________________
૮૪
ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં અતિમુક્તકકુમાર શ્રમણ/અલક્ષ્ય રાજા/મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૨૯૧.
સહયોગ આપ્યો અને આહાર-પાણી આદિથી તેની વૈયાવૃન્યસેવા કરી.
તેમણે બહુ જ વર્ષો સુધી શ્રમણ્ય-પર્યાયનું પાલન કર્યું, ગુણરત્ન તપ કર્મચાવ-વિપુલાચલ પર સિદ્ધ થયા.
જોયું–તેને જોયા પછી તે ખાબોચિયા ફરતી એક માટીની પાળ બાંધી અને ‘આ મારી નાવ છે, આ મારી નાવ છે એ પ્રમાણે નાવિકની પેઠે પોતાના પાત્રને નાવરૂપ કરી–પાણીમાં નાખી તે કુમાર શ્રમણ પાણીમાં તરાવવા લાગ્યા. એ રીતે તે, રમત રમે છે. એ પ્રવૃત્તિને સ્થવિરોએ જોઈ. અને જોયા પછી તેઓએ જે તરફ શ્રી મહાવીર સ્વામી છે તે તરફ આવીને આ પ્રમાણે કહ્યું કે
“હે દેવાનુપ્રિય ભગવન્! આપનો અતિમુક્તક નામનો કુમાર શ્રમણ આપનો શિષ્ય છે. તો હે ભગવન ! તે અતિમુક્તક કુમાર શ્રમણ કેટલા ભવ કર્યા પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. પરિનિર્વાણ પ્રાપ્ત કરશે, સર્વ
દુ:ખોનો નાશ કરશે ?” ૨૮૯. “હે આર્યો!” આ પ્રમાણે સંબોધ કરીને શ્રમણ
ભગવાન મહાવીરે સ્થવિરેને આ પ્રમાણે કહ્યું
“હે આર્યો! સ્વભાવે ભદ્ર–ચાવતુ-વિનયી એવો મારો શિષ્ય અતિમુક્તક નામનો કુમાર શ્રમણ આ ભવ પૂરો કરીને જ સિદ્ધ થશે થાવતુ–સર્વ દુ:ખોનો નાશ કરશે. માટે હે
આ ! તમે તે અતિમુક્તક કુમાર શ્રમણની ઉપેક્ષા ન કરો, નિંદા ન કરો, રોષ ન કરો. ગર્તાઉપેક્ષા ન કરો. અપમાન ન કરો. પરંતુ હે દેવાનુપ્રિયા તમે ગ્લાનિ રાખ્યા સિવાય, તે કુમાર શ્રમણને સાચવો, તેને સહાય કરે અને તેની સેવા કરો. આહાર, પાણી આદિથી વૈયાવૃન્ય કરો કારણ કે તે અતિમુક્તક કુમારશ્રમણ સર્વ દુ:ખોનો નાશ કરનાર છે અને આ છેલ્લા શરીરવાળો છે–આ શરીર છોડ્યા પછી તેને બીજી વાર શરીરધારી થવાનું નથી.’
ત્યાર બાદ તે સ્થવિરોએ શ્રમણ ભગવાન મહાવીરનું આ કથન સાંભળી શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યું અને નમન કર્યું અને પછી તે સ્થવિરોએ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે તે અતિમુક્તક કુમાર શ્રમણને વિના ગ્લાનિએ સાચવ્યા. તેને
૨૦. મહાવીર તીર્થમાં અલક્ષ્ય રાજા
અલક્ષ્યરાજની પ્રવ્રજ્યા૨૯૦. તે કાળે તે સમયે વારાણસી નગરી હતી, તે
નગરીમાં કામમહાવન નામે ચૈન્ય હતું.
તે વારાણસી નગરીમાં અલય નામે રાજા હતો.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરયાવત્ વિચરતા હતા. પરિષદ દર્શનાર્થ નીકળી.
ત્યારે અલક્ય રાજા તે વૃત્તાંત જાણી હૃષ્ટતુષ્ટ થશે અને કુણિકની જેમ યાવત્ પયું પાસના કરવા લાગ્યો. ભગવાને ધર્મકથા કહી.
ત્યાર બાદ તે અલક્ષ્ય રાજા ભગવાન મહાવીર સમીપે આવ્યો-જેવી રીતે ઉદાયન રાજા આવ્યો હતો-અને પ્રવૃજિત બન્યો, અહીં વિશેષતા એટલી છે કે જયેષ્ઠ પુત્રને રાજયાભિષેક કર્યો. અગિયાર અંગેનું અધ્યયન કર્યું.
અનેક વર્ષોનો શ્રમણ-પર્યાય પાળી યાવતુ વિપુલપર્વત પર સિદ્ધ થયા.
ર૧. મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ
રાજગૃહમાં શ્રેણિક રાજા– ર૯૧. તે કાળે તે સમયે આ જ જમ્બુદ્વીપ દ્વીપમાં,
ભારત વર્ષમાં દક્ષિણાર્ધ ભારતમાં રાજગૃહ નામે નગર હતું-વર્ણન. ત્યાં ગુણશીલ નામે ચૈત્ય હતું-વર્ણન. તે રાજગૃહમાં મહાહિમવંત, મહામલય પર્વત અને મહા મેરુ સમાન તથા મહાન ઇન્દ્ર જેવો શ્રેણિક નામે રાજા હતો-વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org