________________
ધર્મ કથાનુગ–મહાવીર-તીર્થ માં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૫૫
૧૨૩
અને પોતાના ભૂથમાંથી ઘણા સમય પહેલાં બહાર હાંકી કાઢયો હતો, તે યુવાન હાથી પાણી પીવા તે જ મહાહમાં તે જ વખતે આવ્યો અને એણે તને જોયો, જોઈને પૂર્વના વેરનું તેને સ્મરણ થયું, સ્મરણ થતાં ક્રોધાભિભૂત થઈને યાવત્ દાંત કચકચાવીને તે જ્યાં તું હતું ત્યાં આવ્યો, આવીને પોતાના તીણા દાંતરૂપી મૂશળેથી ત્રણ વાર તારી પીઠને તેણે વીંધી નાંખી, વીંધીને પૂર્વવેરનો બદલો લીધે, બદલો લઈને દુષ્ટ તુષ્ટ થઈ તેણે પાણી પીધું, પાણી પીને જે દિશામાંથી તે આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો.
ત્યાર બાદ હે મેઘ ! તારા શરીરમાં દાહભરી થાવત્ અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. તે વેદનાના કારણે પિત્તજવરથી તારું શરીર વ્યાપ્ત થયું અને તેમાં અત્યંત દાહ પેદા થયો.
તડફડવા લાગ્યાં. આવા ભયાનક અવસરે તે સુમેરુપ્રભ નામે હાથીનું મોં ફાટી ગયું, જીભ બહાર નીકળી ગઈ, મોટા મોટા બન્ને કાન ભયથી સ્તબ્ધ બન્યા, વ્યાકુળતાને કારણે સૂંઢ સંકુચિત બની ગઈ, પૂંછડી ઊંચી થઈ ગઈ, ગર્વથી વિરસ રુદનશબ્દથી આકાશ તળને જાણે ફડતો, પગના આઘાતથી પૃથ્વીતળને કંપિત કરતે, ચિકાર કરતો, ચારે તરફ વેલીઓના સમૂહને ખૂંદન, હજારો વૃક્ષોને ઉખાડો, રાજ્યભ્રષ્ટ રાજાની જેમ, પવનથી આમતેમ ડોલતા વહાણની જેમ, ચક્રવાત (વંટોળિયા)ની જેમ પરિભ્રમણ કરતો, વારંવાર લાદ કરતા, અનેક હાથીઓ યાવન કલભિકાઓ સાથે દિશાઓ અને વિદિશાઓમાં આમતેમ દોડભાગ કરવા લાગ્યો.
હે મેઘ ! તું ત્યાં જીણ, જરાથી જર્જરિત દેહવાળા, વ્યાકુળ, ભૂખ, તરા, દુર્બળ, થાકેલે, બહેરો અને દિમૂઢ થઈને પોતાના સમૂહથી છૂટો પડી ગયો, વનના દાવાનળની જવાળાએથી પરાભૂત થયેલે, ગરમી, ભૂખ અને તરસથી પીડિત થઈને ભયભીત બનેલો, ત્રસ્ત થયેલો, ઉદ્વિગ્ન થયેલો, તું પૂરેપૂરો ભયવ્યાકુળ બની ગયા, ચારે બાજુ આમતેમ દોડવા લાગ્ય, દોડતાં દોડતાં એક ઓછા પાણી અને અધિક કીચડવાળું તળાવ મેં જોયું, જેમાં પાણી પીવા નું ઘાટ ન હોવા છતાં ઊતરી પડ્યો.
હે મેઘ ! ત્યાં તું કિનારાથી ખૂબ ઊંડે સુધી ચાલ્યો ગયો પરંતુ પાણી સુધી ન પહોંચી શક્યો અને વચમાં જ કીચડમાં ફસાઈ ગયા.
હે મેઘ ! ત્યાં તે પાણી પીઉં એમ વિચારી તારી સૂઢ ફેલાવી, પણ તારી સૂંઢમાં પાણી ન આવ્યું. ત્યારે હે મેઘ ! તેં ફરી “શરીર બહાર કાઢી લઉ” એમ વિચારી જોર કર્યું તે વધુ ઊંડા કળણમાં તું ખેંચી ગયા.
ત્યાર પછી તે મેઘ ! કોઈ એક વાર તે કોઈ નવયુવાન હાથીને પોતાની સૂંઢ, પગ અને દોતરૂપી મૂશળો વડે પ્રહાર કરીને માર્યો હતો
ભગવાન દ્વારા મેરુપ્રભ-ભવનિરૂપણ ૩૫૬. તત્પશ્ચાત્ હે મેઘ ! તું તે કાળઝાળ યાવત્
અસહ્ય વેદના સાત દિવસ-રાત સુધી ભોગવી, એકસો વીસ વર્ષનું આયુષ્ય ભેગવી, દુધર્ષ આર્તધ્યાન કરતાં કરતાં અને દુ:ખથી પીડિત અવસ્થામાં, મૃત્યકાળે મૃત્યુ પામી આ જ જંબૂદ્વીપના ભારત વર્ષના દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામક મહાનદીના દક્ષિણ તટે વિંધ્યગિરિની તળેટીમાં, એક મદોન્મત્ત શ્રેષ્ઠ ગંધહસ્તી દ્વારા શ્રેષ્ઠ હસ્તિનીની કૂખે હાથીના ગર્ભ રૂપે ઉત્પન્ન થયો.
ત્યાર પછી તે હાથણીએ નવ મહિના પૂરા થતાં વસંત માસમાં તને જન્મ આપ્યો.
ત્યાર પછી હે મેઘ ! ગભવાસમાંથી મુક્ત થઈ ગજકલભ (બાળ હાથી) બની ગયાલાલ કમળ જેવો લાલ અને સુકોમળ, જાસુદ અને રક્ત પારિજાત જેવો, લાખના રસ, સરસ કુમકુમ અને સંધ્યાકાલીન વાદળોના રંગ જે તું રક્તવર્ણ થશે, યૂથપતિને તું પ્રિય બને, ગણિકાઓ જેવી યુવાન હાથણીઓના ઉદરપ્રદેશમાં પોતાની સૂંઢ ભરાવતો તું ક્રીડામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org