________________
ધ થાનુયાગ——ભાલતપસ્વી મૌર્ય પુત્ર તામલી અનગાર : સૂત્ર ૨૬૫
પ્રાણામા પ્રવ્રજ્યા વિવરણ—
૨૬૫. ‘હે ભગવાન! આ પ્રવ્રજ્યા ‘પ્રાણામા' કહેવાય છે તેનું શું કારણ ?”
‘હે ગૌતમ ! જેણે ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા લીધી હોય તે જેને જ્યાં જુએ તેને અર્થાત્ ઇન્દ્રને સ્કંદને, રુદ્રને, શિવને, વૈશ્રમણને-કુબેરને, આયર્ન, પાવ તીને, કાટ્ટને–મહિષાસૂરને કૂટતી ચડિકાને, રાજાને, સામંતને, તલવરને કોટવાળને, માડ બિકને, કૌટુંબિકને, ઇભ્યને, શેઠને, સેનાપતિને, સાથ વાહને, કાગડાને, કૂતરાને, તથા ચાંડાલને પ્રણામ કરે છે—ઊંચાને જોઈને ઊંચી રીતે પ્રણામ કરે છે, નીચાને જોઈને નીચી રીતે પ્રણામ કરે છે—જેને જેવી રીતે જુએ છે તેને તેવી રીતે પ્રણામ કરે છે. તે કારણથી તે પ્રવ્રજયાનું નામ ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા છે.’
તામલી દ્વારા પાઢાપગમન સલેખના ગ્રહણ— ૨૬૬. ત્યાર પછી તે મૌ પુત્ર તામલી તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહીત બાલતપક વડે સુકાઇ ગયા, દુČળ થયા, યાવત્–તેની બધી નાડીએ બહાર તરી આવી એવા તે દુબળ થયા. ત્યાર પછી કોઈ એક દિવસે મધરાતે જાગતા જાગતા અનિત્યતા સબધે વિચાર કરતાં તે તામલી બાલતપસ્વીને આ એવા પ્રકારના યાવત્–વિકલ્પ ઉત્પન્ન થયા કે ‘હું આ ઉદાર, વિપુલ, યાવત–ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ અને મહાપ્રભાવશાળી તપકમ વડે સુકાઈ ગયા છું, રુક્ષ થયા છું. અને યાવત્ મારી બધી નસે શરીર ઉપર દેખાઈ આવી છે. માટે જ્યાં સુધી મને ઉત્થાન છે, કમ છે, બળ છે, વીય છે અને પુરુષકારપરાક્રમ છે ત્યાં સુધી મારું શ્રેય એમાં છે કે, હું કાલે યાવત્—જવલંત સૂર્યના ઉદય થયા પછી તામ્રલિપ્તી નગરીમાં જઇ, મે‘ દેખીને બાલાવેલા પુરુષાને, પાખંડસ્થાને, ગૃહસ્થાને, મારા પહેલાંના એળખીતાઓને, તપસ્વી થયા પછીના મારા જાણીતાઓને, મારી જેટલા દીક્ષાપર્યાયવાળાઓને પૂછીને તામ્રલિપ્તી નગરીની વચ્ચેાવચ નીકળીને, ચાખડી,
Jain Education International
૮૩
કુડી વગે૨ે ઉપકરણાને અને લાકડાના પાતરાને એકાંતે મૂકી તામ્રલિપ્તી નગરીના ઉત્તરપૂર્વના દિગ્બાગમાં—ઈશાન ખૂણામાં, નિનિક મંડળને આલેખી, સલેખના તપવડે આત્માને શુદ્ધ કરી, ખાવા પીવાના ત્યાગ કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી, કાળની અવકાંક્ષા સિવાય વિહરવુ એ ઉચિત છે.' એમ વિચાર કર્યાં, વિચાર કરીને રાત્રિ વ્યતીત થતાંની સાથે બીજા દિવસે પ્રાત:કાળે યાવત્-જ્વલંત સૂર્યના ઉદય થયા પછી તામ્રલિપ્તી નગરીમાં જઇને પાતે દેખીને બાલાવેલા પુરુષાની, પાખંડસ્થાની, ગૃહસ્થાની, પોતાના પૂર્વકાળના ઓળખીતાએની, તપસ્વી થયા પછીના પરિચિતાની અનુમતિ લીધી, અનુમતિ લઈને તામ્રલિપ્તી નગરીની વચ્ચેવચ નીકળીને, ચાખડી, કુંડી વગેરે ઉપકરણાને અને લાકડાના પાતરાને એકાંતે મૂકી, તામ્રલિપ્તી નગરીના ઉત્તરપૂર્વના દિગ્બાગમાં–ઈશાન ખૂણામાં, નિતનિક મંડળનું આલેખન કર્યું, આલેખીને સંલેખના તપ વડે આત્માને સેવી, આહાર-પાણીના ત્યાગ કરી અને પાદપાગમન નામનું અનશન અંગીકાર કર્યું.
લિચ'ચા રાજધાની વાસી અસુરકુમાર દેવા દ્વારા ઇન્દ્રા પ્રાથના અને તામલી દ્વારા નિદાનકરણ——
૨૬૭. તે કાળે, તે સમયે બલિચચા રાજધાની ઈંદ્ર અને પુરોહિત રહિત હતી.
ત્યારે તે લિચચા રાજધાનીમાં વસનારા ઘણા અસુરકુમાર દેવાએ અને દેવીઓએ તે તામલી બાલતપસ્વીને અવધિ વડે જોા, જોયા પછી તેઓએ એકબીજાને બાલાવી આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિયા ! અત્યારે બલિચચા રાજધાની ઇંદ્ર અને પુરોહિત વિનાની છે. તથા હે દેવાનુપ્રિયા ! આપણે બધા ઈંદ્રને આશ્રયે રહેનારા તથા અધિષ્ઠિત છીએ. આપણું બધું કાય ઈંદ્રને આકાર્ય છે અને હે દેવાનુપ્રિયા ! આ તામલી બાલતપસ્વી તામ્રલિપ્તી નગરીની
For Private Personal Use Only
www.jainelibrary.org