________________
ધર્મકથાનગ–આકને અન્ય તીર્થિકો સાથે વાદ: સૂત્ર ૨૭૫
૮૭
“પહેલાં, અત્યારે અને ભવિષ્યમાં શ્રમણ ભગવાન મહાવીર તો સર્વદા એકાંતનો
અનુભવ કરે છે. (૩) [ કઈ રીતે? તે સમજાવે છે–]
હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવપ્રભાવને આ પ્રમાણે લબ્ધ, પ્રાપ્ત, પૂર્ણ રૂપથી મેળવેલ છે. ઈશાનેન્દ્રની સ્થિતિ અને મહાવિદેહ ક્ષેત્ર
માં સિદ્ધિ૨૭૫. “હે ભગવન! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની સ્થિતિ કેટલા કાળ સુધી કહી છે?
“હે ગૌતમ ! તેની સ્થિતિ બે સાગરોપમ કરતાં કાંઈક અધિક કહી છે.'
હે ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ ઈશાન પોતાના આયુષ્યને ભવક્ષય, સ્થિતિ ક્ષય થયા પછી તે દેવલોકથી એવીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?”
હે ગૌતમ ! તે મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુ:ખોનો અંત કરશે.”
૧૮. આદ્રકનો અન્ય તીર્થકો સાથે વાદ મહાવીર-ચર્યાને અનુલક્ષીને ગોશાલકને આક્ષેપ૨૭૬. “હે આદ્રક ! શ્રમણ મહાવીરને પૂર્વવૃત્તાંત
આવે છે. સાંભળ, તે પહેલાં એકલવિહારી હતા, પરંતુ હવે તે અનેક ભિક્ષુઓને સાથે લઈને આડંબરપૂર્વક ધર્મોપદેશ કરે છે. (૧)
તે ચંચલ ચિત્તવાળા મહાવીરે હવે આ આજીવિકા ઊભી કરી છે કે સભામાં જઈને અનેક ભિક્ષુઓ સાથે રહીને લોકહિત માટે ધર્મને ઉપદેશ કરે છે. આ વ્યવહાર તેમના પહેલાંના વ્યવહાર સાથે મેળ ખાતો નથી. (૨)
આ રીતે કાં તો તેમને પહેલાંનો એકાન્તવાસ સારો હોઈ શકે, અથવા આ સમયનું અનેક લોકો વચ્ચે રહેવું સારું હોઈ શકે. પરંતુ બન્ને વસ્તુ સારી હોઈ શકે નહીં, કારણ બને વાતમાં પરસ્પર સંગતિ નથી.” [ પ્રત્યુત્તરમાં આદ્રક કહે છે–]
આદ્રકને ઉત્તર
શ્રમણ ભગવાન મહાવીર તો ત્રસ અને સ્થાવર જીવોનાં કલ્યાણ માટે હજારો જીવોની મધ્ય ધર્મ કથન કરવા છતાં એકાંતનો અનુભવ કરે છે, કારણ કે તેમની ચિત્તવૃત્તિ તદનુરૂપ જ રહે છે. (૪)
ધર્મનો ઉપદેશ કરતાં તેમને દોષ નથી લાગતા કારણ કે તેઓ સમસ્ત પરીષહોને સહન કરનાર, મનને વશ કરનાર, અને જિતેન્દ્રિય છે. આથી ભાષાના દોષોથી રહિત છે, અને ભાષાનું સેવન એ તેમને માટે ગુણ બની જાય છે. (૫)
કર્મોથી અલિપ્ત તેઓ પાંચ મહાવ્રતો અને પાંચ અણુવ્રતો તથા પાંચ આરવ અને પાંચ સંવરનો ઉપદેશ આપે છે. અને પૂર્ણ સાધુપણામાં વિરતિની શિક્ષા તેઓ આપે છે – એમ હું કહું છું. (૬) શતદકાદિ સેવન કર્તાને પાપ નથી –
ગોશાલકનો મત – ૨૭૭. કાચું પાણી, બીજ કાય (સચિત્ત કાચી વન
સ્પતિ), આધાકર્મ તથા સ્રોસેવન કરતો છતો કોઈ એકાંતવિહારી રહે તો તેવા તપસ્વીને અમારા ધર્મ મુજબ પાપ નથી લાગતું. (૭) આદ્રકનો ઉત્તર
કાચું પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરનાર ગૃહસ્થ ગણાય, શ્રમણ નહીં. (૮)
જો બીજકાય, કાચું પાણી, આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરનારને પણ શ્રમણ માનવામાં આવે તો ગૃહસ્થને પણ શ્રમણ કેમ ન માની શકાય? કેમ કે તે પણ પૂર્વોક્ત વસ્તુઓનું સેવન કરે છે. (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org