________________
ધ કથાનુયાગ—મહાવીર તીમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧૫
www
‘હે તાત! વાત એમ છેકે મારા પૂર્વ ભવના મિત્ર સૌધ કલ્પવાસી દેવે અત્યારે જ ગર્જનાયુક્ત, વીજળીયુક્ત, પાંચ રંગના મેધાની ગર્જનાથી શાભતી દિવ્ય વર્ખલક્ષ્મીની વિક્રિયા કરી છે. તા મારી નાની માતા ધારિણીદેવીના અકાળદોહદની પૂતિ કરાવા.’
ત્યાર બાદ શ્રેણિક રાજાએ અભયકુમારની આ વાત સાંભળી અને અવધારીને હત અને સંતુષ્ટ થઈ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું –
‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ રાજગૃહ નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતુમુ ખા, મહાપા અને સામાન્ય પથાને પાણી છાંટી, સ્વચ્છ કરી, લીપી યાવત્ ઉત્તમ સુગંધિત દ્રવ્યાથી સુગંધિત કરી ગંધવી (ધૂપસળી) જેવા કરી દા, બીજાએ પાસે કરાવા અને એમ કરી કરાવી મારી આજ્ઞા પાછી આપેાઅર્થાત્ આશા પૂરી કર્યાંની મને જાણ કરો.’
ત્યાર બાદ તે કૌટુબિક સેવકો શ્રેણિક રાજાની આ આશા સાંભળી દુષ્ટ, તુષ્ટ આનંદિત ચિત્તવાળા, પ્રીતિવાળા, પરમ સદ્ભાવવાળા અને હવશ વિકસિત હૃદયવાળા બન્યા તથા આજ્ઞા પૂરી કરીને તેમણે રાજાને તેની જાણ કરી. પછી તે શ્રેણિક રાજાએ બીજી વાર કૌટુ બિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું–
‘હે દેવાનુપ્રિયા ! તરત જ ઉત્તમ અશ્વ, ગજ, રથ અને સુભટોવાળી ચતુર જંગણી સેના તૈયાર કરો અને સેચનક ગધહસ્તીને સજ્જ કરશે.' તેઓએ પણ તે પ્રમાણે કરી આશાપૂતિની જાણ કરી.
ત્યાર બાદ તે શ્રેણિક રાજા જ્યાં ધારિણીદેવી હતી ત્યાં આવ્પા, આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહેવા લાગ્યા–
‘હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે ગર્જનાવાળા, વીજળીસહિતના, જળકા ભરેલાં
Jain Education International
૧૦૫ www
વાદળાયુક્ત દિવ્ય વર્ષાઋતુ પ્રાદુર્ભૂત થઈ છે —–પ્રગટ થઈ છે. તે હે દેવાનુપ્રિયે ! તું તારા દોહદના મનારથ પૂર્ણ કર.'
૩૧૬. ત્યાર પછી તે ધારિણીદેવી શ્રેણિક રાજાની આવી વાત સાંભળી હૃષ્ટ તુષ્ટ થઈ અને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગઈ, ત્યાં જઈને સ્નાનગૃહમાં પ્રવેશી, પ્રવેશીને અંત:પુરની અંદર સ્નાન કરી, બલિક પૂજન કર્યું, કૌતુક મંગલક્રિયા કરી. પછી શું કર્યું...? પછી પગમાં ઉત્તર નૂપુર પહેર્યાં, કમરમાં કટિમેખલા પહેરી, ગળામાં હાર પહેર્ષા, હાથમાં કડાં, આંગળીએમાં વીટીએ પહેરી, ચિત્ર-વિચિત્ર શ્રેષ્ઠ બંગડીઓ બન્ને હાથામાં પહેરી ય!વત્ આકાશ અને સ્ફટિકમણિ જેવાં પારદર્શક ઉજ્જવળ વસ્ત્રો પહેર્યાં, વસ્ત્રો પહેરી તેણે સેચનક ગધહસ્તી પર આરૂઢ થઇને પ્રસ્થાન કર્યું, તેની ચાપાસ અમૃતમંથનમાંથી નીકળેલા ફીણના સમૂહ જેવા શ્વેત ચામરો વીંઝાવા
લાગ્યા.
ત્યારે શ્રેણિક રાજાએ પણ સ્નાન, બલિક કયાવત્ સુશોભિત થઈ કોર’ટપુષ્પની માળાઓનું છત્ર જેને ધરવામાં આવ્યું હતુ અને ચારે બાજુ ચાર ચામરો વીંઝવામાં આવતાં હતાં એવા તે શ્રેષ્ઠ હાથી પર બેસી · ધારિણીદેવીની પાછળ પાછળ ચાલ્યા.
ત્યાર પછી જેની પાછળ પાછળ શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થયેલ શ્રેણિક રાજા જઇ રહ્યો હતા તેવી ધારિણીદેવી અશ્વદળ, હસ્તીદળ, રથદળ અને પાયદળયુક્ત ચતુર ગણી સેનાથી વીંટળાઈને, ચારે તરફ મહાન સુભટોના સમૂહથી ધેરાઇને, સમસ્ત સમૃદ્ધિ, સમસ્ત ઘુતિ યાવત્ દુંદુભિનાદ સાથે રાજગૃહ નગરના ક્ષુ'ગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુમુ ખા,
મહામાર્ગો અને સામાન્ય માર્ગોમાં નાગરિકો દ્વારા પુન: પુન: અભિનંદન મેળવતી, જ્યાં વૈભારગિરિની તળેટી હતી ત્યાં આવીને
For Private & Personal Use Only
www.jainelibrary.org