________________
ધર્મકથાનુગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તામલી અનગાર : સૂત્ર ૨૬૧
દેવઘુતિ અનુપ્રવેશન-વિષયક પ્રશ્ન અને સમાધાન ૨૬૧. “હે ભગવન !” એમ કહી ભગવાન ગૌતમ
શ્રમણ ભગવંત મહાવીરને વંદે છે-નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા
હે ભગવન ! અહો ! દેવેન્દ્ર દેવરાજ ઈશાન મોટી ઋદ્ધિવાળા-યાવતુ-મહા પ્રભાવશાળી છે. હે ભગવાન ! ઈશાનેન્દ્રની તે દિવ્ય દેવ =દ્ધિ, દેવઘુતિ, દિવ્ય દૈવિક પ્રભાવ કયાં ગયા? કયાં પ્રવેશી ગયા ?”
‘હે ગૌતમ ! શરીરમાં ચાલ્યા ગયા અને શરીરમાં પ્રવેશી ગયા.”
‘હે ભગવન્ ! શરીરમાં ચાલ્યા ગયા અને શરીરમાં પ્રવેશી ગયા એમ કહેવાનો શું અર્થ છે?”
હે ગૌતમ ! જેમ કોઈ એક કટાકારશિખરના આકારનું ઘર હોય, અને તે બન્ને બાજુથી લીંપેલું હોય, ગુપ્ત હોય, ગુપ્ત બારણાવાળું હોય, પવન વિનાનું હોય, જેમાં પવન ન પેસે એવું ઊંડું હોય, તે કૂદાકાર ઘરની ન અતિ દૂર અને ન અતિ નિકટ, એક વિશાલ જનસમૂહ, એક બહુજ મોટી મેઘઘટાને, વરસતી મેઘઘટાને અને પ્રચંડ વાયુઆંધીને જુએ છે, જોઈને તે કૂટાકાર ઘરની અંદર પ્રવેશીને ઊભો રહે છે. એટલા માટે છે ગૌતમ! શરીરમાં ચાલ્યા ગયા-શરીરમાં પ્રવેશી ગયા-એમ કહું છું.'
ઈશાન દેવેન્દ્ર પૂર્વભવ– ૨૬૨. “હે ભગવાન! દેવેન્દ્ર, દેવરાજ ઈશાને તે દિવ્ય
દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ કેવી રીતે લબ્ધ કર્મો, કેવી રીતે પ્રાપ્ત કર્યો, કેવી રીતે મેળવ્યો ? તથા તે (ઈશાનેન્દ્ર) પૂર્વભવમાં કોણ હતો ? તેનું નામ અને ગોત્ર શું હનું ? અને તે કયા ગામમાં, કયા નગરમાં તથા યાવતુ-ક્યા સંનિવેશમાં રહેતો હતો? તથા તેણે શું સાંભળ્યું હતું, શું દીધું હતું, શું ખાધું હતું, શું કર્યું હતું, શું આચર્યું હતું અને તથા પ્રકારના કયા શ્રમણ યા
બ્રાહાણની પાસે એવું એક પણ કર્યું આર્ય અને ધાર્મીિક વચન સાંભળી અવધાયું હતું કે જેને લઈને દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ યાવત-મેળવી ? મૌર્યપુત્ર તામલી ગૃહપતિ અને તેની પ્રાણામાં
પ્રવજયા ગ્રહણ કરવાની અભિલાષા– ૨૬૩. હે ગૌતમ! તે કાળે તે સમયે આ જ જંબુદ્વીપ,
નામના દ્વીપમાં ભારત વર્ષમાં તામ્રલિપ્તી નામની નગરી હતી–વર્ણન. તે તામ્રલિપ્તી નગરીમાં રામલી મૌયપુત્ર નામનો ગૃહપતિ રહેતો હતો. જે આધ્ય–ધનિક, ધનાઢયથાવત્ અપરિભૂત-બીજાથી પરાભવ પામે તેવો ન હતો.
ત્યાર બાદ એક દિવસે તે મૌર્યપુત્ર તામલી ગૃહપતિને રાત્રીના આગળના અને પાછળના ભાગમાં-મધરાતે-જાગતા જાગતા, કુટુંબની ચિંતા કરતાં, એવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે–પૂર્વે કરેલાં, જૂનાં સારી રીતે આચરેલા, સુપરાક્રમયુક્ત શુભ અને કલ્યાણરૂપ મારા કર્મોનો કલ્યાણફળરૂપ પ્રભાવ હજુ સુધી જાગને છે કે જેથી મારે ઘરે હિરણ્ય વધે છે, રોકડ નાણું વધે છે, ધાન્ય વધે છે, પુત્રે વધે છે, પશુઓ વધે છે, અને પુષ્કળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, ચંદ્રકાંત વગેરે મણિ, પ્રવાળ તથા માણેકરૂપ સારવાળું ધન મારે ઘણું ઘણું વધે છે. તે શું હું પૂર્વે કરેલાં, સારી રીતે આચરેલાં શુભ, કલ્યાણકારી સુપુરુષાર્થવાળાં પૂર્વ કર્મોને તદ્દન નાશ થતો જોઈ રહું–તે નાશની ઉપેક્ષા કરતો રહું, અર્થાત્ મને આટલું સુખ વગેરે છે એટલે બસ છે એમ માની ભવિષ્ય––ભાવિ લાભ તરફ ઉદાસીન રહું?
પરંતુ હું જ્યાં સુધી હિરણ્યથી વધુ છું અને યાવતુ-મારે ઘરે ઘણું ઘણું વધે છે, તથા જ્યાં સુધી મારા મિત્રો, મારી જાતિ-કુટુંબીઓ, સ્વજન સંબંધી અને કર્મચારી મારો આદર કરે છે, મને સ્વામી તરીકે જાણે છે, મારો સત્કાર
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org