________________
ધમ કથાનુયાગ——અરિષ્ટનેમિ તીર્થમાં થાવચાપુત્ર અને ખીજા : સુત્ર ૨૦૬
wwww
‘હે ભગવન્ ! હું પથક છુ, કાર્યોત્સર્ગપૂર્વક દેવસિક પ્રતિક્રમણ કર્યા પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરી, ચાતુર્માસિક ક્ષમાપન માટે આપ દેવાનુપ્રિયને વંદન કરતી વેળા મારું મસ્તક આપના ચરણને અડકયું, તેા હું દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરો. દેવાનુપ્રિય ! મારો અપરાધ માફ કરો. દેવાનુપ્રિય! આપ ક્ષમા કરવા સમ છે. ફરી આવું નહીં બને.' આમ કહી શૈલક અનગારને આ રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા.
શૈલકના પુન: અભ્યુદ્ઘત વિહાર—
૨૦૬ ત્યારે આ પથક વડે આમ કહેવાતાં શૈલક રાષિને આ આવા પ્રકારના અધ્યવસાય, વિચાર, મનાવિકલ્પ, સંકલ્પ મનમાં આવ્યા–
‘હું રાજ્ય છોડીને યાવત્ પ્રવૃજિત થયે હતા પરંતુ અવસન્ન (આળસુ), અવસન્તવિહારી, પાર્શ્વસ્થ, પાર્શ્વ સ્થવિહારી, કુશીલ, કુશીલવિહારી, પ્રમત્ત, પ્રમત્તવિહારી, સસક્ત અને સંસક્તવિહારી બનીને વિચરી રહ્યો છું. ખરેખર તેા શ્રમણ નિગ્રંથે અવસન્ન, પાસ્થ, કુશીલ, પ્રમત્ત અને સંસક્ત ન બનવું જોઈએ અને શેષકાળમાં પીઠ-ફલક શૈયા–સ`સ્તારક ગ્રહણ કરી પ્રમાદી બનવું ન જોઈએ-એ શ્રમણ આચાર નથી.
એટલે કાલે મંડુક રાજાની અનુમતિ લઈને, પ્રાતિહારિક પીઠ–ફલક–શૈયા—સ`સ્તારક પાછા સોંપી દઈને, પથક અનગારની સાથે અભ્યુદ્યમપૂર્વક બાહ્ય જનપદ વિહાર કરતાં વિચરવું જ મારા માટે શ્રેયસ્કર છે.’ આવા પ્રકારના વિચાર તેમણે કર્યાં, વિચાર કરીને બીજા દિવસે મ`ડુક રાજાની અનુમતિ લઈને પ્રાતિહારિક પીઠ–ફલક શૈયા–સંસ્તારક પાછાં સાંપીને, પથક અનગારની સાથે બાહ્ય જનપદમાં ઉગ્ર વિહાર કરવા માંડયો.
શૈલથાપસ હાર દ્વારા ઉપદેશ -
૨૦૭. હે આયુષ્યમાન શ્રમણો! આ રીતે જે સાધુ યા સાધ્વી અવસન્ત, અવસનવિહારી, પાર્શ્વ સ્થ,
Jain Education International
૧ www
પાર્શ્વ સ્થવિહારી, કુશીલ, કુશીલવિહારી, પ્રમત્ત, પ્રમત્તવિહારી, સંસક્ત, સંસકતવિહારી બનીને તથા શેષકાળમાં પણ પીઠ–ફલક–શૈયા-સંસ્તારકમાં માહિત થઈને વિચરણ કરે છે તે આ જ લાકમાં અનેક સાધુઓ, અનેક સાધ્વીઓ અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકા તરફથી હીલતા, નિ'દા, ગર્હા, તિરસ્કારને પાત્ર બને છે અને પરલાકમાં પણ ઘણાં દુ:ખા ભાગવે છે તથા અનાદિ, અન`ત, વિશાળ ચતુતિરૂપ સૌંસાર અરણ્યમાં વારંવાર ભટકયા કરે છે.
શૈલક સમીપે શિષ્યાનું પુનરાગમન —
૨૦૮. ત્યાર બાદ પથક સિવાયના પેલા પાંચસા અણગારોએ આ સમાચાર મેળવ્યા કે તરત જ એકબીજાને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
‘હે દેવાનુપ્રિયા ! શૈલક રાજષિ પથક અણગાર સાથે અભ્યુદ્યતપણે બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરી રહ્યા છે. આથી હે દેવાનુપ્રિયા ! શૈલક રાજષ પાસે જઈને તેમની સાથે વિચરણ કરવું આપણા માટે શ્રેયસ્કર છે. એમણે આ પ્રકારના વિચાર કર્યો, વિચાર કરીને શૈલક રાજિષ સમીપે જઈ તેમની સાથે વિચરવા લાગ્યા.
પુંડરીક પર્વત પર શૈલક આદિ સર્વનુ નિર્વાણ
૨૦૯, ત્યાર પછી શૈલક રાજિષ અને ૫થક આદિ પાંચસા અણગારો ઘણાં વર્ષોં સુધી શ્રમણપર્યાય પાળી, એક વખત જયાં પુ`ડરીક પત હતા ત્યાં આવ્યા, આવીને ધીરે ધીરે પુ...ડરીક પર્વત પર ચડયા, ચડીને સઘન મેઘ સમાન શ્યામ અને જ્યાં દેવા આવીને ઊતરતા એવા પૃથ્વી શિલાપટ્ટની તેઓએ પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને યાવત્ સ’લેખના વડે આત્માને કર્મ મુક્ત કરીને આત્મરમણ કરતાં પાદાગમન અનશન ધારણ કર્યુ.
ત્યાર પછી તે શૈલક રાજષિ અને પથક
For Private Personal Use Only
www.jainelibrary.org