________________
ધર્મકથાનુયોગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તાલી અનગાર : સૂત્ર ૨૬૮
બહાર ઈશાન ખૂણામાં નિર્વáનિક મંડળ આલેખી, સંલેખના વડે આત્માને શુદ્ધ કરી, ખાવાપીવાનો ત્યાગ કરી અને પાદપોગમન અનશનને ધારણ કરી રહ્યો છે. તો હે દેવાનુપ્રિયો ! એ આપણે પણ શ્રેયરૂપ છે કે તે તામલી બાલતપસ્વીને બલિચંચા રાજધાનીમાં ઈદ્ર તરીકે આવવાનો સંકલ્પ કરાવીએ.” એમ કરીને-(વિચારીને) પરસ્પર એકબીજાની પાસે એ વાતને મનાવીને તે બધા અસુરકુમારે બલિચંચો રાજધાનીની વચ્ચોવચ થઈ નીકળ્યા, નીકળીને જે તરફ રૂચકે ઉપાતપર્વત છે તે તરફ આવ્યા, આવીને વૈક્રિયસમુદુધાત વડેવિક્રિયા કરીને યાવ-ઉત્તરવૈક્રિય રૂપને વિકુવી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, જયવતી, નિપુણ, સિંહ જેવી શીધ્ર, ઉદ્યુત અને દિવ્ય દેવગતિ વડે તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રની વચ્ચોવચ પસાર થઈને જે તરફ જંબૂઢીપ નામે દ્વીપ છે, જે તરફ ભારત વર્ષ છે, જે તરફ તામ્રલિપ્તી નગરી છે અને જે તરફ મૌર્યપુત્ર તાલી બાલતપસ્વી છે તે તરફ આવ્યા, આવી સામલી બાલતપસ્વીની ઉપર, સમક્ષ અને સપ્રતિદેશે અર્થાત્ તામલી બાલતપસ્વીની બરાબર સામે ઊભા રહી દિવ્ય દેવઋદ્ધિને, દિવ્ય દેવકાંતિને, દિવ્ય દેવપ્રભાવને અને બત્રીસ જાતિના દિવ્ય નાટકવિધિ દેખાડી, દેખાડીને તામલી બાલતપસ્વીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વાંદી અને નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા કે
હે દેવાનુપ્રિય! અમે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમારદેવીઓ આપને વાંદીએ છીએ, નમીએ છીએ, સત્કાર અને સન્માન કરીએ છીએ તથા આપને કલ્યાણરૂપ, મંગલરૂ૫ અને ચૈત્યરૂપ માનીને આપની પમ્પાસના કરીએ છીએ. હે દેવાનુપ્રિય! હાલ અમારી બલિચંચા રાજધાની ઈદ્ર અને પુરોહિત વિનાની છે અને હે દેવાનુપ્રિય! અમે બધા ઈદ્રને તાબે રહેનારા ઈદ્ર દ્વારા અધષ્ઠિત છીએ
અને અમારું બધું કાર્ય પણ ઈદ્રને આશ્રયે છે. તો હે દેવાનુપ્રિય! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો. તેનું સ્વામીપણું સ્વીકારો, તેને મનમાં લાવે, તે સંબંધે નિશ્ચય કરી, નિદાન (નિયાણું) કરે અને બલિચંચા રાજધાનીમાં સ્વામી થવાનો સંકલ્પ કરે જેથી તમે કાળમાસે કાળ કરી બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશો, ત્યાં ઉત્પન્ન થયા પછી તમે અમારા ઈદ્ર થશો, તથા અમારી સાથે દિવ્ય ભોગ્ય ભોગને ભોગવતા આનંદ અનુભવશે.”
જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓએ તે તામલી બોલતપસ્વીને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે તે વાતને તે બાલતપસ્વીએ આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, પરંતુ મૌન ધારણ કર્યું.
ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ તે તામલી મૌર્યપુત્રને બીજી વાર અને ત્રીજી વાર પણ ત્રણ પ્રદક્ષિણા કરીયાવતું- હે દેવાનુપ્રિય અમારી બલિચંચા રાજધાની ઇન્દ્ર અને પુરોહિત વિનાની છે. હે દેવાનુપ્રિય ! અમે બધા ઇન્દ્રને આધીન છીએ, ઈન્દ્રાધિષ્ઠિત છીએ અને અમારું કાર્ય પણ ઈદ્રને તાબે છે. એટલા માટે હે દેવાનુપ્રિય! તમે બલિચંચા રાજધાનીને આદર કરો, તેનું ઇન્દ્રત્વસ્વામીપણું સ્વીકારો, તેને મનમાં લાવે, તે સંબંધે નિશ્ચય કરે, નિદાન (નિયાણું) કરો અને બલિચંચા રાજધાનીના સ્વામી થવાને સંકલ્પ કરે”—યાવ-બે વાર અને ત્રણ વાર યાવતુ-કહ્યું તો પણ તે તામલી મૌર્યપુત્રે કાંઈ પણ જવાબ ન દીધો અને મૌન
ધારણ કર્યું. ૨૬૮. ત્યાર બાદ જ્યારે તે તામલી બાલતપસ્વીએ
કંઈ પણ જવાબ ન આપ્યો ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવેન અને દેવીઓનો અનાદર કર્યો,
S૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org