________________
ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૩૦
૧૧૧
મેઘની પૃચ્છા– ૩૩૦. ત્યાર બાદ રાજગૃહ નગરનાં નાટક, ત્રિક,
ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય માર્ગોમાં અનેક લોકોનો કોલાહલ થવા લાગ્યો યાવનું અનેક ઉગ્ર, ભોગ આદિ કુળના લોકો યાવત્ રાજગૃહનગરની વચ્ચોવચ્ચ થઈને એક જ દિશામાં, એક જ સ્થળે જવા લાગ્યા. તે સમયે તે મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના મજલે રહી મૃદંગના ધ્વનિ સાથે થાવત્ મનુષ્યસંબંધી કામભોગ ભોગવતો રહેતો હતો, તેણે રાજમાર્ગનું અવલોકન કર્યું.
ત્યારે તે મેઘકુમારે અનેક ઉગ્રવંશીઓ, ભોગવંશીઓને યાવત્ એક જ દિશામાં જતા જોયા, જોઈને કંચુકિને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! શું આજે રાજગૃહ નગરમાં ઇન્દ્રમહ અથવા અન્ય કોઈ મહોત્સવ છે? યાવતુ એક જ દિશામાં, એક જ તરફ જઈ રહ્યા છે?”
કંચુકિ પુરુષ દ્વારા નિવેદન– ૩૩૧. ત્યાર પછી તે કંચુકિ પુરુષે શ્રમણ ભગવાન
મહાવીરના આગમનને વૃત્તાન્ત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આજે રાજગૃહ નગરમાં ઇન્દ્રમહ યાવત્ ગિરિયાત્રા આદિ કંઈ નથી કે જેના કારણે આ ઉગ્રવંશી, ભોગવંશી જનો યાવતુ એક દિશામાં એક સ્થાન તરફ જઈ રહ્યા છે. પરંતુ હે દેવાનુપ્રિય ! ધર્મ તીર્થની આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા શ્રમણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે, અહીં તેમનું સમોસરણ રચાયું છે અને અહીં રાજગૃહ નગરમાં જ ગુણશીલ રૌત્યમાં યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરીને તપ-સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા તેઓ બીરાજી રહ્યા છે.”
મેઘનું ભગવાન પાસે જવું– ૩૩૨. ત્યાર પછી મેધકુમારે કંચુકિ પુરુષની આ વાત
સાંભળી અને અવધારી કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિયો ! તરત જ ચાર ઘંટાવાળો અશ્વરથી સજજ કરીને લાવો.'
જેવી આશા' કહી તેઓએ તે પ્રમાણે કર્યું.
ત્યાર બાદ મેઘકુમારે સ્નાન કર્યું કાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈ ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થઈ, કરંટ પુષ્પની માળાઓવાળું છત્ર મસ્તક પર ધારણ કરી, અનેક સુભટો અને પરિજનોના સમૂહથી ઘેરાઈને, રાજગૃહ નગરની વચ્ચેથી પસાર થયો, પસાર થઈ જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આબે, આવીને શ્રમણ ભગવાન મહાવીરના છત્રાતિછત્ર અને પતાકાતિપતાકા આદિ અતિશયો તથા વિદ્યાધરો, ચારણ મુનિઓ અને જભક દેવોને આકાશમાંથી ઊતરતા અને આકાશમાં પાછા ચઢતા જોઈને ચાર ઘંટાવાળા અશ્વરથમાંથી તે નીચે ઊતર્યો, ઊતરીને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની પાસે ચાલ્યા, ચાલીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી શ્રમણ ભગવાન મહાવીરથી અતિ દૂર કે અતિ નિકટ નહીં તેવા ઉચિત સ્થળે બેસી સુશ્રુષા કરતા, નમસ્કાર કરતો, અંજલિ રચી, સન્મુખ રહી વિનયપૂર્વક પર્યું પાસના કરવા લાગ્યું.
ધમ દેશના-- ૩૩૩. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને
તથા તે મહાસભાને સુંદર પ્રકારે ધર્મોપદેશ કર્યો–કેવી રીતે જીવો કર્મોથી બંધાય છે, કેવી રીતે મુક્ત થાય છે અને કેવી રીતે સંકલેશ પામે છે ઇત્યાદિ ધર્મકથા અહીં કહેવી યાવતું તે ધર્મસભા વિસર્જિત થઈ.
મેઘના પ્રવજ્યા-સંક૯૫– ૩૩૪. ત્યારબાદ તે ધકુમારે શ્રમણ ભગવાન મહા
વીર પાસે ધર્મ શ્રવણ કરી, અવધારણ કરી, હૃષ્ટ-તુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org