાર્યા હતી-જે સુકોમળ હાથપગ(ગાત્રો)વાળી હતી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org