________________
૧૧૬
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૪૧
પાલન કર. દેવોમાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારાગ્રહગણમાં ચન્દ્ર સમાન, મનુષ્યોમાં ભરત સમાન બની રાજગૃહ નગર અને બીજા પણ અનેક ગ્રામ, આકર, નગર, ખેટક, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પાન, આશ્રમ, નિગમ, સંવાહ, સન્નિવેશ આદિનું આધિપત્ય કરતાં કરતાં, પ્રધાનત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞાકારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં કરતાં, પાલન કરતાં કરતાં, જોરશોરપૂર્વક વાગતા વાજિંત્ર-તંત્રી, તલ, તાલ, લુટત, ઘન, મૃદંગ, પટહ આદિના અને ગીત-નૃત્યના અવાજ સાથે વિપુલ ભોગો ભોગવતાં ભોગવતાં તું વિચર’-એ પ્રમાણે તેનો જયજયકાર કર્યો.
ત્યાર બાદ તે મેઘ રાજા બન્યા-મહા હિમવંતની જેમ, પૃથ્વી પરના ઇન્દ્રની જેમ, મંદરાચલની જેમ શોભતો તે રાજ્યશાસન કરવા લાગ્યો.
ત્યાર પછી માતા-પિતાએ રાજા મેઘને આ પ્રમાણે કહ્યું–‘હે જાયા ! અમે તને શું આપીએ? શું ભેટ કરીએ? અથવા તારી કઈ ઇચ્છા પૂરી કરીએ?”
મેઘના નિષ્કમણયોગ્ય ઉપકરણે– ૩૪૦. ત્યાર પછી મેઘરાજાએ માતા-પિતાને આ
પ્રમાણે કહ્યું- હે માતા-પિતા! હું ઇચ્છું છું કે તમે કુત્રિકાપણ (જયાં સઘળી વસ્તુઓ મળે તેવી દુકાનોમાંથી મારા માટે રજોહરણ અને પાત્ર (ભિક્ષાપાત્ર) મંગાવી દો અને એક કાશ્યપ (હજામ)ને બોલાવી દો.”
ત્યાર પછી શ્રેણિક રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને શ્રીગૃહ (રાજકોષ)માંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ લે અને બે લાખ મુદ્રાઓ આપીને કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર લઈ આવો તથા એક લાખ મુદ્રા આપી કાશ્યપને લઈ આવો.”
ત્યારે તે કૌટુંબિક સેવકો શ્રેણિક રાજાનાં આ વચનો સાંભળી ૯ષ્ટતુષ્ટ થઈને શ્રીગૃહમાંથી ત્રણ લાખ મહોરો લઈ, બે લાખ મહોરો આપી કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર લઈ આવ્યા અને એક લાખ મહોરો આપી કાશ્યપને બોલાવી લાવ્યા.
કાશ્યપ દ્વારા મેઘના અગ્રકેશનું તન૩૪૧. ત્યાર પછી કૌટુંબિક સેવકોએ બોલાવી લાવેલા
તે કાશ્યપને જોઈને મેધે હૃષ્ટતુષ્ટ આનંદિત ચિત્તે યાવત્ હર્ષવશ વિકસિત હૃદયપૂર્વક
સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગળ વિધિ અને પ્રાયશ્ચિત કર્મ કર્યું, અને પછી શુદ્ધ પવિત્ર ઉત્તમ વસ્ત્રો પહેરી, અલખ છતાં મૂલ્ય. વાન આભૂષણોથી શરીર અલંકૃત કરી, જયાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો, આવીને હાથ જોડી મસ્તક પર અંજલિ રચી શ્રેણિક રાજાને વંદન કરી આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! જે મારે કરવા યોગ્ય છે તે કરવાની આજ્ઞા આપો. ત્યારે તે શ્રેણિક રાજાએ કાશ્યપન આ પ્રમાણે કહ્યું–‘દેવાનુપ્રિય ! તું જઈને સુગંધિત પાણીથી તારા હાથપગ ધોઈ લે અને પછી ચાર પડવાળા વેત વસ્ત્રથી મુખ બાંધીને મેઘકુમારના અગ્રદેશ દીક્ષાને અનુરૂપ ચાર આંગળનો ભાગ છોડીને બાકીના ભાગમાં કાપી દે.'
ત્યારે તે કાશ્યપે શ્રેણિક રાજાની આ આજ્ઞા સાંભળી, હૃષ્ટતુષ્ટ અને આનંદિત ચિત્તવાળા બની યાવત્ હર્ષાતિરેકવશાત્ વિકસિત હૃદયવાળા બની, બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી “હે સ્વામિ ! જેવી આશા” એ પ્રમાણે વિનયપૂર્વક આશા સ્વીકારી, આજ્ઞા
સ્વીકારીને પછી સુગંધી પાણીથી પોતાના હાથ-પગ ધોયા, ધોઈને શુદ્ધ વસ્ત્ર મુખ પર બાંધ્યું, બાંધીને યતનાપૂર્વક દીક્ષાને યોગ્ય ચાર આંગળ છોડી મેઘકુમારના બાકી અગ્રકેશનું
કર્તન કર્યું. ૩૪૨. ત્યાર બાદ મેઘકુમારની માતાએ બહુમૂલ્યવાન,
હંસ જેવા શ્વેત ઉજજ્વળ વસ્ત્રમાં તે કેશ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org