________________
ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ : સુત્ર ૨૯૭
અને રત્નોથી જેનો ભૂમિભાગ જડિત છે તેવા રમણીય સ્નાનમંડપમાં વિવિધ મણિરત્નથી વિભૂધિત નાનપીઠ પર સુખપૂર્વક બેસીને શુભ જળથી, સુગંધિત જળથી, પુષ્પમિશ્રિત જળથી અને શુદ્ધ જળથી વારંવાર કલ્યાણકારી અને ઉત્તમ સ્નાનવિધિથી તેણ સ્નાન કર્યું , પછી અનેક પ્રકારના સેંકડો કૌતુક (ટુચકા) કરવામાં આવ્યા, પછી પક્ષીઓની પાંખ જેવા સુકોમળ, સુગંધી અને કષાય રંગે રંગેલા વસ્ત્રથી શરીરને લૂછયું, પછી બહુમૂલ્ય શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા. પહેરીને ચન્દ્ર સમાન પ્રિયદર્શી નરપતિ શ્રેણિક સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં રાજસભા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશામાં મુખ રાખી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો.
ત્યાર પછી તે શ્રેણિક રાજાએ પોતાનાથી અતિ દૂર નહી કે અતિ નિકટ નહીં એમ ઉત્તર પૂર્વ દિશામાં (ઇશાનકોણમાં) શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અને સરસવથી જેમાં માંગલિક ઉપચાર અને શાંતિકર્મ કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસનો રખાવ્યાં, રખાવીને વિવિધ મણિ-રત્નથી સુશોભિત... મધ્ય ધારિણી દેવી માટે અતિશય સુકોમળ ભદ્રાસન મુકાવ્યું, મુકાવીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! અષ્ટાંગ મહાનિમિત્ત(જયોતિષ)ના મૂત્ર અને અર્થ જાણનાર તથા વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્નપાઠકોને તરત જ બોલાવો, બોલાવીને આ આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો'
ત્યાર બાદ તે કૌટુંબિક પુરુ શ્રેણિક રાજાની આ આજ્ઞા સાંભળી હુષ્ટ, તુષ્ટ આનંદિત હૃદયવાળા યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હદયવાળા બન્યા અને બન્ને હાથ જોડી, દસે નખ એકઠા કરી, મસ્તક પાસે લઈ જઈ અંજલિ કરી “હે દેવ ! જેવી આપની આશા' એમ કહી વિનયપૂર્વક આશાનો સ્વીકાર કર્યો, ૧૩.
રવીકાર કરી શ્રેણિક રાજા પાસેથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને
જ્યાં સ્વન-પાઠકનાં ઘર હતાં ત્યાં પહોંચ્યા, જઈને, અપાઠકોને બોલાવ્યા.
શ્રેણિક દ્વારા સ્વપ્નફળ-પૃછા– ૨૯૮. ત્યાર પછી શ્રેણિક રાજાના કૌટુંબિક પુરુષે દ્વારા
બોલાવવામાં આવ્યા એટલે તે સ્વપ્ન પાઠક હૃષ્ટ-તુષ્ટ આનંદિત હૃદયવાળા યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા બન્યા, તેમણે સ્નાન કર્યું, બલિકમ પૂજન કર્યું...પોતપોતાના ઘરેથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ થઈને જયાં શ્રેણિક રાજાના મુખ્ય ભવનનાં દ્વાર હતાં ત્યાં આવ્યા, ત્યાં આવી બધા એકત્ર થયા, એકત્ર થઈ શ્રેણિક રાજાના શ્રેષ્ઠ ભવનના દ્વારમાંથી અંદર પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં રાજસભા હતી, જયાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યા, આવીને જયવિજય શબ્દોથી શ્રેણિક રાજાને વધાવ્યો, શ્રેણિક રાજાએ તેમનું અર્ચન, વંદન, પૂજા, માન, સરકાર, સન્માન કરી બધાને પહેલાં મૂકવેલાં આસનો પર બેસાડયા.
ત્યાર બાદ તે શ્રેણિક રાજાએ પડદાની અંદર ધારિણી દેવીને બેસાડી, બેસાડીને પછી હાથમાં ફૂલ ફળ લઈ અત્યંત વિનયપૂર્વક તે સ્વપ્નપાઠકોને આ પ્રમાણે પૂછયું–
હે દેવાનુપ્રિયા ! આજે આવા પ્રકારની શૈયામાં સુતેલી ધારિણી દેવીયાવનું મહાસ્વપ્ન જોઈને જાગી છે. તો હે દેવાનુપ્રિયો ! આ ઉદાર યાવતું સીક (શ્રીયુક્ત) મહાસ્વપ્નનું શું કલ્યાણકારી ફળ મળશે ?”
સ્વપ્નફળ કથન૨૯૯, ત્યારબાદ તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજાની આ
વાત સાંભળીને અને અવધારીને હૃષ્ટ, તુષ્ટ આનંદિત ચિત્તવાળા યાવતુ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા બન્યા અને તે સ્વપ્નનું સમ્યપણે અવગ્રહણ કર્યું, અવગ્રહણ કરી ઇહા (વિચારણા) કરી. ઈહા કર્યા પછી પરસ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org