________________
૧૧૪
ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨૮
૩૨
પતન અને વિવાંસન ધર્મવાળાં છે, અને પિછો કે પહેલાં અવશ્ય ત્યજવા એગ્ય જ છે.
હે માતા-પિતા ! પહેલાં કોણ જશે (કણ મરશે) અને પછી કોણ જશે-મરશે એ કોણ જાણે છે? એટલા માટે હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવીને હું શ્રમણ ભગવાને મહાવીર પાસે મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.
ત્યાર બાદ માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર!પિતામહ, પિતાના પિતામહ અને પિતાના પ્રપિતામહ અર્થાત્ સાત પેઢીઓથી ઊતરી આવેલ આ અપાર ચાંદી, સોનું, કાંસુ, વસ્ત્રો, મણિ, મોતી, શંખ, પરવાળા, માણેક આદિ સારભૂત દ્રવ્ય આપણી પાસે છે, જે સાત પેઢી સુધી યથેચ્છદાન દેવાથી, ભોગવવાથી કે વહેંચવાથી પણ ખૂટે તેમ નથી. આથી હે પુત્ર! આ વિપુલ માનુષી સમૃદ્ધિ-સન્માન ભોગવીને પછી, કલ્યાણભોગી બનીને બાદમાં શ્રમણ ભગવાન મહાવીર પાસે મંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર ધર્મ સ્વીકારજે.'
ત્યારે તે મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું
“હે માતા-પિતા ! આપ જે કંઈ કહો છો તે બરાબર છે કે –હે પુત્ર! તારા પિતામહ, પિતાના પિતામહ અને પિતાના પ્રતિતામહના સમયથી આવેલ-યાવતુ પછી કલ્યાણભેગી બનીને શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની ગૃહવાસ ત્યજીને અનગાર દીક્ષા સ્વીકારજે.”
પરંતુ તે માતા-પિતા! આ ચાંદી આદિ ધન અગ્નિસાધ્ય, ચોરસાધ્ય, રાજયસાય, દાયસાધ્ય, મૃત્યુસાધ્ય છે અર્થાત્ આ ધનને અગ્નિ બાળી શકે તેવું છે, ચાર ચારી શકે તેમ છે, રાજા હરી શકે છે, કુટુંબીજનો વહેંચી લઈ જઈ શકે છે, મૃત્યુના કારણે છોડવું પડે તેવું છે તથા તે અગ્નિ સામાન્ય યાવનું મૃત્યુ-સામાન્ય
એવું છે, સડન, પતન અને વિધ્વંસન સ્વભાવવાળું છે, પાછળથી કે પહેલાં અવશ્ય ત્યજવા-લાયક જ છે. તો હે માતા-પિતા ! કોણ એ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? આથી હું માતા-પિતા ! આપ અનુમતિ આપો તો હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહવાસ
ત્યજી અનગાર દીક્ષા ગ્રહણ કરું.’ ૩૩૮. ત્યાર પછી જયારે માતાપિતાએ મેઘકુમારને
આખ્યાપના (સામાન્ય વાણી), પ્રજ્ઞાપના (વિશેષ વાણી), સંજ્ઞાપના (સંબોધ કરતી વાણી) અને વિજ્ઞાપના (વિનંતિ કરતી વાણી)થી સમજાવવા, બોધ આપવા, મનાવવા અને વિનવવા છતાં પણ વિષયાભિમુખ કરવા સફળ ન થયા ત્યારે વિષયોથી પ્રતિકૂળ તથા સંયમ પ્રતિ ભય અને ઉદ્દેશ કરાવનાર પ્રજ્ઞાપનાથી સમજાવતાં કહ્યું –
હે પુત્ર! આ નિર્ગથપ્રવચન રાય, અનુત્તર, અદ્વિતીય, પરિપૂર્ણ, મોક્ષના નિશ્ચિત માર્ગરૂપ છે યાવત્ સંશુદ્ધ, શલ્યનાશક, મોક્ષમાર્ગરૂપ, સિદ્ધિમાગરૂપ, નિર્જરામાર્ગરૂપ, નિવણમાગરૂપ, સર્વ દુઃખોના નાશના માર્ગરૂપ છે, સપની જેમ લક્ષ્ય પ્રતિ નિશ્ચળ દષ્ટિવાળું છે, છરીની જેમ એક ધારવાળું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, રેતીના કોળિયા જેવું નીરસ છે, ગંગા મહાનદીના સામા પ્રવાહમાં તરવા જેવું છે, ભુજાઓ વડે મહાસમુદ્ર પાર કરવા જેવું છે, તીણ ધાર સામે ધસી જવા જેવું છે, ગળામાં વજન લટકાવવા જેવું છે, અસિધારાવૃત આચરવા જેવું છે. તદુપરાંત હે પુત્ર! નિગ્રંથ શ્રમણોને આધાકમી અથવા ઔદેશિક અથવા ક્રીકૃત અથવા સ્થાપિત અથવા રચિત અથવા દુભિક્ષભક્ત અથવા કાંતારભક્ત અથવા વલિયાભક્ત અથવા ગ્લાનભક્ત આદિ વિવિધ દોષવાળો આહાર લઈ શકાતો નથી.
એ જ રીતે મૂળ, કંદ, ફળ, બીજ, અને લીલી વનસ્પતિને આહાર પણ લઈ શકાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org