________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થ માં અજુન માલાકાર : સૂત્ર ૩૮૨
૧ ૩૩
કારને પકડી લીધો, પકડીને મુશ્કેટોટ બાંધી દીધો, પછી બંધુમતી માલણ સાથે અનેક પ્રકારના ભોગો ભોગવવા લાગ્યા. અર્જુનની ચિંતા અને તેના શરીરમાં
મુદગરપાણિનો પ્રવેશ૩૮૩. તે સમયે તે અર્જુન માલાકીરના મનમાં
આવા પ્રકારનો અધ્યવસાય થાવત્ સંકલ્પ થયો- બાળપણથી જ હું ભગવાન મુદુગરપાણિની પ્રતિદિન પૂજા યાવત્ પુષ્પ-પૂજા કરું છું, પગે પડીને પ્રણામ કરું છું અને ત્યાર પછી રાજમાર્ગ પર જઈ આજીવિકા માટે ધંધો કરું છું. આથી જો મુદ્ગરપાણિ યક્ષ અહીં સાક્ષાત્ હાજર હોય તો શું તે મને આવી આપત્તિમાં પડેલો જોઈ રહે ? ચોક્કસ અહીં મુદૂગરપાણિ યક્ષ સન્નિહિત-હાજરાહજૂર નથી. નક્કી આ તો માત્ર લાકડાનું
ત્યારે તે અર્જુન માલાકારે વિચાર્યું કે, કાલ ઘણા અધિક ફુલોની જરૂર રહેશે–આમ વિચારી બીજા દિવસે પ્રાત:કાળે સૂર્યોદય પહેલાં જ બંધુમતી ભાર્યા સાથે તેણે વાંસની ટોપલીઓ લીધી, લઈને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને ચાલ્ય, ચાલીને જયાં પુષ્પારામ હતો ત્યાં આવ્યા, આવીને ભાર્યા બંધુમતી સાથે મળીને પુષ્પચયન કરવા લાગ્યો.
ત્યારે પેલી લલિતા ગોઠીના છ ગેષ્ઠ પુરુષ જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા, આવીને આનંદ-ગમ્મત કરતા ત્યાં મજા કરવા લાગ્યા.
ત્યાર પછી ભાર્યા બંધુમતી સાથે તે અર્જુન માલાકારે પુષ્પચયન કર્યું , ફૂલના કરંડિયા ભર્યા, ભરીને શ્રેષ્ઠ પુષ્પ લઈને જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવ્યો.
ત્યારે તે છ ગોષ્ઠિક પુરુષોએ બંધુમતી ભાર્યા સાથે આવી રહેલા અર્જુન માલાકારને જોયો, જોઈને આપસમાં આ પ્રમાણે વાત કરી–“હે દેવાનુપ્રિયે ! આ અર્જુન માલાકાર તેની ભાર્યા બંધુમતી સાથે અહીં હાલ આવી રહ્યો છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે માટે એ ઠીક થશે કે અર્જુન માલાકારને મુશ્કેટોટ બાંધીને તેની ભાર્યા બંધુમતી સાથે વિપુલ ભોગો ભોગવી મજા કરીએ.આમ વિચારી, એકબીજાની આ વાત સ્વીકારી, સ્વીકારીને બારણાં પાછળ સંતાઈ ગયા, સંતાઈને તદ્દન નિશ્ચલ, હલનચલન રહિતપણે, ચુપચાપ લપાઈ રહ્યા.
ત્યાર પછી તે અર્જુન માલાકાર ભાર્યા બંધુમતી સાથે જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવ્યું, આવીને પ્રતિમાને ને પ્રણામ કર્યા, બહુમૂલ્ય પુષ્પથી અર્ચના કરી અને ઘૂંટણીએ પડી પ્રણામ કર્યા.
ત્યારે તે છયે ગોષ્ઠિક પુરુષે ઝડપથી કમાડ પાછળથી નીકળ્યા, નીકળીને અર્જુન માલા
ત્યાર પછી તે મુદુગરપાણિ યક્ષ અર્જુન માલાકારના આ પ્રકારના મનોભાવને યાવત્ જાણીને અર્જુન માલાકારના શરીરમાં પ્રવેશ્યા, પ્રવેશીને તડ તડ અવાજ સાથે તેનાં બંધનો તોડી નાખ્યાં, બંધનો તોડીને એક હજાર પલભાર લોખંડનો મુદુગર લીધો, લઈને સાતમી સ્ત્રી સાથેના પેલા છએ પુરુષને મારી નાખ્યા.
ત્યાર પછી તે અર્જુન માલાકાર મુગરપાણિ યક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની ચારે બાજ પ્રતિદિન એક સ્ત્રી અને છ પુરુષોને હણવા લાગ્યો.
રાજગૃહમાં આતંક– ૩૮૪. ત્યારે રાજગૃહનગરમાં શૃંગાટક, ત્રિકો, ચતુષ્કો,
ચવ, ચતુર્મુખો, રાજમાર્ગો અને નાનામાર્ગો વગેરે સ્થળોએ અનેક લોકો અન્યોન્યએકબીજાને આ રીતે કહેવા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા–“હે દેવાનુપ્રિય ! અર્જુન માલાકાર મુદુગરપાણિ યક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની બહાર ચોપાસ એક સ્ત્રી અને છ પુરૂને રોજ મારી નાખે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org