________________
ધર્મકથાનુયોગ–જિતશત્રુ–સુબુદ્ધિ કથાનક: સૂત્ર ૨૪૧
થાવત્ પ્રરૂપણ કર્યું ત્યારે તે વાત પર આપને વિશ્વાસ ન પડ્યો. ત્યારે જ મારા મનમાં આ પ્રકારનો અધ્યવસાય યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે --“અહો જિતશત્રુ રાજા સત્ તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભૂત જિન ભગવાન દ્વારા ભાષિત ભાવ પર શ્રદ્ધા નથી કરતો, વિશ્વાસ નથી રાખત, સદ્ભાવ નથી રાખતો.
તો મારા માટે હવે એ શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત્ સ્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભુત જિનપ્રણીત ભાવો સમજાવીને પુદુગલોના પરિવર્તનના નિયમ મનાવરાવું, સ્વીકારાવું.” આમ વિચાર્યું, વિચારીને [પૂર્વવર્ણન મુજબ] યાવત્ જળગૃહના અધિકારીને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય! ભોજન સમયે નું આ ઉદકરત્ન જિતશત્રુ રાજાની પાસે લઈ જજે.” આ રીતે હે સ્વામિ! આ તે જ ખાઈનું પાણી છે.'
જિતશત્રુ દ્વારા જલશે ધન૨૩૯. ત્યાર બાદ જિતશત્રુ રાજાને સુબુદ્ધિના આ
કથન પર શ્રદ્ધા ન બેઠી, વિશ્વાસ ન બેઠો, પ્રતીતિ ન થઈ. આ વાતમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ કે રૂચિ ન કરતાં તેણે પોતાના અંતરંગમંડળના પુરુષોને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને બજારમાંથી નવા ઘડા અને કપડું લઈ આવો યાવતુ-જળશુદ્ધિકારક દ્રવ્યથી તેને શુદ્ધ કરી ભરી દો.' તેમણે રાજાની આજ્ઞા પ્રમાણે પૂર્વોક્ત વિધિ પ્રમાણે પાણીની શુદ્ધિ કરી ઘડા ભર્યા અને ભરીને રાજાની પાસે હાજર કર્યા.
જિતશત્રુની પૃચ્છી૨૪૦. ત્યાર પછી જિતશત્રુ રાજાએ તે ઉદકરત્ન
હાથમાં લઈ ચાખ્યું, ચાખીને તેને આસ્વાદનીય યાવત્ સર્વ ઇન્દ્રિયો અને શરીરને આલાદજનક જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્ય, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે સુબુદ્ધિ ! તેં આ સત્ તત્ત્વરૂપ, તથ્ય,
અવિતથ, સદ્ભુત ભાવો ક્યાંથી કોની પાસેથી) જાણ્યા?”
સુબુદ્ધિને ઉત્તર– ૨૪૧. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે
કહ્યુંહે સ્વામિ! મેં સત્ તત્ત્વરૂપ, તથ્ય, અતિથ, સદ્ભુત ભાવ જિન ભગવંતનાં વચનોથી જાગ્યા છે.'
ત્યાર પછી જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું તારી પાસેથી જિનવચન સાંભળવા ઇચ્છું છું.'
જિતશત્રુનું શ્રમણોપાસક થવું– ૨૪૨. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કેવલિ-પ્રણીત
ચાતુર્યામ રૂપ અદ્ભુત ધર્મ કહ્યો, જે કારણે જીવ કર્મબંધનમાં બંધાય છે અને મુક્ત થાય છે તે બધાં તત્ત્વ સમજાવ્યાં યાવ-પાંચ આશુત્રોનું સ્વરૂપ દર્શાવ્યું.
ત્યાર પછી સુબુદ્ધિ પાસેથી ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં અવધારણ કરી હૃષ્ટ-તુષ્ટ થઈને જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! હું નિર્ગથ પ્રવચનમાં શ્રદ્ધા ધરાવું છું યાવત્ જેમ તું કહે છે તે તેમ જ છે. આથી હું તારી પાસેથી પાંચ અણુવ્રતો અને સાતશિક્ષાબતો ગ્રહણ કરીને પાળવા માગું છું.
દેવાનુપ્રિય! આપને સુખ થાય તેમ કરે, વિલંબ ન કરો. સુિબુદ્ધિએ જવાબ આપ્યો.]
ત્યાર બાદ જિતશત્રુએ સુબુદ્ધિ પાસેથી પાંચ અણુવ્રત વાવનું બાર પ્રકારનો (બાર વ્રતવાળો) શ્રાવક ધર્મ સ્વીકાર્યો.
ત્યાર પછી જિતશત્રુ શ્રમણોપાસક-શ્રાવક બન્યા –જીવઅજીવ તત્ત્વોને શાતા બન્યા થાવત્ શ્રમણ-શ્રમણીઓને આહાર આદિથી પ્રનિલાભ દેતો રહેવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org