________________
ધર્મકથાનુયોગ-આર્દકને અન્ય તીથિક સાથે વાદ : સૂત્ર ૨૭૮
જે ભિક્ષુ થઈને પણ સચિત્ત વનસ્પતિ, કાચું પાણી, આધાકર્મ આદિનું સેવન કરે અને જીવન રક્ષણ માટે ભિક્ષાવૃત્તિ કરે છે, તે પોતાની જ્ઞાતિને છોડે છે પણ કર્મને નાશ નથી કરી શકતો.” (૧૦) પ્રાવાદુકોની પરસ્પર નિંદાને ગોશાલકને
આક્ષેપ૨૭૮. ‘હે આદ્રક! તું આવા પ્રકારનાં વચને
બોલીને સઘળા પ્રાવાદુકની નિંદા કરે છે. પાવાદુકગણ અલગ અલગ પોતાના સિદ્ધાંતો દર્શાવતા પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે.” (૧૧) આદ્રકનો ઉત્તર–
તે શ્રમણો અને બ્રાહ્મણે અન્ય એકબીજાની નિંદા કરે છે અને પોતપોતાના દર્શનની પ્રશંસા કરે છે, તેઓ પોતાના દર્શનમાં બતાવેલી ક્રિયાના અનુષ્ઠાનથી પુણ્યપ્રાપ્તિ અને પરદર્શનમાં કહેલી ક્રિયાનું અનુષ્ઠાન કરવાથી પુણ્યપ્રાપ્તિ નથી થતી એમ દર્શાવે છે. આથી હું તેમની તે એકાંત દષ્ટિની નિંદા કરું છું, બીજી કોઈ નિંદા નથી કરતા. (૧૨)
અમે કોઈના રૂપ કે વેશની નિંદા નથી કરતા, પરંતુ સ્વદર્શનના માર્ગનો પ્રકાશ પાડીએ છીએ. એ માર્ગ સરળ અને સર્વોત્તમ છે. અને આર્ય સમ્પરુષે દ્વારા તેને અનુત્તર કહેવામાં આવ્યો છે. (૧૩)
ઊર્ધ્વ, અર્ધા અને તિર્યફ દિશાઓમાં રહેનારા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, તે પ્રાણીઓની હિંસા પ્રત્યે ધૃણા કરનારા સંયમી પુરુષે આ લેકમાં કોઈની નિંદા નથી કરતા. (૧૪) મેધાવી પુરુષના પ્રશ્નોના ભયથી મહાવીર આરામગૃહમાં નથી ઊતરતા–એવો ગોશાલકને
અક્ષય૨૭૯. તમારા શ્રમણ મહાવીર બીકના માર્યા જ્યાં
અનેક આગંતુક લેકો ઊતરે છે એવી ધર્મશાળા કે આરામગૃહમાં ઊતરતા નથી. કારણકે
તે એમ વિચારે છે કે એવાં સ્થાનોમાં કઈ ન્યૂન તે કોઈ અધિક વક્તા કે મૌની એવા મનુષ્યો આવી રહેલા હોય છે. (૧૫)
કોઈ મેધાવી, કોઈ શિક્ષિત, કોઈ બુદ્ધિમંત તો કોઈ સૂત્ર અને અર્થમાં નિપુણ એવા મનુષ્યો ત્યાં આવતા જ હોય છે અને રખેને કોઈ પ્રશ્ન પૂછી બેસે એ બીકે શ્રમણ મહાવીર ત્યાં નથી જતા. (૧૬) આદ્રકને ઉત્તર–
તેઓ-શ્રમણ ભગવાન મહાવીર પ્રોજન વિના કોઈ કાર્ય કરતા નથી અને બાળકની
જેમ વિના વિચાર્યું કોઈ કાર્ય કરતા નથી. વળી રાજભયથી પણ તેઓ ધર્મોપદેશ નથી કરતા તો પછી બીજા ભયની તો વાત જ શું ? ભગવાન પ્રશ્નનો ઉત્તર આપે છે અને નથી પણ આપતા–તેઓ તો તીર્થકરના કર્મને કારણે આર્યપુરુષને ધર્મોપદેશ આપે છે. (૧૭)
તેઓ સર્વજ્ઞ ભગવાન સાંભળનાર પાસે જઈને અથવા ન જઈને સમાનભાવે જ ધર્મોપદેશ આપે છે, પરંતુ અનાર્ય લોકો દર્શનભ્રષ્ટ હોય છે. આ આશંકાને કારણે ભગવાન તેમની પાસે જતા નથી. (૧૮) મહાવીર વણિક સમાન છે એ શાલકને આક્ષેપ
જેમ લાભાર્થી વણિક-વ્યાપારી મહાજનોનો સંગ લાભ માટે કરે છે, એ જ ઉપમા શાતપુત્ર શ્રમણ મહાવીરને લાગુ પડે છે–એમ મારી મતિ કહે છે. (૧૯) આદ્રકને ઉત્તર
શ્રમણ ભગવાન મહાવીર નવાં કર્મો કરતા નથી, પરંતુ જૂનાં કર્મોનો ક્ષય કરે છે, કેમકે તેઓ પોતે જ કહે છે કે પ્રાણી કુમતિને ત્યજીને
જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારનું મેક્ષવ્રત કહેવાયું છે અને ભગવાન તે જ મોક્ષના લાભાથી છે–તેમ હું કહું છું. (૨૦).
વણિક તે પ્રાણીહિંસા કરે છે, પરિગ્રહ પર પણ મમત્વ રાખે છે અને જ્ઞાતિજનોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org