________________
૫૦
ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં થાવાપુત્ર અને બીજા : સૂત્ર ૧૭૬
ત્યાર બાદ તે થાવસ્થાપુત્ર અર્હત્ અરિષ્ટનેમિ પાસે ઉત્તર-પૂર્વ (ઇશાની દિશામાં ગયો, પોતે જ આભરણ, માળા, અલંકારે ઉતાર્યા.
તે પછી થાવરચા ગાથાપત્નીએ હંસલક્ષણ અર્થાત્ શ્વેત અને મૃદુ એવા વસ્ત્રમાં તે આભરણ, માળા, અલંકારો ગ્રહણ કર્યા, લઈને મોતીના હાર, જળની ધારા, નિર્ગુડીનાં ફૂલે કે મનીની તૂટેલી માળા જેવાં
આંસુઓ વેરતી તે રુદન કરતી, આક્રંદ કરતી, વિલાપ કરતી આ પ્રમાણે કહેવા લાગી
હે લાલ ! ચારિત્રગમાં યત્ન કરજે, તત્પર રહેજે. હે પુત્ર! સંયમમાં પરાક્રમી થજે. એ માટે અપ્રમત્ત બનજે. અમારો પણ એ જ માર્ગ છે.”
એમ કહી થાવસ્થા સાર્થવાહીએ અહંતુ અરિષ્ટનેમિને વંદન કર્યા, નમન કર્યું, વંદનનમન કરી જ્યાંથી આવી હતી તે દિશામાં
પાછી ફરી. થાવગ્નાપુત્રનું પ્રવજ્યાગ્રહણ ૧૭૨, ત્યારબાદ એક હજાર પુરુષો સાથે થાવાપુત્ર
પંચમુષ્ટિ દ્વારા પોતાનો કેશલોચ કર્યો, લાચ કરી જ્યાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા, આવીને અર્હત્ અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વદન-નમન કર્યા, યાવતુ-પ્રવ્રજ્યા અંગીકાર
કરી. થાવગ્નાપુત્રની અનગારચર્યા– ૧૭૩. ત્યારબાદ થાવસ્થાપત્ર અનગાર બન્યા
ઈર્યાસમિતિ યુકન યાવનું ગુતિયુકત બ્રહ્મચારી અને ક્રોધરહિન યાવનું જેમ કાંસાનું પાત્ર જળથી લેપાય નહીં તેમ નિરુપલિપ્ત (કષાય રહિત) વાવત્ કર્મના ઉચ્છદ માટે તત્પર બની વિચારવા લાગ્યા.
ત્યારે તે થાવસ્થાપુત્રો અહંત અરિષ્ટનેમિના તથારૂપ (ગીતાર્થ) સ્થવિરો પાસે સામાયિકથી લઈને ચૌદ પૂર્વે સુધી અધ્યયન કર્યું,
અધ્યયન કરી અનેકવિધ ચતુર્થ ભક્ત, ષષ્ઠભક્ત, અષ્ટમ, દશમ તથા દ્વાદશ ભક્ત, અર્ધમાસ અને માસક્ષમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિન કરતા તે
વિચારવા લાગ્યા. થાવાપુત્રને જનપદ્યવહાર અને શેલકપુરમાં સમવસરણ૧૭૪. ત્યારબાદ અરિહંત અરિષ્ટનેમિએ થાવ
ચાપુત્ર અનગારને એક હજાર ઈભ્ય આદિમાંથી દીક્ષિત થયેલા અનગારે શિષ્યરૂપે પ્રદાન કર્યા.
ત્યારબાદ કોઈ એક દિવસ થાવસ્થાપુત્રે અહંત અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું–
હે ભદન ! આપની આશા હોય તે હું મારા એક હજાર શિષ્યો સાથે બાહ્ય જનપદોમાં વિહાર કરવા ઈચ્છું છું.”
હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર.” [કહી ભગવંતે આજ્ઞા આપી.
ત્યારબાદ થાવાપુત્રએક હજાર અનગારો સાથે પોતાના ઉગ્ર પ્રયત્નપૂર્વક સાધ્ય એવા તપકર્મની આરાધના કરતા કરતા બહારનાં જનપદોમાં વિહરવા લાગ્યા.
શૈલકરાજ-આગમન૧૯૫. તે કાળે તે સમયે શૈલકપુર નામે નગર હતુ.
ત્યાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતું, શૈલક નામે રાજા હતા. તેની પદ્માવતી નામે રાણી હતી. મંડુક નામે કુમાર તેનો યુવરાજ હતો.
તે શૈલક રાજાને પંથક આદિ પાંચસો મંત્રીઓ હતા–તેઓ ત્પતિકી યાવત્ પારિરામિકી એવી ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા અને રાજ્યધુરા વહન કરતા હતા.
થાવચ્ચપુત્ર તે શૈલકપુરમાં પધાર્યા. રાજા વંદના માટે નીકળ્યો.
શૈલકનો ગૃહસ્થ ધર્મ-સ્વીકાર– ૧૭૬. ત્યાર બાદ થાવસ્થાપુત્ર અનગાર પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org