________________
ધર્મ કથાનુયોગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તામલી અનેગાર : સૂત્ર ૨૬૯
૮૫
તેઓનું કથન માન્યું નહીં ત્યારે તે દેવે જે દિશામાંથી પ્રકટ્યા હતા તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા.
તાલીના ઈશાનેન્દ્રના રૂપમાં ઉપપાત– ૨૬૯. તે કાળે તે સમયે ઇશાન ક૯૫ ઇન્દ્ર અને
પુરોહિત રહિત હતો, તે કાળે તે સમયે તે તામલી બાલતપસ્વીએ પૂરેપૂરાં સાઠ હજાર વર્ષ સુધી સાધુ-પર્યાયને પાળીને, બે માસ સુધીની સંખના વડે આત્માને સેવીને, એક ને વીસ ટંક અનશન પાળીને, કાળમાસે કાળ કરી ઇશાન કલ્પમાં, ઇશાનાવતંસક વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશયામાં, દેવવસ્ત્રથી ઢંકાએલ અને આંગળીના અસંખ્યાત ભાગ જેટલી અવગાહનામાં ઇશાન કપમાં દેવેન્દ્રની ગેરહાજરીમાં ઇશાન દેવેન્દ્રપણે
જન્મ ધારણ કર્યો. ૨૭૦. હવે તે તાજો ઉત્પન્ન થએલ દેવેન્દ્ર, દેવરાજ
ઇશાન પાંચ પ્રકારની પર્યાપ્તિ વડે પર્યાપ્તિપણાને પામ્યા અર્થાત્ આહાર પર્યાપ્તિ વડે અને યાવતુ-ભાષા-મન:પર્યાપ્તિ વડે તે દેવેન્દ્ર દેવરાજ ઇશાન પર્યાપ્તપણાને પામ્યા. ઈશાનેન્દ્રને જાણીને અસુરકુમાર દેવનો રોષ
અને તામલીના શરીરની હીલના૨૭૧. ત્યારે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા
અસુરકુમાર દેવ અને દેવીઓએ એમ જાણ્યું કે, તામલી બોલતપસ્વી કાળધર્મને પામ્યા, અને તે, ઇશાન કપમાં દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો. તેથી તેઓએ ઘણો ક્રોધ કર્યો, કોપ કર્યો, ભયંકર આકાર ધારણ કર્યો અને તેઓ બહુ ગુસ્સે ભરાણા. પછી તેઓ બધા બલિચંચા રાજધાનીની વચ્ચોવચ નીકળ્યા અને તે યાવત્-ઉત્કૃષ્ટ ગતિ વડે જે તરફ ભારતવર્ષ છે, જે તરફ તામ્રલિપ્તી નગરી છે અને જે તરફ નામની બાલતપસ્વીનું શરીર છે ત્યાં આવી તે દેવોએ તામલી મૌર્યપુત્રના મૃતદેહને ડાબે પગે દોરડી બાંધી, પછી તેના માં પર ત્રણ વાર થંકડ્યા અને તામ્રલિપ્તી
નગરીમાં શૃંગાટક (સિંગોડાના ઘાટવાળા માગ)માં, ત્રિક (ત્રણ શેરી ભેગી થાય તેવા માર્ગમાં), ચોકમાં, ચતુર્મુખ માર્ગમાં, માર્ગમાં અને મહામાર્ગમાં અર્થાત્ તામ્રલિપ્તી નગરીના બધી જાતના માર્ગો ઉપર તે મૃતદેહને ઢસડતા ઢસડતા અને મોટા અવાજે ઉદ્ધોષણા કરતા તે દેવે આ પ્રમાણે બોલ્યા
‘અરે હે ! પોતાની મેળે તપસ્વીનો વેષ પહેરનાર અને પ્રાણામા” નામની દીક્ષાથી દીક્ષિત થનાર તે તામલી બાલતપસ્વી કોણ છે? ઈશાન ક૫માં ઈશાન દેવેન્દ્ર દેવરાજ વળી કોણ છે?” એમ કરીને તામલી બાલતપસ્વીના શરીરની હીલના કરે છે, નિંદા કરે છે, ખિંસા કરે છે, ગહ કરે છે, અપમાન કરે છે, તર્જના કરે છે, માર મારે છે, કદર્થના કરે છે, તેને હેરાન કરે છે અને આડુંઅવળું જેમ ફાવે તેમ ઢસડે છે તથા તેમ કરીને તેના શરીરને એકાંતે નાખી જે દિશામાંથી તે દેવો પ્રટયા હતા તે દિશામાં પાછા તે દેવો ચાલ્યા ગયા.
તામલીના શરીરની હીલનાને જાણીને
ઈશાનેન્દ્ર દ્વારા બલિચંચા રાજધાનીનું દહન ૨૭૨. હવે તે ઈશાન કલ્પમાં રહેનારા ઘણા વૈમા
નિક દેવો અને દેવીઓએ આ પ્રમાણે જોયું કે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓ બાલતપસ્વી તામલીના શરીરને તીરસ્કારે છે, નિંદે છે, ખિસે છે, ગહ કરે છે, અપમાન કરે છે, તર્જના કરે છે, માર મારે છે, કદર્થના કરે છે, હેરાન કરે છે અને આડુંઅવળું ઢસડે છે ત્યારે તે વૈમાનિક દેવે અતિશય ગુસ્સે ભરાણા અને યાવત્ ક્રોધથી દાંતને કચકચાવતા તે દેવોએ દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની પાસે જઈને બન્ને હાથ જોડવાપૂર્વક દશે નખને ભેગા કરી–શિરસાવ કરી માથે અંજલિ કરી તે ઈદ્રને જય અને વિજયથી વધાવ્યો, વધાવીને આ પ્રમાણે કહ્યું --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org