________________
ધર્મ કથાનુયાગ—રથનેમિ-શ્રમણને રાજીમતી દ્વારા સમુહાર : સૂત્ર ૨૧૨
મસ્તક પર ચૂડામણિ શાભે તેમ શાભવા લાગ્યા. (૧૦)
તેના ઉપર ઉત્તમ છત્ર અને ચામરો ઢાળાઈ રહ્યાં હતાં અને તે દશ દશા વગે૨ે સ યાદાના પરિવારથી ચારે બાજુ વીંટળાઈ રહ્યો હતા. (૧૧)
તેની સાથે હસ્તી, ઘેાડા, રથ અને પાયદલ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત ચતુરગિણી સેના હતા, અને તે સમયે ભિન્ન ભિન્ન વાજિત્રોના દિવ્ય અને ગગનસ્પશી અવાજે આકાશ ગજવી મૂકયું હતું. (૧૨) ૨૧૨. આવી સર્વોત્તમ સમૃદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી દીપતા તે યાદવકુળના ભૂષણ પાતાના ભુવનથી નીકળ્યા. (૧૩)
[લગ્નમ`ડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતાં જતાં વાડામાં અને પાંજરામાં પુરાયેલાં, દુ:ખિત અને મરણના ભયથી ત્રાસ પામેલાં પ્રાણીઓને તેણે જોયાં. (૧૪)
માંસભક્ષણ કરવા માટે રોકેલાં અને તેથી મૃત્યુની સમીપ પહોંચેલાં એવાં પ્રાણીઓને જોઈને તે બુદ્ધિમાન અરિષ્ટનેમિએ સારથીને સંબોધીને આ પ્રમાણે કહ્યું. (૧૫)
‘સુખનાં ઇચ્છુક એવાં આ પ્રાણીઓને શા માટે વાડામાં અને આ પાંજરાઓમાં રૂધી રાખ્યાં હશે ?” (૧૬)
આ સાંભળીને સારથીએ કહ્યું — ‘એ બધાં નિર્દોષ જીવા આપના જ વિવાહકાય માં આવેલા લાકોને જમાડવા માટે અહીં રાખ્યાં છે.’ (૧૭)
[અરિષ્ટનેમિએ કહ્યું]– ઘણા જીવાના વિનાશ કરવાના છે', આવુ તેનું વચન સાંભળીને સર્વ જીવા પર અનુકંપા ધરાવનારા પ્રજ્ઞાવંત અરિષ્ટનેમિ ખૂબ જ વિચારમાં પડી ગયા. (૧૮) ‘જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવા હણાઈ જતા હોય તા તે વસ્તુ મારે માટે પરલાકમાં લેશ માત્ર કલ્યાણકારી નથી’. (૧૯)
Jain Education International
For Private
૬૩
તુરત જ તે યશસ્વીએ પાતાના કાનનાં બન્ને કુંડલ, લગ્નનાં ચિહ્નભૂત સૂત્ર તથા બધાં આભરણો સારથીને અર્પણ કર્યા [અને ત્યાંથી જ પાછા વળી ગયા]. (૨૦) [અરિષ્ટનેમિએ ઘેર આવી જેવું ચારિત્ર ગ્રહણ કરવાનુ] મન કર્યું કે તે જ વખતે [તેમના પૂર્વ-પ્રભાવથી પ્રેરાઈ] દિવ્યઋદ્ધિ અને પરિષદ્ સાથે ઘણા [લાકાંતિક] દેવા ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્યલાકમાં ઊતર્યા. (૨૧)
આવી રીતે અનેક દેવા અને અનેક મનુષ્કાના પરિવારથી વીંટાયેલા તે અરિષ્ટનેમિ શ્રેષ્ઠ પાલખી પર આરૂઢ થયા, અને દ્વારિકા નગરીથી નીકળી રૈવતક [ગરનાર પર્વત] પર આવેલા ઉદ્યાનમાં જઈ રહ્યા. (૨૨)
ઉદ્યાને પહોંચ્યા પછી તરત જ દેવે બનાવેલી ઉત્તમ પાલખીમાંથી નીચે ઊતર્યાં અને એક હજાર સાધકોની સાથે તેમણે ચિત્રાનક્ષત્રમાં પ્રવ્રજ્યા લીધી. (૨૩)
પ્રવ્રજ્યા લેતી વખતે શીઘ્ર તેમણે સુગન્ધમય, સુકોમળ અને વાંકડિયા કેશના પેાતાને હાથે જ પાંચ મુષ્ટિઓથી લાચ કર્યા અને સમાધિપૂર્વક સ્વયં પ્રવ્રજ્યા લીધી. (૨૪)
જિતેન્દ્રિય અને મુંડિત થયેલા તેને (અરિષ્ટનેમિને) વાસુદેવે કહ્યું—‘હે મુનીશ્વર! આપના ઇચ્છિત શ્રેય(મુક્તિ)ને શીઘ્ર પામેા. (૨૫)
અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે તેમ જ ક્ષમા તથા નિર્લભતાના ગુણા વડે આગળ અને આગળ વધા.’
આ પ્રમાણે બળદેવ, કૃષ્ણ વાસુદેવ, યાદવા અને ઇતર અનેક નગરજના અરિષ્ટનેમિને વંદન કરીને ત્યાંથી પાછા દ્વારિકા નગરીમાં આવ્યા. (૨૭)
૨૧૩. આ તરફ તે રાજકન્યા રાજીમતી અરિષ્ટનેમિએ
એકાએક દીક્ષા લીધી તે વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત થઈ અને શાકના ભારથી મૂતિ થઈ જમીન પર ઢળી પડી.(૨૮)
Personal Use Only
www.jainelibrary.org