________________
ધર્મકથાનુયોગ–જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક : સત્ર ૨૩૦
“હે સ્વામિ! જેમ તમે કહો છો તેમ જ છેઅહો ! આ મનોશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન અવર્ણનીય છે, યાવ-સર્વ ઇન્દ્રિો અને શરીરને આહ્લાદ આપનાર છે.” સુબુદ્ધિ દ્વારા પુદગલના શુભાશુભ પરિણમન
અંગે કથન૨૩૦. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ
અમાત્યને કહ્યું
અરે દેવાનુપ્રિય સુબુદ્ધિ ! આ મનેશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સમસ્ત ઈન્દ્રિયો અને શરીરને કેટલું આહૂલાદજનક છે !”
ત્યારે સુબુદ્ધિ અમાન્ય જિતશત્રુ રાજની આ વાતને ન આદર કર્યો, ન તેમાં ધ્યાન આપ્યું–તે મૌન રહ્યો.
ત્યાર પછી જિતશત્રુ રાજાએ બીજીવાર અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું.
હે દેવાનુપ્રિય ! આ મનશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સમસ્ત ઇન્દ્રિય અને શરીરને કેટલું બધું આહુલાકજનક છે!”
ત્યાર બાદ તે સુબુદ્ધિ અમાત્ય જિતશત્ર રાજાએ બીજી વાર અને ત્રીજી વાર આ વાત કહેતાં જિતશત્રુ રાજાને સંબોધીને આમ બોલ્યો- “હે સ્વામિ ! મને આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનના વિષયમાં કંઈ આશ્ચર્ય જણાતું નથી.
કેમ કે, હે સ્વામિ ! શુભ શબ્દના પગલા પણ અશુભ શબ્દ પુદ્ગલોમાં પરિવર્તન પામે છે અને અશુભ શબ્દ પુદ્ગલો પણ શુભ શબ્દરૂપે પરિણત થાય છે; સુંદર રૂપ પુદ્ગલો પણ અસુંદર રૂ૫ પુદગલ રૂપે પરિણામ પામે છે અને અસુંદર રૂપ પદુગલો પણ ઉત્તમ રૂપમાં પરિણત બની જાય છે; સારા રસવાળા પુદ્ગલ પણ ખરાબ રસવાળા પુદ્ગલોમાં ફેરવાઈ જાય છે અને ખરાબ રસવાળા પુદુગલો સારા રસવાળા પુદગલોમાં પરિવર્તન
પામે છે; સુસ્પર્શ પુદ્ગલે દુ:સ્પર્શવાળા પુદ્ગલો બની જાય છે અને દુ:ખદ સ્પર્શવાળા પુદ્ગલો પણ સુખદ સ્પર્શવાળા પુદ્ગલો બની જાય છે. હે સ્વામિ! સઘળા પુદ્ગલોમાં પ્રયોગ (જીવ દ્વાર પ્રયત્ન)થી અને વિસ્ત્રસા (સ્વાભાવિકપણે) પરિણમન થતું જ રહે છે.'
ત્યારે જિતશત્રુ રાજાએ આવું કહેનાર, બોલનાર, કથન કરનાર, પ્રરૂપણ કરનાર સુબુદ્ધિ અમાત્યના કથનનો આદર ન કર્યો, તે પર ધ્યાન ન આપ્યું, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યો.
જિતશત્રુ દ્વારા ખાઈના પાણીની નિંદા ૨૩૧. ત્યાર બાદ એક વાર કોઈ વખતે જિતશત્રુ
રાજા સ્નાન કરીને ઉત્તમ અશ્વ પર સવાર થઈને અનેક ભટ, સુભટોથી વીંટળાઈને અશ્વક્રીડા માટે નીકળ્યો હતો. ત્યારે તે ખાઈના પાણી પાસે પહોંચ્યો.
ત્યારે તે જિતશત્રુ રાજાએ તે ખાઈના પાણીની અશુભ ગંધથી ગભરાઈને પોતાના ઉત્તરીય વસ્ત્રથી મોં ઢાંકી દીધું, મોં ઢાંકી દૂર
એકાંતમાં ચાલ્યો ગયો, જઈને સાથે આવેલ રાજાઓ, સામંતો યાવતુ સાર્થ વાહો આદિને આ પ્રમાણે કહેવા લાગ્યો
“અહો દેવાનુપ્રિયે! આ ખાઈનું પાણી અમનોશ વર્ણવાળું યાવતું અમનોજ્ઞ સ્પર્શ વાળું છે, તે એવું છે કે જાણે કોઈ મૃતસર્પનું કલેવર યાવત્ એથીય અધિક અમનોશ છે.”
ત્યારે તે અનેક રાજાઓ, સામંતો યાવતુ સાર્થવાહો આદિ આ પ્રમાણે બોલ્યા
હે સ્વામિ! આપ જે આ કહો છો તે તેમ જ છે–સાચું જ છે કે, અહો ! આ ખાઈનું પાણી વર્ણથી અમનોજ્ઞ છે–પાવતુ સ્પર્શમાં અમનોશ છે, તે એવું છે કે જેવું કોઈ મૃત સાપનું કલેવર યાવતુ તેનાથી અધિક અતીવ અમનોશ ગંધવાળું છે.'
ત્યાર પછી તે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું–‘અરે સુબુદ્ધિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org