________________
ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૪૭
૧૧૮
વર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ યાવતુ અનેક ઘણા ધનાથી (ધન ઇચ્છનારા) યાવત્ કામાથી, ભોગાથી, લાભાથી, કિલ્વિષિક, કારોટિક, કારવાહિક, શંખવાદક, ચક્રધર, હળધર, મંગળપાઠક, વધામણી આપનારા, ચારણ, ખંડિયાઓના સમૂહે તેનું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ, મનોરમ, માભિરામ, હદયંગમ વાણીથી જયવિજયરૂપ મંગળ શબ્દોથી સતત સ્તુતિ અને અભિ વાદન કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા
હે નંદ! તમારો જય હે, વિજય હો. હે ભદ્ર! તમારો જય હો. હે નંદ! તમારું કલ્યાણ થાઓ. ન જીતેલ ઇન્દ્રિયોને તમે જીતે, જીતેલ (મેળવેલ) શ્રમણધર્મનું તમે પાલન કરો. હે દેવ! વિનોને જીતીને સિદ્ધિ મળે તમે નિવાસ કરો. રાગદ્વેષ રૂપી મલ્લોને તમે અત્યંત ધર્યોરૂપી કરછ બાંધીને તપથી હણી નાખો, તમે ઉત્તમ શુકલ ધ્યાનમાં અપ્રમત્ત રહી આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. અજ્ઞાનરૂપી અંધકારરહિત અનુત્તર કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે. પરીષહરૂપી સેનાને હણીને અને ઉપસર્ગોથી ડર્યા વિના તમે શાશ્વત, અચલ, પરમપદરૂપી મોક્ષને મેળવો. તમારી ધર્મસાધના નિવિંદન હો.' આ પ્રમાણે કહેતાં વારંવાર તેઓ ફરી ફરી મંગળમય જયવિજય શબ્દોથી તેમને વધાવવા લાગ્યા.
ત્યાર બાદ તે મેઘકુમાર રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યો, નીકળીને જયાં ગુણશિલક શૈત્ય હતું ત્યાં આવ્યા, આવીને સહસ્ત્રપુરૂષવાહિની શિબિકામાંથી નીચે ઊતર્યો.
શિષ્ય ભિક્ષાદાન૩૪૭. ત્યાર બાદ તે મેઘકુમારને આગળ રાખીને
મેઘકુમારનાં માતાપિતા જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરીને આ પ્રમાણે બોલ્યા- “હે દેવાનુપ્રિય! આ મેધકુમાર અમારો લાડકવાયો
પુત્ર છે. તે અમને ઇષ્ટ, કાત, પ્રિય, મનોજ્ઞ, મનહર, ધૈર્ય અને વિશ્વાસના સ્થાનરૂપ, સંમત, બહુમાન્ય, અનુમાન્ય છે, અમારે માટે રત્નકરંડક સમાન છે, રત્નસમાન, રત્નરૂપ છે, જીવનના શ્વાસ સમાન છે. હૃદયના આનંદરૂપ છે, ઉંબરના પુષ્પ જેવો સાભળવામાંય દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું કરવી ?
જેવી રીતે કોઈ નીલકમળ, પાકમળ અથવા કુમુદ કાદવમાં પેદા થાય છે, કાદવમાં પષણ પામે છે છતાં કાદવની રજથી ખરડાનું નથી, પાણીની રજથી લેવાતું નથી, તેવી રીતે આ મેઘકુમાર કામોમાં ઉપન્ન થયો છે, ભોગોની વચ્ચે ઊછર્યો છે છતાં પણ કામરજથી લિપ્ત થયો નથી, ભોગરજથી લિપ્ત થયો નથી. હે દેવાનુપ્રિય! આ મેઘકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ જરા-મરણથી ભયભીત બન્યો છે, આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ તે ગૃહત્યાગ કરી આનગારિક પ્રજ્યા ગ્રહણ કરવા ચાહે છે. આથી અમે આપ દેવાનુપ્રિયને તેને શિષ્યરૂપે ભિક્ષાદાનમાં આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્ય ભિક્ષાદાન સ્વીકારો.”
ત્યાર પછી મેઘકુમારનાં માતા-પિતાનાં આવાં વચનને સાંભળીને શ્રમણ ભગવાન
મહાવીરે એ વાતનો સમજીને સ્વીકાર કર્યો. ૩૪૮. ત્યાર પછી મેઘકમાર શ્રમણ ભગવાન મહાવીર
પાસેથી ઉત્તરપૂર્વ દિશામાં-ઈશાનકોણમાં ગ, જઈને પોતાની જાતે જ આભરણા, માળા અને અલંકારો ઉતાર્યા. ત્યારે મેઘકુમારની માતાએ હંસ જેવા શ્વેત કોમળ વસ્ત્રમાં તે આભરણ, માળા અને અલંકારો લીધા, લઈને પછી હાર, જળધારા, નિગુડીનાં પુષ્પ અને તૂટેલી મોતીની માળાની જેમ આંસુ વહાવતી વહાવતીરોતી રોતી, વિલાપ કરતી કરતી આ પ્રમાણે બોલી–
હે લાલ! ચારિત્રયોગમાં યત્ન કરજે, પરાક્રમ કરજે. અને એના માટે પ્રમાદ કરીશ નહી. અમારો પણ એ જ માર્ગ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org