________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨ ૦
વિચારવિમર્શ કર્યો, વિચારવિમર્શ કરીને તે સ્વપ્નનો પોતાની રીતે અર્થ કર્યો, અન્યોન્યને અર્થ પૂછયો, એક બીજાનો અભિપ્રાય લીધો, બીજાના અભિપ્રાય પર વિશેષ વિચાર કર્યો, અને અર્થનો નિશ્ચય કર્યો, ત્યાર બાદ શ્રેણિક રાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રનો વારંવાર ઉચ્ચાર કરતાં કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા –
હે સ્વામિ! ધારિણી દેવીએ આવા મહાસ્વનોમાંથી એક મહાસ્વપ્ન જોયું છે. સ્વામિ ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે – યાવત્ – સ્વામિ ! ધારિણી દેવીએ આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુ, કલ્યાણ અને મંગળદાયક સ્વપ્ન જોયું છે. એનાથી આપને અર્થલાભ થશે, હે સ્વામિ ! પુત્રલાભ થશે. સ્વામિ! રાજયલાભ થશે, સ્વામિ ! ભોગલાભ થશે, સ્વામિ! સુખલાભ થશે, સ્વામિ ! આ પ્રકારે ધારિણી દેવી નવ મહિના પૂરા થયે યાવત્ પુત્રને જન્મ આપશે. તે પુત્ર પણ બાલભાવ છોડી પરિપકવ બુદ્ધિવાળા યુવાન બની શૂરવીર અને પરાક્રમી બનશે તથા વિસ્તીર્ણ અને વિપુલ સેના–વાહન આદિનો
સ્વામી થશે. રાજયાધિપતિ રાજા બનશે અથવા પોતાના આત્માને ભાવિત કરનાર અનગાર
હે દેવાનુપ્રિયે ! જે તમે કહો છો તે તેમ જ છે.” આમ કહી તેણે તેમના સ્વપ્નફળકથનનો સમ્પર્ક સ્વીકાર કર્યો, સ્વીકાર કરી તે સ્વપ્નપાઠકોનો વિપુલ અશન, પાન, ખાદ્ય સ્વાદ્ય અને વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારો વડે સત્કાર કર્યો, સત્કાર સન્માન કરી જીવિકા માટે યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું અને પ્રીતિદાન આપી તેમને વિદાય આપી.
શ્રેણિક દ્વારા સ્વપ્ન-પ્રશંસા – ૩૦૧. ત્યાર બાદ તે શ્રેણિક રાજા સિંહાસનથી ઊડ્યો,
ઊઠીને જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવ્યો, આવીને ધારિણી દેવીને આમ કહેવા લાગ્યહે દેવાનુપ્રિયે!...આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ધાયુદાયક, કલ્યાણકારી અને મંગળકારી સ્વપ્ન જોયું છે.’ આમ કહી વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યું.
ધારિણીના દેહદ – ૩૦૨. ત્યાર બાદ શ્રેણિક રાજાની આવી વાત સાંભળી
અને અવધારી ધારિણી દેવી હષ્ટ, તુષ્ટ, આનંદિત મનવાળી યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી બની અને તે સ્વપ્નને સારી રીતે સ્વીકારી જ્યાં પોતાનું નિવાસગૃહ હતું ત્યાં આવી, આવીને સ્નાન કર્યું, બલિકર્મ અને પૂજન કર્યું, કૌતુક મંગળક્રિયા કરી પછી વિપુલ ભોગે ભગવતી રહેવા લાગી.
ત્યાર બાદ બે માસ વીતી ગયા અને જ્યારે ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે ધારિણીદેવીના તે ગર્ભાના દેહદકાળમાં આ આવા પ્રકારનાં અકાળમેઘનો દોહદ ઉત્પન્ન થયો
તે માતાએ ધન્ય છે, તે માતાઓ પુન્યશાળી છે, તે માતાએ કૃતાર્થ છે, તે માતાઓએ પુણ્યોપાર્જન કર્યું છે, તે માતાઓ કૂતલક્ષણ છે, તે માતાઓ સફળ વૈભવવાળી છે, તે માતાને મનુષ્ય જન્મ અને જીવન સફળ છે કે જે માતાઓ અગ્નિમાં તપાવેલી અને શુદ્ધ કરેલી ચાંદીની પાટ જેવા, અંક
થશે.
આથી હે સ્વામિ ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે યાવત્ હે સ્વામિ! ધારિણી દેવીએ આરોગ્યકારક, તુષ્ટિકારક, દીર્ધાયુકારક, કલ્યાણકારક અને મંગળકારક સ્વપ્ન જોયું છે.' આમ કહી તે સ્વપ્નપાઠકો વારંવાર તે સ્વપ્નની પ્રશંસા કરવા લાગ્યા.
સ્વપ્ન પાઠકોને વિદાય – ૩૦૦. ત્યાર બાદ તે શ્રેણિક રાજા ને સ્વપ્ન પાઠકોની
પાસેથી આવી વાત સાંભળી અને હૃદયમાં ધારણ કરી હૃષ્ટ, તુષ્ટ, આનંદિત ચિત્તવાળો થાવત્ હર્ષાતિરેકથી વિકસિત હદયવાળો બન્યો અને બે હાથ જોડી મસ્તકે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org