________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૩૯
૧૧૫
જ્યારે તું તે હે પુત્ર! સુખભેગી છે, દુ:ખ સહન કરવા સમર્થ નથી. તું શીત, ઉષ્ણ, ભૂખ, તરસ પણ સહન કરવા સમર્થ નથી, અને વાત, પિત્ત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થનાર વિવિધ વિકારો, રોગો અને રોગાતંક તથા ઉચ્ચ-નીચ ઇન્દ્રિય-પ્રતિકૂળ ઉપસર્ગો, બાવીસ પ્રકારના પરીષહ આદિને સારી રીતે સહન કરવા નું સમર્થ નથી. આથી હે પુત્ર! તું માનુષી કામભોગો ભોગવ. ભુક્તભાગી થયા પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈ મુંડિત બની, ગ્રહવાસ ત્યજી અનગારજીવન સ્વીકારજે.”
ત્યારે તે મેઘકુમારે માતા પિતાની આવી વાત સાંભળી માતા-પિતાને આ પ્રમાણે કહ્યું –
હે, માતા-પિતા ! આપ જે કહો છો તે ઠીક જ છે કે, “હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે”—ઇત્યાદિ પૂક્તિ કથન યાવત્ “અનગાર પ્રવ્રજ્યા સ્વીકારજે” પરંતુ તે માતા-પિતા! આ નિગ્રંથ પ્રવચન નjષકોને, કાયરોને, કાપુરુષોને, આ લોક સંબંધી સુખની આસક્તિવાળાઓને કે પરલોકમાંના સુખની ઇચ્છા કરનારા સામાન્ય જનને માટે દુષ્કર છે, પરંતુ ધીર અને દઢ સંકલ્પવાળા પુરુષને એનું આચરણ કરવામાં શું કઠિન છે?
આથી હે માતા-પિતા! આપની અનુમતિ લઈ હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવૃષા લેવા ચાહું છું.
મેઘનું એક દિવસનું રાજ્ય ૩૩૯. ત્યાર બાદ જ્યારે માતાપિતા મેઘકુમારને
વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ અનેક પ્રકારની આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, બોધ આપવા, મનાવવા કે વિનવવામાં શક્તિમાન બન્યા નહીં ત્યારે અનછાપૂર્વક, ઉદાસીન બની, મેઘકુમારને આમ કહેવા લાગ્યા
હે પુત્ર! અમે તારી એક દિવસની રાજ્યશ્રી જોવા ઇચ્છીએ છીએ અર્થાતુ અમારી ઇચ્છા છે કે તું એક દિવસ રાજા બનીને રાજપશાસન કર તે અમે જોઈએ.'
ત્યારે તે મઘકુમારે માતા-પિતાની ઈચ્છાનું માન રાખવા મૌન ધારણ કર્યું–અર્થાત્ મૌન રહી સંમતિ આપી.
ત્યાર બાદ તે શ્રેણિક રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તરત જ જઈને મેઘકુમારના રાજ્યાભિષેક માટે મહાથ, મહઈ મહામૂલ્યવાન સામગ્રી એકઠી કરી લાવે.
ત્યારે તે કૌટુંબિક સેવકોએ મેઘકુમારના રાજ્યાભિષેક માટે મહાથે, મહઈ, મહામૂલ્યવાન સામગ્રી તૈયાર કરી.
ત્યાર પછી શ્રેણિક રાજાએ અનેક ગણનાયક અને યાવત્ સંધિપાલ અને ભાવતુ પરિવૃત્ત થઈ મેઘકુમારને એકસો આઠ સુવર્ણ કળશ, એ જ રીતે રજત કળશે, સુવર્ણરજત કળશો, સુવર્ણમણિમય કળશ, રજનમણિમય કળશે, સુવણ–રજત-મણિમય કળશે તથા મૃત્તિકા કળશોમાં ભરેલા સર્વ પ્રકારના જળથી, સર્વ પ્રકારની માટીથી, સર્વ પ્રકારના પુષ્પોથી, સર્વ પ્રકારના સુગંધી પદાર્થોથી, સર્વ પ્રકારની માળાથી, સર્વ પ્રકારની ઔષધીઓથી. સરસવથી, સમસ્ત સમૃદ્ધિ યુનિ સાથે અને સકળ સૈન્ય યાવત્ દુંદુભિધષના પ્રતિધ્વનિ શબ્દો સાથે મહામહિમાપૂર્વક રાજ્યસન પર અભિષેક કર્યો, અભિષેક કરી બન્ને હાથ જોડી, દશે આંગળીઓ મસ્તક પર ઘુમાવો અંજલિ રચી આ પ્રમાણે કહ્યું
હે નંદન! તારો જય હો, જય હો. હે ભદ્ર! તારો જય હે, જય હો. હે આનંદકર ! તારો જય હે, જય હો, તારું કલ્યાણ હો, તું ન જીતેલું જીતી લે, જીતેલાનું પાલન કર. જિત મધ્યે તારો વાસ છે, ને જીતાયેલા શત્રુઓને જીતી લે, અને જિતેલા મિત્રપત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org