________________
૬૨
ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ તીર્થમાં થાવસ્ત્રાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૨૧૧.
આદિ પાંચસો અનગારો ઘણાં વર્ષો સુધી શ્રમણ-પર્યાય પાળીને એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને, અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરીને અર્થાત્ એક માસ સુધી અનશન તપ કરીને યાવતું સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અત્તકૃત, પરિનિવૃત્ત અને સર્વ દુ:ખોનો નિ:શેષ ક્ષય કરનાર બની ગયા.
એ રીતે હે આયુષ્યન્ શ્રમણ ! જે સાધુ અથવા સાધ્વી અભ્યદ્યત (સાવધાન, અપ્રમત્ત) બની જનપદોમાં વિહરે તે આ લોકમાં અનેક સાધુઓ, અનેક સાધ્વીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓ વડે અર્ચના, વંદના, નમસ્કાર, પૂજા, સત્કાર અને સન્માનને પાત્ર બને છે. તથા કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ મનાઈ વિનયપૂર્વકની સેવા-ઉપાસનાનાં અધિકારી બને છે.
પરલોકમાં પણ તેમને હસ્તકેદન, કર્ણછેદન, નાસિકાછેદન, હદયને આઘાત પહોંચાડે તેવાં મર્મઘાતક દુ:ખો કે (રાજા દ્વારા ફાંસીએ) લટકવું આદિ પીડા ભોગવવી પડતી નથી, અનાદિ-અનંત વિશાળ ચતું. ગતિરૂપ ભવાટવી તેઓ પાર કરી જાય છે.
વૃત્તિકાર દ્વારા ઉદ્દધૃત નિગમનગાથા – ૨૧૦. સંયમ-સાધનામાં શિથિલ થઈને ફરી પાછો
સંવેગ થતાં જો કોઈ ફરી સંયમમાં ઉદ્યમ કરે તો શૈલક ત્રાષિની જેમ તે આરાધક બને છે.
બલરામ અને દેવકીને કેશવ (કૃષ્ણ) એવા બે મનોહર કુમારો હતા. (૨)
તે જ શૌર્યપુર નગરમાં બીજો પણ એક મહાન ઋદ્ધિમાન અને રાજલક્ષણોથી યુક્ત એવો સમુદ્રવિજય નામે રાજા હતો. (૩)
તેને શિવા નામે ભાર્યા હતી, અને તેની કુખેથી જન્મેલો એક મહાયશસ્વી સમગ્ર લકને નાથ અને ઈદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો અરિષ્ટનેમિ નામનો ભાગ્યવંત પુત્ર હતો. (૪)
તે અરિષ્ટનેમિ શૌર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી તેમજ સુસ્વરથી યુક્ત અને (સ્વસ્તિક, શંખ, ચક્ર, પદ્મ વગેરે) એક હજારને આઠ ઉત્તમ લક્ષણોથી સહિત હતો. તેનું ગોત્ર ગૌતમ હતું અને શરીરને વર્ણ શ્યામ હતો. (૫)
તે વજાઇષભનારાચ સંધયણ અને સમચતુર સંસ્થાન (ચારે બાજથી જે શરીરની આકૃતિ સમાન હોય તે)વાળો હતે. તેનું પેટ મચ્છ સમાન રમણીય હતું. તેની સાથે પરણાવવા માટે કેશવે (શ્રી કૃષ્ણ) રાજીમતી નામની કન્યાનું માગું કર્યું. (૬)
તે રાજીમતી કન્યાં પણ ઉત્તમ કુળના રાજવી (ઉગ્રસેન)ની પુત્રી હતી. તે સુશીલા, સુનયના અને સ્ત્રીઓનાં સર્વોત્તમ લક્ષણોથી સંપન્ન હતી. તેની કાનિ, સૌદામિની વિદ્યુત જેવી તેજસ્વી હતી. (૭)
[જ્યારે કૃષ્ણ મહારાજાએ તેની માગણી કરી ત્યારે તેના પિતાએ વિપુલ સમૃદ્ધિવાળા વાસુદેવને કહેવરાવ્યું કે, ‘તે કુમાર અહીં પધારે એટલે હું કન્યા તેને પરણાવીશ.” (૮)
અરિષ્ટનેમિને ઉચિત દિવસે ઉત્તમ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરાવ્યું અને કૌતુક મંગળ વિધિ કરવામાં આવ્યો, ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો પહેરાવ્યાં અને ઉત્તમ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યો. (૯)
વાસુદેવ રાજાના સૌથી મોટા મદોન્મત્ત ગંધહસ્તા પર તે આરૂઢ થયો, અને જેમ
૧૨. રથનેમિ-શ્રમણનો રાજમતી દ્વારા
સમુદ્ધાર ૨૧૧. પૂર્વે શૌર્યપુર (રીપુર) નામના નગરમાં
રાજલક્ષણોથી યુક્ત અને મહાન ઋદ્ધિમાન એવો વસુદેવનામનો રાજા થઈ ગયો હતે. (૧)
તેને દેવકી અને રોહિણી નામની બે ભાર્યાઓ હતી અને તે પૈકી રોહિણીને રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org