________________
૪૬
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ–તીર્થમાં થાવગ્ગાપુત્ર અને બીજા : સૂત્ર ૧૬૬
કૌટુંબિકો, ઈભ્યો, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, આદિનું તથા ઉત્તરમાં વૈતાઢય પર્વત સુધી તથા અન્ય દિશાઓમાં સમુદ્ર સુધીના દક્ષિખાધ ભરત ક્ષેત્રનું તથા દ્વારિકા નગરીનું આધિપત્ય કરતા યાવનું પાલન કરતા વિહરતા
ગાથાપની થાવરચા અને તેને પુત્ર થાવરચા પુત્ર – ૧૬૪, તે દ્વારાવતી નગરીમાં થાવા નામની એક
ગાથાપત્ની (ગૃહિણી) રહેતી હતી – જે સમૃદ્ધિશાલિની યાવનું કોઈથી પરાભવ ન પામે તેવી હતી.
તે થાવા ગાથાપત્નીને થાવગ્ગાપુત્ર નામે સાર્થવાહબાળક પુત્ર હતો. તેનાં હાથપગ અત્યંત સુકોમળ હતા યાવતુ તે સુંદર હતો.
ત્યાર બાદ તે થાવગ્યા ગાથાપનીએ તે બાળકને આઠ વર્ષથી થોડોક મોટો થયેલ જાણીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂ
માં તેને કલાચાર્ય પાસે મોકલ્યો યાવત્ ભોગ ભોગવવા માટે સમર્થ થયેલો જાણી અર્થાત્ યુવાન બનેલા જાણી તેને ઈજ્યકુળોની બત્રીસ કુમારિકાઓ સાથે એક જ દિવસે પરણાવી દીધો.
તેને બત્રીસ દહેજ મળ્યાયાવતુ-ઈન્મકુળની તે બત્રીસ કન્યાઓ સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ એમ પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામભોગો ભોગવતે તે રહેવા લાગ્યો.
અરિષ્ટનેમિ-સમવસરણ – ૧૬૫. તે કાળે તે સમયે અરહિંત અરિષ્ટનેમિ
સમવસર્યા-પૂર્વવત્ વર્ણન તેઓ દશ ધનુષ ઊંચા હતા, નીલકમળ, ભેંસના સીગડા,
અળસીપુષ્પ સમાન શ્યામ વર્ણના હતા, તેઓ અઢાર હજાર શ્રમણો અને ચાલીસ હજાર શ્રમણીઓથી ઘેરાઈને અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા, ત્વરાથી સુખપૂર્વક વિચરતા જયાં દ્વારાવતી નગરી હતી
જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષાયતન હતું,
જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, ત્યાં પધાર્યા, આવીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આમાને ભાવિત કરતા વિચારવા લાગ્યા.
કૃષ્ણની પર્યાપાસના – ૧૬૬. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવે આ સમાચાર
સાંભળી કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિયે ! તમે તરત જ સુધર્માસભામાં જઈને મેઘસમૂહની ગર્જના જેવા
અવાજવાળી ગંભીર તથા મધુર શબ્દવાળી કૌમુદી નામક ભેરી વગાડો.”
ત્યારે તે કૌટુંબિક સેવક કૃષ્ણ વાસુદેવના આવા આદેશથી હુષ્ટ-તુષ્ટ આનંદિત ચિત્તવાળા–પાવતુ-મસ્તક પર અંજલિ રચી, ‘હે સ્વામિ ! જેવી આશા’ એ પ્રમાણે વિનયપૂર્વક આશા સ્વીકારી કૃષ્ણ વાસુદેવ પાસેથી નીકળ્યા, નીકળીને જ્યાં સુધર્મા સભા હતી, જ્યાં કૌમુદી નામે ભેરી હતી, ત્યાં આવ્યા, ત્યાં આવીને મેઘસમૂહના જેવા ગંભીર મધુર અવાજવાળી કૌમુદી ભેરી વગાડી. ત્યારે સ્નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ પાડતા શરદ ઇતના મેઘોની માફક ભેરીએ ગંભીર અવાજ કર્યો.
ત્યાર બાદ તે કૌમુદી ભેરી વગાડાતાં વેંત તેનો અવાજ નવ જન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્પથ, ચેક તથા કંદરા, ગુફા, વિવર, ખાણ, ગિરિશિખર વીંધીને નગરના ગોપુર, પ્રાસાદ, ભવન, દેવકુળ આદિ સમસ્ત સ્થાનોમાં લાખો પ્રતિધ્વનિ પેદા કરતો કરતો, અંદર અને બહાર ચારે તરફ પ્રસરી ગયો.
ત્યાર બાદ નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી તે દ્વારિકા નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશારો-યાવતુ–હજારો ગણિકાઓ આદિ તે કૌમુદી ભેરીના નાદ સાંભળીને તથા અવધારીને હષ્ટ-તુષ્ટ, આનંદિત મનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org