________________
૧૨૪
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૮
તપર રહેવા લાગ્યા અને એ રીતે સેંકડો હાથણીઓથી વીંટળાઈને પર્વતના રમણીય કાનનોમાં સુખપૂર્વક વિચરણ કરવા લાગ્યો.
ત્યાર પછી હે મેઘ ! તું બાલ્યાવસ્થા વીતાવીને યુવાવસ્થામાં આવ્યા, અને તારા યુથનો અધિપતિ કાળધર્મ પામ્યા ત્યારે હું પોતે જ યુથનું વહન કરવા લાગ્યો અર્થાત્ યૂથપતિ બની ગયા.
ત્યારે હે મેઘ ! હું સાત હાથ ઊંચો ભાવતુ શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ અને નિરુપહત વીશ નખો અને ચાર દાંતવાળો નું મેરુપ્રભ નામે હસ્તિરત્ન હતું. હે મેઘ ! ત્યારે તુ સાત અંગે દ્વારા ભૂમિને સ્પર્શ કરનારો યાવનું સુંદર રૂપવાળો હતો.
હે મેઘ ! ત્યારે તું સાતસો હાથીઓના યુથનું આધિપત્ય યાવન કરતો, પાલન કરતો
અભિચરણ કરવા લાગ્યા. ૩૫૭. ત્યાર બાદ કોઈ એક વખત ગ્રીષ્મકાળના
અવસરે જયેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ અને સૂકાં પાંદડાં, ઘાસ અને કચરા તથા વાયુના સંયોગથી પ્રજવળી ઊઠેલ મહા ભયંકર અગ્નિનો દાવાનળ પેદા થયો, તેની જવાળાઓથી વનનો મધ્યભાગ સળગી ઊઠ્યો, દિશાઓ ધુમાડાથી ભરાઈ ગઈ, યાવતુ-આંધીની જેમ આમતેમ ભ્રમણ કરતા, ભયભીત યાવત્ અત્યંત ભય ઉત્પન્ન થવાથી અનેક હાથીઓથી ઘેરાઈને યાવતુ વીંટળાઈને દિશાઓ અને વિદિશાઓમાં દોડવા લાગ્યો.
હે મેઘ ! ત્યારે તે વન-દાવાનળને જોઈને તને આવા પ્રકારનાં અધ્યવસાય યાવતુ સંકલ્પ પેદા થયો-“લાગે છે કે આવા પ્રકારના અગ્નિની ઉત્પત્તિ મેં પહેલાં પણ કયારેક અનુભવી છે.”
ત્યાર પછી તે મેધ! વિશુદ્ધ લેશ્યાઓ, શુભ અધ્યવસાયો, શુભ ભાવપરિણામ અને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થવાના કારણે ઈહા,
અપોહ, માણા અને ગવેષણા કરતાં તેને સંજ્ઞી જીવને પ્રાપ્ત થતું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યાર પછી હે મેઘ ! તેં એ વાત સમ્યકૂપણે જાણી કે-“ખરેખર હું ભૂતકાળમાં બીજા પૂર્વ ભવમાં આ જ જંબૂદ્વીપના ભારતવર્ષમાં વૈતાઢયગિરિની તળેટીમાં યાવત્ સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો. તે સમયે મેં આવા પ્રકારના અગ્નિસંભ્રમનો-અગ્નિભયનો અનુભવ કરેલ છે.”
ત્યાર પછી હે મેઘ ! વું તે દિવસે અંતિમ પ્રહર સુધી પોતાના યૂથ સાથે રહીને વિચરણ કરતો રહ્યો.
હે મેઘ ! ત્યાર બાદ સાત હાથ ઊંચો થાવત્ જાતિસ્મરણશાન યુક્ત મેરુપ્રભ નામે ચતુર્દત હાથી બન્યો.
મેરુપ્રભ દ્વારા મંડળ-નિર્માણ૩૫૮, ત્યાર પછી હે મેઘ ! તારા મનમાં આવા
પ્રકારનો અધ્યવસાય યાવતુ સંક૯૫ થયો“મારા માટે એ શ્રેયસ્કર છે કે આ વખતે હું ગંગા મહાનદીના દક્ષિણ તટ પર વિંધ્ય૫ર્વતની તળેટીમાં દાવાગ્નિથી બચવા માટે મારા જૂથ સાથે મળી એક મોટું મંડળ બનાવું-” આમ વિચારી તું સુખપૂર્વક વિચરવા લાગ્યો.
ત્યાર પછી હે મેઘ ! કોઈ વાર પ્રથમ વર્ષાકાળે ખૂબ વર્ષો થયા પછી ગંગામહાનદી નજીક અનેક હાથીઓ વાવનું કલભિકાઓ આદિ સાતસો હાથીઓ સાથે મળીને એક યોજનના ઘેરાવાવાળું, અત્યંત વિશાળ મંડળ બનાવ્યું–તે મંડળમાં જે કંઈ પણ ઘાસ, પાંદડાં, કાષ્ઠ, કાંટા, વેલી, વેલા, પૂંઠાં, વૃક્ષ કે છોડ આદિ હતા તે બધાને ત્રણ વાર હલાવી હલાવીને પાયામાંથી ઉખાડયા, સૂંઢથી પકડ્યા અને દૂર લઈ જઈને ફેંકી દીધાં.
ત્યાર પછી તે મેઘ ! તું તે મંડળની નજીકના ગંગા મહાનદીના કિનારે કિનારે વિંધ્યાચળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org