________________
ધર્મ કથાનુયોગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તામલી અનગાર : સૂત્ર ૨૭૪
હે દેવાનુપ્રિય ! બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ આપ દેવાનુપ્રિયને કાળને પ્રાપ્ત થયેલા જાણી, તથા ઈશાન કલ્પમાં ઈદ્રપણે ઉત્પન્ન થયેલા જોઈને ઘણા ગુસ્સે ભરાણા અને થાવત્ તેઓએ આપના મૃતક શરીરને ઢસડીને એકાંતમાં મૂકયું, પછી તેઓ જયાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા છે.”
જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે ઈશાનક૯૫માં રહેનારા બહુ વૈમાનિક દેવો અને દેવીઓ દ્વારા એ વાતને સાંભળી અને
અવધારી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને યાવ-ક્રોધથી દાંતને કચકચાવતો ત્યાં જ દેવશયામાં સારી રીતે રહેલા તે ઇશાન કપાળમાં ત્રણ આડ પડે તેમ ભૃકુટિ ચડાવી, તે બલિચંચા રાજધાનીની બરાબર સામે– નીચે-સાપક્ષે અને સપ્રતિદિશે અર્થાત સામે જોયું.
તે સમયે દેવેન્દ્ર, દેવરાજ ઈશાને પૂર્વ પ્રમાણે બલિચંચા રાજધાનીની બરાબર સામે -નીચે-સપક્ષે અને સપ્રતિદિશે જોયું તે જ સમયે તેના દિવ્ય પ્રભાવ વડે બલિચંચા રાજધાની અંગારા જેવી થઈ ગઈ, આગના કણ જેવી થઈ ગઈ, રાખ જેવી થઈ ગઈ, તપેલી રેતીના કણ જેવી થઈ ગઈ અને ખૂબ તપેલી વાળા જેવી થઈ ગઈ. અસુરકુમાર દેવ દ્વારા ઈશાનેન્દ્રને પ્રાર્થના
અને ક્ષમાપન૨૭૩. હવે જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા
ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ તે બલિચંચા રાજધાનીને અંગારા થયેલી અને થાવત્ ખૂબ તપેલી જવાળા જેવી થએલી જોઇ, તેવી જોઇને અસુરકુમાર ભય પામ્યા, ત્રાસ પામ્યા, વધારે ત્રાસ પામ્ય, ઉદ્વેગવાળા થયા અને ભયથી અક્રાન્ત બની ગયા તથા તેઓ બધા ચારે બાજુ દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા, અને એકબીજાની બાજુમાં ભરાવા લાગ્યા.
જયારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવો અને દેવીઓએ દેવેન્દ્ર દેવરાજ ઈશાન કોપિત થયા છે એમ જાણ્યું ત્યારે તેઓ- (ને બધા અસુરકુમારો) દેવેન્દ્ર દેવરાજ ઇશાનની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવ પ્રભાવ અને દિવ્ય તેજોલેયાને નહીં સહતા બરાબર દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની સામે, ઉપર, સપક્ષે અને સપ્રતિદિશે બેસી, દશે નખ ભેગા થાય તેમ બન્ને હાથ જોડવાપૂર્વક શિરસાવર્તાયુક્ત માથે અંજલિ કરી તે ઈશાન ઇદ્રને જય અને વિજય વડે વધામણી આપી આ પ્રમાણે બોલ્યા- “અહો ! આપ દેવાનુપ્રિયે દિવ્ય દેવઋષિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવપ્રભાવ પ્રાપ્ત કરેલ છે અને આપ દેવાનુપ્રિયે ઉપલબ્ધ કરેલ, પ્રાપ્ત કરેલ અને સામે આણેલી એવી દિવ્ય દેવદ્ધિ અમે જોઈ. હે દેવાનુપ્રિય! અમે આપની ક્ષમા માગીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ અમને ક્ષમા આપે, હે દેવાનુપ્રિય ! તમે ક્ષમા કરવાને યોગ્ય છે, ફરી વાર અમે એ પ્રમાણે નહી કરીએ.' એમ કહી એ અપરાધ બદલ તેની પાસે વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગવા લાગ્યા. તદનન્તર અસુરકુમાર ઈશાનની આજ્ઞામાં
સ્થિર થાય છે– ૨૭૪. હવે જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા
ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓએ પોતાના અપરાધ બદલ તે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની પાસે વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગી ત્યારે તે ઇશાન ઇન્દ્ર તે દિવ્ય દેવત્રાદ્ધિને અને યાવત મૂકેલી તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી. અને હે ગૌતમ ! ત્યારથી જ માંડીને તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવો અને દેવીઓ તે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને આદર કરે છે યાવતુ તેની સેવા કરે છે તથા ત્યારથી જ દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આજ્ઞામાં, સેવામાં, આદુશમાં અને નિર્દેશમાં તે અસુરકુમાર દવે તથા દેવીઓ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org