________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૬૨
વરુ, દીપડા, રીંછ, તરક્ષ, પરાશર, શિયાળ, બીલાડા, શ્વાન, શૂકર, સસ, ચિત્રા અને ચીના આદિ પશુઓ અગ્નિના ભયથી પરાભૂત થઈને પહેલાં જ આવી ભરાયાં હતાં અને એક સાથે બિલધર્મ અનુસાર–અર્થાત્ જેમ એક દરમાં સેંકડો કીડી-મકોડા સંપપૂર્વક રહે છે તેમ-રહ્યા હતા.
ત્યાર પછી તે મેધ! જ્યાં તે મંડળ હતું ત્યાં હું આવ્યો, આવીને તે અનેક સિંહ થાવત્ ચિલ્લલ આદિની સાથે મળીને બિલધર્મને અનુસરી ઊભો રહ્યો.
મેરુપ્રભને પક્ષેપ૩૬૦. ત્યાર પછી તે મેઘ! “પગથી શરીરને ખજવાળુ'
એમ વિચારી તે એક પગ ઊંચો કર્યો, તે વખતે ખાલી પડેલી જગ્યામાં બીજા બળવાન પ્રાણીઓ દ્વારા ભગાડાયેલ, ધક્કે ચડાવેલ એક સસલું પેસી ગયું.
ત્યાર બાદ હે મેઘ ! “શરીરને ખજવાળીને ફરી પગ નીચે મૂકુ” એમ મેં વિચાર્યું તો તે સસલાને પેસી ગયેલું જોયું, જોઈને જીવાનુકંપા-પાવત્ ભૂતાનુકંપાથી પ્રેરાઈને તે પગ
તેં અધ્ધર જ રાખ્યો, નીચે ન મૂક્યો. ૩૬૧. હે મેઘ ! ત્યારે તે જીવાનુકંપા-વાવ-ભૂતાનું
કંપાને લીધે તે સંસાર ઓછો કર્યો અને મનુષ્ય-આયુષ્યનો બંધ કર્યો.
ત્યાર પછી તે દાવાનળ અઢી દિવસ-રાત સુધી તે વનને સળગાવતો રહ્યો, સળગાવીને પછી પૂરો થઈ ગયો, શાંત થઈ ગયો, બુઝાઈ ગયા.
ત્યાર પછી તે અનેક સિંહ-યાવતુ-ચિલ્લલ આદિ પ્રાણીઓએ તે દાવાનળને પૂરો થયેલો, શાંત થયેલો, ઉપશાંત થયેલો, બુઝાઈ ગયેલ જોયો, જોઈને તેઓ અગ્નિના ભયથી મુક્ત બન્યા પણ ભૂખ અને તરસથી પીડાયેલા તેઓ તરત તે મંડળમાંથી બહાર નીકળ્યા, નીકળીને ચારે તરફ ફેલાઈ ગયા.
ત્યારે તે અનેક હાથી પાવત્ કલભિકાએ
આદિએ તે વનદવને સમાપ્ત, શાંત, ઉપશાંત અને બુઝાયેલો જોયો, જોઈને અગ્નિભયથી મુક્ત બન્યા અને ભૂખ-તરસથી વ્યાકુળ થયેલા તેઓ તરત તે મંડળમાંથી બહાર નીકળીને ચારે દિશામાં ફેલાઈ ગયા.
હે મેઘ ! તે સમયે તું વૃદ્ધ, જરાજર્જરિત શરીરવાળો, શિથિલ અને લબડી ગયેલ ચામડીવાળો, દુર્બળ, થાકેલો, ભૂખ્યો, તરસ્યા, શારીરિક શક્તિરહિત, નિર્બળ, સામર્થ્યહીન, ચાલવા-ફરવાની શક્તિ વગરનો અને પૂંઠાની જેમ અક્કડ જેવો થઈ ગયો હતો. ‘હું વેગથી ચાલું” એમ વિચારી ચાલવા માટે જે તેં પગ લાંબો કર્યો કે તરત જ વીજળીના કડાકાથી તૂટી પડેલ રજતગિરિના શિખરની જેમ નું સર્વાગ ધરતી પણ ઢળી પડ્યો.
ત્યાર પછી તે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ જે દાહક યાવત્ અસહ્ય હતી. પિત્તજવર પ્રસરી જતાં તારા શરીરમાં દાહજવર પણ પેદા થયો.
મેઘભવ અને તેમાં તિતિક્ષાને ઉપદેશ૩૬૨. હે મેઘ! ત્યાર પછી તું તે ઉત્કટચાવતુ-અસહ્ય
વેદના ત્રણ રાતદિન સહન કરતો રહ્યો અને અંતે એકસો વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને મૃત્યુ પામી, આ જંબૂદ્વીપના ભારતવર્ષમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં કુમારરૂપે અવતર્યો. - ત્યાર પછી હે મેઘ ! તું અનુક્રમે ગર્ભાવસ્થામાંથી નીકળી, બાલ્યાવસ્થા વટાવી, યુવાવસ્થામાં આવ્યો અને મારી પાસે મંડિત બની, ગૃહત્યાગ કરી આનગારિક પ્રજયા. લઈ મુનિ બન્યા.
તે હે મેઘ ! જ્યારે તું તિર્યંચ યોનિરૂપ પર્યાયમાં હતા અને જ્યારે તને સમ્યક્ત્વરનનો લાભ પણ પ્રાપ્ત નહીં થયેલો તે સમયે પણ જીવાનુકંપા યાવત્ ભૂતાનુકંપાથી પ્રેરિત થઈને પગ અધ્ધર જ રાખ્યો, નીચો ન કર્યો. તે પછી હે મેઘ ! આ જન્મમાં તો તું
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org