________________
ધર્મકથાનુયોગ–આદ્ર કને અન્ય તીર્થિકો સાથે વાદ : સૂત્ર ૨૮૦
૮૯
સંબંધ છેડયા વિના લાભાર્થે જ બીજાઓનો સંગ કરે છે. (૨૧).
વણિક તો ધનની શોધ કરનારા અને મૈથુનમાં ગાઢ આસક્ત હોય છે. ભોજન માટે અહીં તહી તે ઘુમે છે. આથી અમે તો વણિકને કામાસક્ત, પ્રેમરસગૃદ્ધ અનાર્યો જ કહીએ છીએ. (૨૨)
વણિકો આરંભ–પરિગ્રહને છોડતા નથી, પરંતુ તેમાં અત્યંત ડૂખ્યા રહે છે અને આત્માને દંડ દેનારા હોય છે. તેમનો ઉદય, જેને તમે ઉદય કહે છે તે વસ્તુત: ઉદય નહીં પરંતુ ચતુર્ગનિરૂપ સંસાર અને દુ:ખનું કારણ છે અને તેને કદી અંત થતો નથી. (૨૩).
વણિકને જે ઉદય થાય છે તે એકાંત અને આત્યંતિક નથી હોતો. એમ વિદ્વાન કહે છે. અને એ ઉદયમાં કોઈ ગુણ નથી. પરંતુ ભગવાનને જે ઉદય પ્રાપ્ત થયો છે તે આદિ અનંત છે. તેઓ બીજાઓને પણ આ ઉદય પ્રાપ્ત થાય તે માટેનો ઉપદેશ આપનારા ત્રાતા અને શાની છે. (૨૪)
ભગવાન અહિંસક છે, સર્વ પ્રાણીઓ પ્રતિ અનુકંપાવાળા છે. તેઓ સદૈવ ધર્મમાં સ્થિત છે અને કર્મના વિવેકના કારણ છે.
એવા તે ભગવાનને તારા જેવા આત્માને દંડનાર જ વણિક સમાન કહે. એમ કહેવું તારા અજ્ઞાનને અનુરૂપ જ છે. (૧૫) બુદ્ધ ભિક્ષુઓના હિંસા-અહિંસાવિષયક
મતનું નિવેદન૨૮૦. “કોઈ પુરુષ ખાળના પિંડાને પણ “આ પુરુષ
છે એમ માની શૂળથી વીંધીને પકાવે અથવા તુંબડાને પણ “આ બાળક છે એમ માની પકાવે તે અમારા મતે તે પ્રાણીવધ કરવાના પાપથી લેપાય છે. (૨૬)
અથવા તે મ્લેચ્છ પુરુષ જો મનુષ્યને ખોળ સમજીને શૂળીથી વીંધીને પકાવે અથવા બાળકને તુંબડું સમજીને પકાવે તો તે પ્રાણી
વધના પાપથી લેવાતો નથી તેવો અમારો મત છે. (૨૭)
કોઈ પુરુષ મનુષ્યને અથવા બાળકને ખોળને પિંડ સમજીને તેને શુળમાં વીંધી આગમાં પકાવે તો તે પવિત્ર છે તથા બુદ્ધના પારણાને યોગ્ય છે. (૨૮)
જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે, તે “મહાન પુણ્ય પ્રાપ્ત કરી મહાપરાક્રમી આરોપ્ય નામે દેવ બને છે.” (૨૯) આદ્રકને ઉત્તર
આ શાક્ય (બૌદ્ધ)મત સંયમી સાધુ પુરુષને યોગ્ય નથી. કેમકે પ્રાણીઓનો ઘાત કરીને તેને પાપનો અભાવ છે એમ જે કહે છે અને જે સાંભળે છે તે બન્ને માટે અજ્ઞાનવર્ધક છે અને ખરાબ છે. (૩૦)
ઉપર, નીચે અને તિરછી દિશામાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓના અસ્તિત્વનાં ચિહ્નો જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરુષ હિંસાની ધૃણા કરતે, વિચારપૂર્વક બોલે અને કાર્ય કરે છે તેને દોષ કેવી રીતે લાગે ? (૩૧)
ખોળના પિંડમાં પુરુષબુદ્ધિ મૂર્ખને પણ નથી, તે જે પુરુષ ઓળના પિંડમાં પુરુષબુદ્ધિ અથવા પુરુષમાં ખોળનો પિંડ હોવાની બુદ્ધિ કરે તે અનાર્ય છે. ખોળના પિંડમાં પુરુષબુદ્ધિ હોવાનું સંભવિત નથી, આથી એવું વાક્ય બોલવું તે પણ અસત્ય છે. (૩૨)
જે વચન બોલવાથી જીવને પાપ લાગે છે તે વચન વિવેકી પુરુષે કયારેય ન બોલવું જોઈએ. તમારાં પૂર્વોક્ત વચનો ગુણવાળાં વચનો નથી. આથી દીક્ષા ધારણ કરનાર પુરુષે આવાં સારહીન વચનો ન બોલવાં જોઈએ.
અહો બૌદ્ધો ! લાગે છે કે તમે જ પદાર્થોનું જ્ઞાન મેળવ્યું છે, તમે જ જીવોના કર્મફળનો વિચાર કર્યો છે, તમારો જ યશ પૂર્વસમુદ્રથી લઈને પશ્ચિમ-સમુદ્ર સુધી પ્રસર્યો છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org