________________
ધર્મસ્થાનુયોગ–બાલતપસ્વી મૌર્ય પુત્ર સામલી અનગાર ઃ સૂત્ર ૨૬૪
શણગારી, ભોજનના સમયે ભોજન મંડપમાં આવી, સારા આસન ઉપર સારી રીતે બેસી મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનને ચાખતો, સ્વાદ લેતે, બીજાને પીરસતો અને જમતો વિહરવા લાગે.
કરે છે, મારું સન્માન કરે છે અને મને કલ્યાણરૂપ, મંગલરૂપ અને દેવરૂપ જાણી ચૈત્યની પેઠે વિનયપૂર્વક મારી સેવા કરે છે ત્યાં સુધી મારે મારું કલ્યાણ કરી લેવાની જરૂર છે; એટલે આવતી કાલે રાત્રી પ્રકાશવાળી થયા પછી–પ્રભાત થયા પછી-ચાવત સૂર્ય ઊગ્યા પછી મારે મારી પોતાની જ મેળે લાકડાનું પાત્ર બનાવી, પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ભોજન અને વસ્ત્ર, માળા અને ઘરેણાં વડે મિત્રો, સ્વજનો, સંબંધીઓ, પરિજન બધાનો સત્કાર કરીને, તેઓનું સન્માન કરીને તથા તે જ મિત્રો, જાતિજને, સ્વજનો, સંબંધીઓ અને જયેષ્ઠ પુત્રને પૂછીને, આશા લઈને મારી પોતાની મેળે જ કાષ્ઠપાત્ર લઈને, મુંડિત થઈને “પ્રાણામા’ નામની દીક્ષા વડે દીક્ષિત થાઉં.
વળી હું દીક્ષિત થતાંની સાથે જ આ અભિગ્રહ ધારણ કરીશ કે,-હું જીવું છું ત્યાં સુધી નિરંતર છઠ છઠ—બે બે ઉપવાસ-કરીશ, તથા સૂર્યની સામે ઊંચા હાથ રાખી તડકો સહન કરતો રહીશ-આતાપના લઈશ, વળી છઠના પારણાને દિવસે તે આતાપના લેવાની જગ્યાથી નીચે ઊતરી પોતાની મેળે જ લાકડાનું પાત્ર લઈ તામ્રલિપ્તી નગરીમાં ઊંચ, નીચ અને મધ્યમ કુળોમાંથી ભિક્ષા લેવાની વિધિપૂર્વક શુદ્ધ ઓદન-દાળ, શાક વગેરે વિનાના એકલા ભાત લાવી તેને પાણી વડે એકવીસ વાર ધોઈ ત્યાર પછી તેને ખાઈશ.” એ અભિગ્રહ કરીને તેણે બીજા દિવસે પ્રાત:કાળ થયા પછી યાવતુ-સૂર્ય ઝળહળતું થયા પછી પોતાની મેળે જ લાકડાનું પાત્ર કરાવ્યું, પાત્ર બનાવીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવ્યું, તૈયાર કરાવીને પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કરી, શુદ્ધ અને પહેરવા યોગ્ય માંગલિક ઉત્તમ વસ્ત્રોને સારી રીતે પહેરી, અલ્પ પણ મહામૂલ્યવાન ઘરેણાંએથી શરીરને
તાલી દ્વારા પ્રાણીમા પ્રવ્રજ્યા-ગ્રહણ– ૨૬૪. તે તામલી ગહપતિ જમ્યા અને જમ્યા પછી
તરત જ તેણે કોગળા કર્યા, હાથ-મે સ્વચ્છ કર્યા, અને તે પરમ શુદ્ધ થયો. ત્યાર બાદ તેણે તેના તે મિત્રો, જાતિ-બંધુઓ, પારિવારિક જનો, સ્વજને, સંબંધીઓ, પરિજનનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન અને વસ્ત્ર, અત્તર વગેરે સુગંધી દ્રવ્ય, માળા અને ઘરેણાંઓથી સત્કાર સન્માન કર્યું તથા તે મિત્રો, જાતિજનો, કુટુંબી, સંબંધી અને પરિજનોની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપો અને તે મિત્રો, જાતિજનો. સ્વજનો, સંબંધીઓ અને પરિજનો અને મોટા પુત્રને પૂછી ને તામલી ગૃહપતિ મુંડિત થઈ ‘પ્રાણામાં’ નામની દીક્ષા વડે દીક્ષિત થયો. દીક્ષા લેવાની સાથે જ તેણે આવા પ્રકારને અભિગ્રહ કર્યો કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી છઠ છઠનું તપ કરીશ અને યાવત–પૂર્વ પ્રમાણેને આહાર કરીશ.’ એ પ્રમાણે અભિગ્રહ કરી માવજીવનિરંતર છટ્ઠ છઠના તપકમપૂર્વક ઊંચે હાથ રાખી સૂર્યની સામે ઊભા રહી આતાપના ભૂમિમાં આતાપના લેતા વિહાર કરવા લાગ્યા, છઠના પારણાને દિવસે આતાપના-ભૂમિથી નીચે ઊતરી, પોતાની મેળે જ તે લાકડાનું પાત્ર લઈ તામ્રલિપ્તી નગરીમાં ઊંચ, નીચ અને મધ્યમ વર્ગના કુળામાંથી ભિક્ષા લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે ફરી તે, એકલા ભાત લાવતો અને તે ભાતને એકવીસ વાર ધોઈ પછી તેનો આહાર કરતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org