________________
૧૦૨
।
ત્યારે અભયકુમાર જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યા, આવીને રાજા શ્રાણિકને તેણે હતસંકલ્પ યાવત્ ચિંતાગ્રસ્ત જોયા, જોઈને તેના મનમાં આવેા વિચાર, મનાવિકલ્પ પેદા થયા – કયારેય પણ શ્રેણિક રાજા મને આવતા જુએ છે ત્યારે આદર કરે છે, બાલાવે છે, માન દે છે, ઇષ્ટ વચનાથી વાર્તાલાપ કરે છે, પાતાના આસને બેસવા નિમંત્રે છે, મસ્તક સૂધે છે—જયારે આજ તા શ્રેણિક રાજા નથી મને બાલાવતા, નથી સત્કાર કરતા, નથી વાર્તાલાપ કરતા, નથી અર્ધ આસને બેસવાનુ નિમંત્રણ આપતા, નથી મારું મસ્તક સૂંધી પ્રેમ દર્શાવતા. પરંતુ સંકલ્પ વિકલ્પમાં પડેલા યાવત્ ચિંતાગ્રસ્ત જણાય છે. તા જરૂર કંઇ કારણ હોવુ જોઈએ. તા મારા માટે એ શ્રેયસ્કર છે કે શ્રેણિક રાજાને એ વાત પૂછુ.’ આમ તેણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં શ્રેણિક રાજા બેઠા હતા ત્યાં ગયા, જઈને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી જય વિજય શબ્દોથી તેમને વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું
‘હે તાત ! કોઈ પણ સમયે આપ મને આવતા જોઈ મને બાલાવા છો, મારો આદર કરો છો, વાર્તાલાપ કરો છે, અર્ધ-આસને બેસવા કહો છો, મસ્તક સૂધા છે. પરંતુ હે તાત ! આજ આપ મને નથી બાલાવતા યાવત્ નથી મસ્તક સૂંધતા કે નથી આસનનું કહેતા, કંઈક હતસંકલ્પ યાવત્ ચિંતાગ્રસ્ત આપ જણાએ છો. તેા હે તાત ! જરૂર એમાં કંઈ કારણ હોવું જોઈએ. તે એ કારણ મારાથી છુપાવ્યા વિના, શંકા રાખ્યા વિના, જુદી રીતે દર્શાવ્યા વિના, દબાવ્યા વિના, જેમ હોય તેમ જ સ્પષ્ટ સાચેસાચુ' મને કહો. તે હે તાત ! હું તે કારણ દૂર કરવા પ્રયત્ન કરુ.’ કોણિક રાજાનુ ચિંતાકારણ–નિવેદન — ૩૧૦. ત્યાર પછી અભયકુમારના આમ કહેવાથી શ્રેણિક રાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું –
Jain Education International
ધ કથાનુયાગ——મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧ર
વાત એમ છે હે પુત્ર ! કે તારી નાની માતા ધારિણીદેવીને સગર્ભાવસ્થાના બે માસ વીત્યા પછી ત્રીજો માસ ચાલે છે તેમાં દાહદ કાળમાં તેને આવા પ્રકારના દોહદ ઉત્પન્ન થયા કે – “તે માતાએ ધન્ય છે આદિ પૂર્વકત કથન યાવતું વૈભારગિરિની તળેટીમાં ચારે બાજુ ભ્રમણ કરતી કરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે. હું પણ એવા પ્રકારના મેધાના આગમનકાળે યાવત્ દોહદ પૂર્ણ કરુ.”
તે હે પુત્ર! હું ધારિણી દેવીના આવા અકાળદોહદના કારણ, ઉપાય યાવત્ પૂર્તિના ઉપાયને ન જાણી શકવાથી સંકલ્પ-વિકલ્પમાં યાવત્ આ ધ્યાનમાં ડૂબ્યા છું. આથી હે પુત્ર મેં તને આવેલા જાણ્યા નહીં. તે હે પુત્ર! હું આ કારણથી હતસંકલ્પ યાવત્ ચિંતાગ્રસ્ત છુ.’
અભય દ્વારા આશ્વાસન -
૩૧૧, ત્યાર બાદ તે અભયકુમાર શ્રેણિક રાજાની આ
વાત સાંભળીને અને સમજીને હુષ્ટ, તુષ્ટ અને આનંદિત મનવાળા યાવત્ હવશ વિકસિત હૃદયવાળા બન્યા અને શ્રેણિક રાજાને આમ કહેવા લાગ્યા—
‘ હું તાત ! આપ હતસંકલ્પ યાવતુ ચિંતામગ્ન ન થાઓ. હું અવા ઉપાય કરીશ કે જેથી મારી નાની માતા ધારિણીદેવીને આ પ્રકારના અકાળદોહદનો મનારથ પરિપૂર્ણ થશે,’ આ રીતે કહી શ્રેણિક રાજાને ઇષ્ટ...પ્રિય વચનાથી આશ્વાસન આપ્યુ.
ત્યાર પછી તે શ્રેણિક રાજા અભયકુમારના આવા વચનથી સૃષ્ટ, તુષ્ટ અને આનંદિત મનવાળા યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળેા બન્યા અને તેણે અભયકુમારના આદરસત્કાર કર્યો, સત્કાર-સન્માન કરી વિદાય આપી.
અભય દ્વારા દેવારાધન
૩૧૨. ત્યાર બાદ સત્કાર અને સન્માન મેળવીને શ્રેણિક રાજા પાસેથી નીકળી તે અભયકુમાર
For Private Personal Use Only
www.jainelibrary.org