________________
ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં થાવસ્થાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૭૭
૫૧
ધર્મોપદેશ સાંભળીને તે શૈલક રાજાએ આ પ્રમાણે કહ્યું
‘જેવી રીતે આપી દેવાનુપ્રિયની સમીપેઅનેક ઉગ્રવંશી ઉગ્રકુળના પરષો મંડિત બનીને, ગૃહત્યાગ કરીને અનગાર બન્યા છે તેવી રીતે હું અનગાર બનવા સમર્થ નથી. છતાં હું આપ દેવાનુપ્રિય પાસેથી પાંચ અણુવ્રતવાળો ચાવતુ ગૃહસ્થધર્મ સ્વીકારીશ.”
હે દેવાનુપ્રિય! યથાસુખ કર. પરંતુ વિલંબ ન કરીશ.' [થાવગ્ગાપુત્રે કહ્યું
ત્યારે તે શૈલક રાજાએ થાવસ્થા પુત્ર પાસેથી પાંચ અણુવ્રતવાળા-યાવત્ ગૃહસ્થધર્મ (શ્રાવક
ધર્મ સ્વીકાર્યો. શિલકની શ્રમણોપાસક ચર્યા– ૧૭૭. ત્યાર બાદ શૈલક રાજા શ્રમણોપાસક (શ્રાવક)
બન્યો–જીવ-અજીવ પદાર્થનો જ્ઞાતા બની આત્માને ભાવિત કરતો રહેવા લાગ્યો.
પંથક–પ્રમુખ પાંચસો મંત્રીઓ પણ શ્રમણોપાસકો બન્યા.
થાવગ્ગાપુત્ર અનગાર ત્યાંથી નીકળી પુન: બાહ્ય જનપદમાં વિહરવા લાગ્યા.
સૌગધિકા નગરીને સુદર્શન શ્રેષ્ઠી– ૧૭૮. તે કાળે તે સમયે સૌગંધિકા નામે નગરી હતી
વર્ણન. ત્યાં નીલાશોક નામે ઉઘાન હતું-વર્ણન.
તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગરશેઠ રહેતો હતોસમૃદ્ધ યાવત્ કોઈથી પરાભૂત ન થાય તેવો.
સૌગંધિકા માં શુક પરિવ્રાજકનું આગમન૧૭૯. તે કાળે તે સમયે શુક નામે પરિવ્રાજક હતો
જે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને પષ્ઠિતંત્ર(સાંખ્યમત)માં નિપુણ હતો, સાંખ્યસિદ્ધાંતમાં કુશળ હતો, પાંચ યમ અને પાંચ નિયમથી યુક્ત દશ પ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મને તથા દાન ધર્મને, શૌચધર્મનો અને તીર્થસ્થાનનો, ઉપદેશ આપતો, પ્રરૂપણ કરતો, ગેરુઆ રંગનાં ઉત્તમ વસ્ત્રો
ધારણ કરતે, ત્રિદંડ, કમંડળ, છત્ર, છનાલય (એક પ્રકારનું કાષ્ઠપાત્ર), અંકુશ (વૃક્ષના પત્ર તોડવા માટેનું ઉપકરણ), પવિત્રી (ત્રાંબાની વીંટી) અને કેસરી (સફાઈ માટેનું વસ્ત્રવિશેષ)એ સાત ઉપકરણો હાથમાં ધારણ કરતો તે એક હજાર પરિવ્રાજકોથી વીંટળાઈને જ્યાં સૌગંધિકા નગરી હતી અને તેમાં જ્યાં પરિવ્રાજકનું નિવાસસ્થાન (મઠ) હતું, ત્યાં આવ્યો, આવીને મઠમાં પોતાનાં સાધનો રાખ્યાં, રાખીને સાંખ્યમત અનુસાર પોતાના આત્માને ભાવિત કરતો રહેવા લાગ્યો.
ત્યાર પછી સૌગધિકા નગરીના શૃંગાટક (ત્રિભેટા) ત્રિક, ચોક, ચાચર, ચૌટાં, સામાન્ય માર્ગ અને રાજમાર્ગો આદિ સ્થાનોમાં અનેક મનુષ્પો એકઠા મળી અન્યોન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા–“સાચે જ અહીં શુક પરિવ્રાજક આવ્યા છે, પધાર્યા છે, એમની અહીં સભા થાય છે, અહીં જ પરિવ્રાજકોના મઠમાં સાંખ્યમત અનુસાર આત્માને ભાવિત કરતા તેઓ રહે છે.'
પરિષદ એકત્ર થઈ. સુદર્શન પણ તેિમના દર્શન માટે નીકળ્યો. શુક પરિવ્રાજક દ્વારા શૌચમૂલક મને
ઉપદેશ– ૧૮૦. ત્યારબાદ શુક પરિવ્રાજકે તે પરિષદને, સુદ
ર્શનને અને બીજા ઘણાને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો, આમ કહ્યું- હે સુદર્શન ! અમે શૌચમૂલક ધર્મની પ્રરૂપણા કરીએ છીએ. તે શચ પણ બે પ્રકારનો છે, એક છે દ્રવ્યશૌચ અને બીજો ભાવશૌચ.
દ્રવ્યશૌચ પાણી અને માટી દ્વારા થાય છે, ભાવશૌચ દર્ભ અને મંત્રો દ્વારા.
હે દેવાનુપ્રિય! અમારામાં જે કોઈ વસ્તુ અશુચિ (અશુદ્ધ) બને તે બધી તરત જ માટીથી લીંપી દેવામાં આવે છે–માંજવામાં આવે છે, ત્યાર પછી શુદ્ધ પાણીથી તેને ધોવામાં આવે છે. એટલે તે અશુદ્ધ વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org