________________
७८
ધર્મ કથાનુયાગ—મહાવીર તીર્થમાં ઋષભદત્ત દેવાન દાનું ચિત્ર : સૂત્ર ૨૫૩
મહામૂલ્યવાન આભૂષાર્થો પેાતાના શરીરને શૃંગારિત કરી, ઘણી કુબ્જાદાસી, ચિલાતદેશની દાસીઓ-યાવત્–ચેટિકાઓ, ચક્રવાલ, વર્ષોંધર, વૃદ્ધ ક'ચુકિયા અને અંત:પુર-રક્ષકોના સમૂહની સાથે નીકળીને જ્યાં બહારની ઉપસ્થાન શાળા હતી અને જયાં ધાર્મિક શ્રેષ્ઠ રથ ઊભા હતા ત્યાં આવી. આવીને યાવત્ તે તે ધાર્મિક ઉત્તમ રથ ઉપર સવાર થઈ.
પાતાના કરતલને યાવત્ મસ્તકે અંજલિરૂપે કરી તેણે ઋષભદત્ત બ્રાહ્મણના એ કથનના વિનયપૂર્વક સ્વીકાર કર્યાં.
ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષાને બાલાવ્યા, બાલાવીને તેઓને તેણે આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિયા ! જલદી ચાલવાવાળા, પ્રશસ્ત અને સમાન રૂપવાળા, સમાન ખરી અને પુચ્છવાળા, સમાન ઉગેલા શિંગડાવાળા સાનાના કલાપ–આભરણાથી યુક્ત, ચાલવામાં ઉત્તમ, રૂપાની ધંટડીઓથી યુક્ત, સુવર્ણ મય સુતરની નાથવડે બાંધેલા, નીલ કમળના શિરપેચવાળા એવા બે ઉત્તમ યુવાન બળદોથી યુક્ત, અનેક પ્રકારની મણિમય ઘટડીઓના સમૂહથી વ્યાપ્ત, ઉત્તમ કામય ધાંસરુ અને જોતરની બે દારીએ ઉત્તમ રીતે જેમાં ગાઠવેલી છે એવા, પ્રવરલક્ષણયુક્ત, ધાર્મિક, શ્રેષ્ઠ યાન–રથને તૈયાર કરી હાજર કરો અને આ મારી આશા પાછી આપો.’
જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે તે કૌટુંબિક પુરુષાને એમ કહ્યું ત્યારે તેઓએ ખુશ થઈ યાવત્ આનંદિત હૃદયવાળા થઈ, મસ્તકે કરતલને જોડી એમ કહ્યું કે‘હું . સ્વામિન્! આપની આજ્ઞા માન્ય છે.’ એમ કહી વિનયપૂર્વક વચનને સ્વીકારી જલદી ચાલવાવાળા બે બળદોથી જોડેલા, યાવત ધાર્મિક અને પ્રવર યાનને (રથને) શીઘ્ર હાજર કરીને યાવત્ આશા પૂરી કર્યાની જાણ કરી.
ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરી યાવત્ અલ્પ અને મહામૂલ્યવાળાં આભરણાથી પાતાના શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી બહાર નીકળ્યા. બહાર નીકળીને જે ઠેકાણે બહારની ઉપસ્થાનશાળા હતી અને જ્યાં ધામિઁક ઉત્તમ રથ હતા . ત્યાં આવીને તે રથ ઉપર ચડયા.
ત્યાર બાદ તે દેવાનંદા બ્રાહ્મણીએ અંદર અંત:પુરમાં સ્નાન કર્યું. યાવત્—અલ્પ પરતુ
Jain Education International
ઋષભદત્ત દેવાનન્દાનું દના આગમન— ૨૫૨. ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા
બ્રાહ્મણીની સાથે ધાર્મિક અને શ્રેષ્ઠ યાન (રથ) ઉપર ચઢીને પાનાના પરિવારની સાથે બ્રાહ્મણકું ડગ્રામ નામે નગરના મધ્યભાગમાંથી નીકળ્યા, નીકળીને જે સ્થળે બહુશાલક ચૈત્ય હતુ' ત્યાં આવ્યા, ત્યાં આવી તી કરના છત્રાદિક અતિશયાને જોયાં, જોઈને ધાર્મિક શ્રેષ્ઠ રથને ઊભા રાખ્યા, ઊભા રાખી તેના ઉપરથી નીચે ઊતર્યા, ઊતરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમ વડે ગયા. એ અભિગમ આ પ્રમાણે છે—
સચિત્ત દ્રવ્યાના ત્યાગ કરવા—યાવત્–ત્રણ પ્રકારની ઉપાસના દ્વારા પર્યું`પાસના કરવા લાગ્યા.
મહાવીરદશન અને પૂર્વ પુત્ર-સ્નેહ-રાગથી દેવાનન્દાને સ્તનધારા ઉત્પન્ન થવી---
૨૫૩. તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધામિક યાનપ્રવરથી નીચે ઊતરી, ઊતરીને ઘણી કુબ્જા દાસીએ— યાવત્–ચેટિકાઓ, ચક્રવાલ, વર્ષ ધર, વૃદ્ધ કંચુકિયા, અન્તપુર-રક્ષકોના સમૂહથી પરિવૃત્ત થઈને શ્રામણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમ વડે ગઈ.
(પાંચ અભિગમ)–૧. સચિત્ત દ્રવ્યના ત્યાગ કરવા. ૨. અચિત્ત દ્રવ્ય(વાદિક)ને સમેટવા– સભાળવા ૩. વિનયથી શરીરને અવનત કરવું-નમાવવુ. ૪. ભગવ’તને ચક્ષુથી જોતાં 'જલિ કરવી અને ૫, ભગવત પ્રતિ મનની એકાગ્રતા કરવી.
For Private Personal Use Only
www.jainelibrary.org