________________
૭૪
ધર્મકથાનુગ-નમિ રાજર્ષિ : સૂત્ર ૨૪૮
પાળી, એક માસની સંખના દ્વારા આત્માની શુદ્ધિ કરી યાવત્ સર્વ દુ:ખોને ક્ષય કર્યો.
ત્યારે સુબુદ્ધિએ પણ અગિયાર અંગેનું અધ્યયન કરી, ઘણા વર્ષોને શ્રમણ-પર્યાય પાળી, માસિક સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરી સર્વ દુઃખોનો અંત કર્યો
વૃત્તિકાર દ્વારા ઉદધૃત નિગમન-ગાથા૨૪૬, જેનું મન મિથ્યાત્વમાં મોહિત છે અર્થાન જે
મિથ્યાદષ્ટિ છે, જે પાપમાં આસક્ત છે અને ગુણહીન છે તેઓ પણ ઉત્તમ ગુરુની કૃપાથી ખાઇના જળની માફક ગુણવાન બની જાય છે.
૧૫. નમિ રાજર્ષિ મિથિલાને રાજા નમિ અને તેનું અભિ
નિષ્ક્રમણ૨૪૭. દેવલોકમાંથી અવીને મનુષ્યલોકમાં ઉત્પન્ન
થયેલા નમિ રાજાને મોહનીય કર્મ શાન્ત થવાથી પૂર્વજન્મનું સ્મરણ થયું. (૧)
પૂર્વજન્મનું સ્મરણ કરીને તે ભગવાન નમિ રાજા ઉત્તમ ધર્મને વિશે સ્વયંસંબુદ્ધ થયા. અને પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું - પ્રવ્રજયા લીધી. (૨).
શ્રેષ્ઠ અંત:પુરમાં રહીને, દેવલોક સમાન ઉત્તમ ભોગો ભોગવીને પછી બુદ્ધ બનેલા નમિ રાજાએ ભોગાને ત્યાગ કર્યો. (૩).
નગરો અને જનપદ સહિત મિથિલા નગરી, સેના, અંત:પુર અને સર્વે પરિજનોનો ત્યાગ કરીને તે ભગવંતે અભિનિષ્ક્રમણ કર્યું, અને એકાન્તમાં જઈને વાસ કર્યો. (૪)
જ્યારે રાજર્ષિ નમિએ પત્રજ્યા લઇને અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે મિથિલામાં કોલાહલ થઈ રહ્યો. (૫)
શક્ર અને નમિ રાજર્ષિના સંવાદ– ૨૪૮. ઉત્તમ પ્રવ્રયા સ્થાન માટે ઉદ્યત રાજર્ષિને
બ્રાહ્મણવેશધારી ઇન્દ્ર આ વચન કહ્યું : (૬)
(૧) “હે આર્ય! આજે મિથિલા શા કારણે કોલાહલથી ભરેલી છે, અને પ્રાસાદોમાં તથા ગૃહોમાં દારુણ શબ્દો શાથી સંભળાય છે?” (૭)
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: (૮).
‘મિથિલામાં શીતળ છાયાવાળું, મનોહર, પત્ર-પુષ્પ અને ફળથી યુક્ત તથા બહુજનોને સદાકાળ બહુગુણ કરનારું ચૈત્ય વૃક્ષ હતું. (૯)
હે ભાઇ! એ મનરમ ચૈત્યવૃક્ષ વાયુ વડે હરાઈ જતું હોવાથી દુ:ખી, અશરણ અને આર્ત પક્ષીઓ આ આક્રન્દ કરી રહ્યાં છે.” (૧૦)
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : (૧૧)
(૨) “આ અગ્નિ અને વાયુ છે; તમારું ભવન બળી રહ્યું છે. હે ભગવાન! તમે અંત:પુરની સામે કેમ જોતા નથી? (૧૨)
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : (૧૩)
‘જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઇ બળતું નથી. (૧૪)
સ્ત્રી-પુત્રથી મુક્ત થયેલા અને નિર્વ્યાપાર ભિક્ષુને સંસારમાં કશું પ્રિય નથી કે કશું અપ્રિય નથી. (૧૫)
ગૃહત્યાગી, સર્વ બંધનથી મુક્ત અને હું એકલું છું, મારું કોઈ નથી–એવી એકત્વભાવના ભાવતા ભિક્ષુને ખરેખર સર્વત્ર સુખ જ સુખ છે.” (૧૬)
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિતુ થયેલા દેવેન્દ્રરાજર્ષિ નિમિતે આ પ્રમાણે કહ્યું : (૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org