________________
ધર્મકથાનુગ-આર્દકને અન્ય તીર્થિકો સાથે વાદઃ સૂત્ર ૨૮૨
તમે જ જગાને હસ્તામલકવત્ જોઈ લીધું છે! (૩૪)
નિર્ગથ મતાનુયાયી તો જીવની પીડાને સારી રીતે સમજીને શુદ્ધ અન્નનો જ આહાર કરે છે અને કપટથી આજીવિકા મેળવવા માટે માયાવી વચનો બોલતા નથી. આ તો સંયમી પુરુષોનો જ ધર્મ છે. (૩૫)
જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષને પ્રતિદિન ભોજન કરાવે છે તે અસંયમી અને રુધિરરંગ્યા હાથવાળો પુરુષ આ જ લોકમાં નિંદા પામે છે. (૩૬)
આ બૌદ્ધ મતને માનનારા પુરુષ મોટા બકરાને મારીને તેના માંસને બૌદ્ધ ભિક્ષુઓના ભોજન માટે તેલ, મીઠું, મસાલા આદિથી વધારી સુસ્વાદુ ભોજન બનાવે છે. (૩૭)
અનાર્યોનું કાર્ય કરનાર, અજ્ઞાની રસલુબ્ધ એવા બૌદ્ધ ભિક્ષુઓ એમ કહે છે કે ઘણું માંસ ખાવા છતાં પણ અમે પાપથી ખરડાતા નથી. (૩૮).
પરંતુ જે લોકો પૂર્વોક્ત પ્રકારે નિષ્પન્ન માંસનું ભક્ષણ કરે છે તે અજ્ઞાનીઓ પાપનું સેવન કરે છે. આથી જે કુશળ (જ્ઞાની) પુરુષ છે તે માંસ ખાવાની ઇચ્છા પણ નથી કરતા તથા માંસ ભક્ષણમાં દોષ નથી તેવું કથન પણ મિથ્યા છે. (૩૮)
બધાં પ્રાણીઓ પર દયા કરવા તથા સાવદ્ય દોષનો ત્યાગ કરનારા અને સાવધાની આશંકા કરનાર ભગવાન મહાવીરના શિષ્ય ઋષિઓ ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ કરે છે. (૪૦).
પ્રાણીઓની હિંસાની આશંકાથી સાવદ્ય અનુષ્ઠાનથી દૂર રહેનારા સાધુ પુરુષ પ્રાણીઓને દંડ આપવાનું ત્યજી સદોષ આહાર લેતા નથી. જિનશાસનમાં સાધુઓનો આવો ધર્મ છે. (૪૧)
આ નિગ્રંથ ધર્મમાં સ્થિત પુરુષે પૂર્વોક્ત સમાધિ પ્રાપ્ત કરીને તથા તેમાં સારી રીતે સ્થિર થઈને માયારહિત બની સંયમનું
અનુષ્ઠાન કરવું જોઈએ. આવા ધર્માચરણના પ્રભાવે પદાર્થોના જ્ઞાનને પ્રાપ્ત કરનાર ત્રિકાળવેદી તથા શીલ-ગુણયુક્ત પુરુષ પ્રશંસા પ્રાપ્ત કરે છે. (૪૨). નાન-ભેજન દ્વારા પુષ્યાજનને વેદવાદી
એને મત– ૨૮૧. જે પુરુષ બે હજાર સ્નાતક બ્રાહ્મણોને પ્રતિદિન
ભોજન કરાવે છે, તે મહાન પુણ્યપુંજ ઉપાર્જિત કરીને દેવ બને છે–એવું વૈદનું વચન છે. (૪૩). આકને ઉત્તર
ક્ષત્રિય આદિ કુળોમાં ભોજન માટે ધૂમનારા બે હજાર સ્નાતક બ્રાહ્મણોને જે પ્રતિદિન ભોજન કરાવે છે, તે પુરુષ માંસલ ૭૫ પક્ષીઓથી પરિપૂર્ણ નરકમાં જાય છે અને ત્યાં ભયંકર પરિતાપ સહન કરતો તે નિવાસ કરે છે. (૪૪)
દયા પ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનાર જે રાજા એક પણ શીલરહિત બ્રાહ્મણને ભોજન કરાવે છે તે અંતકાળે અંધકારયુક્ત નરકમાં જાય છે. (૪૫) સાંખ્ય પરિવ્રાજકને અવ્યક્તરૂપ પુરુષ
વિષયક મત– ૨૮૨. અમે અને તમે બને ધર્મમાં પ્રવન છીએ.
આપણે ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આપણા બન્નેના મતમાં આચારશીલ પુરુષને જ્ઞાની કહેવામાં આવે છે. અને આપણા બન્નેના મનમાં સંસારના સ્વરૂપ વિષયે પણ કોઈ ભેદ નથી. (૪૬)
આ પુરુષ [ જીવાત્મા] અવ્યક્ત, વ્યાપક, સનાતન, અક્ષય, અવ્યય છે અને બધાં ભૂત-પ્રાણીઓમાં સંપૂર્ણપણે રહે છે જેવી રીતે ચંદ્ર સંપૂર્ણ તારાઓ સાથે સંપૂર્ણરૂપી છે. (૪૭) આદ્રકને ઉત્તર
હે સાંખ્યો ! આ રીતે તમારા અને અમારા મતની એકતા ન થઈ શકે. કેમકે તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org