________________
૧૧૮
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૪૬
શિબિકા પર સવાર થઈ, સવાર થઈને મેઘકુમારની જમણી બાજુ ભદ્રાસન પર બેઠી.
૩૪૫. ત્યાર પછી તે મેઘકુમારની ધાવમાતા રજોહરણ
અને પાત્ર લઈને શિબિકા પર સવાર થઈ. સવાર થઈને મેઘકુમારની ડાબી બાજએ ભદ્રાસન પર બેઠી.
ત્યાર બાદ તે મેઘકુમારની પાછળ શુંગારના આગાર જેવી, મનહર વેશભૂષાવાળી, સુંદર હાસ્ય. ગતિ, બોલી, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપવાળી તથા નિપુણ ઉપચાર કરવામાં કુશળ એવી, અન્યોન્ય સ્પર્શીને રહેલા યુગલરૂપ, ગોળ, ઊંચા, પુષ્ટ, સુસંસ્થિત સ્તનવાળી, એક ઉત્તમ તરુણી હિમ, ચાંદી, કુ દ પુષ્પ અને ચન્દ્ર જેવા ધવલ, કોરેંટ પુષ્પોની માળાઓવાળા, છત્રને હાથમાં ધારણ કરી લીલાપૂર્વક ઊભી રહી.
ત્યાર બાદ શુંગારના આગાર જેવી, ચારુ વેષવાળી, સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપવાળી, યોગ્ય ઉપચાર કરવામાં કુશળ એવી, બે તરુણ યુવતીઓ શિબિકા પર સવાર થઈ, સવાર થઈને મેઘકુમારની બન્ને બાજુએ વિવિધ પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ તથા મહઈ તપનીય (લાલ સુવર્ણ)ના ઉજજવળ વિચિત્ર દંડવાળા, ચમકતા, પાતળા, સૂક્ષ્મ, ઉત્તમ વાળવાળા, શંખ, કુંદપુષ્પ, જલકણ, મંથન કરતાં નીકળેલા અમૃતના ફીણના ઢગલા જેવા ચામર હાથમાં ધારણ કરી, લીલાપૂર્વક વીંઝવા લાગી.
ત્યાર બાદ શૃંગારના ભંડાર જેવી, ચારુ વેષધારિણી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલા૫, ઉલ્લાપવાળી અને નિપુણ ઉપચારમાં કુશળ, એક તરુણી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની સામે પૂર્વ દિશામાં રહી, ચંદ્રકાંત મણિ, વજરત્ન અને વૈર્યરત્નની બનેલ નિર્મળ દાંડીવાળો પંખો વીંઝવા લાગી.
ત્યાર બાદ શુંગારના આગાર સમી, ચારૂ
વેષવાળો, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપવાળી, ઉચિત ઉપચારમાં નિપુણ, એક શ્રેષ્ઠ તરુણી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની પૂર્વ દક્ષિણ(અગ્નિ કોણ)માં રહી, શ્વેત રજતમય વિમળ જળ ભરેલી, મત્ત ગજેન્દ્રની મુખા
કૃતિવાળી ઝારી લઈને ઊભી રહી. ૩૪૬, ત્યાર બાદ મેઘકુમારના પિતાએ કૌટુંબિક
પુરુષને બોલાવ્યા, બોલાવીને એમને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! તરત જ એક સરખા, એક રંગરૂપવાળા, એક વયના, એકસરખી વેશભૂષાથી સજજ એવા એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકોને બોલાવે.'
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ એક સરખા, એક સરખી વયના અને એક સરખા રંગના, એક સમાન વેષવાળા એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકોને બોલાવ્યા.
ત્યાર બાદ શ્રેણિક રાજાએ તે કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલા ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકો હૃષ્ટતુષ્ટ થયા, તેમણે સ્નાન કર્યું યાવત્ એક સમાને આભૂષણ અને પોશાક પહેરી જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યા, આવીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય! અમારા માટે જે કરવા યોગ્ય હોય તેની આજ્ઞા આપે.”
ત્યારે શ્રેણિક રાજાએ તે હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકોને આ પ્રમાણે કહ્યું
દેવાનુપ્રિયે! તમે જાઓ અને મેઘકુમારની પુરુષસહસ્ત્રવાહિની શિબિકા ઊચકો.'
ત્યારે તે એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકો શ્રેણિક રાજાના આવા કથનથી હષ્ટતુષ્ટ થઈને સહસ્રપુરુષવાહિની એવી મેઘકુમારની શિબિકાનું વહન કરવા લાગ્યા. ત્યાર પછી સહસ્રપુરૂષવાહિની શિબિકા પર આરૂઢ થયેલ મેઘકુમાર ચાલ્યો ત્યારે આઠ મંગળ દ્રવ્યો અનુક્રમે તેની આગળ આગળ ચાલવા લાગ્યા, તે જેમ કે–સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org