________________
પર
ધર્મ કથાનુયાગ—અરિષ્ટનેમિ તીમાં થાવચાપુત્ર અને બીજા સૂત્ર ૧૦૫
વડે ક્રમથી આઠ ક પ્રકૃતિઓના ક્ષય કરીને જીવ લાકના અગ્રભાગે પ્રતિષ્ઠિત બને છે (સિદ્ધિ મેળવે છે).
શુદ્ધ બની જાય છે. આ રીતે જીવ પણ જળસ્નાનથી પેાતાની જાતને પવિત્ર કરીને નિવિનપણે સ્વ ́માં જાય છે, સ્વગ મેળવે છે. સુદન દ્વારા શૌચમૂલક ધર્મોના સ્વીકાર૧૮૧. ત્યાર પછી શુક પરિત્રાજક પાસે ધાવણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઈને સુદર્શને શુક પાસેથી શૌચમૂલક ધર્મ સ્વીકાર્યો, સ્વીકારીને પરિવ્રાજકોને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થોથી પ્રતિલાભિત કરતા તે સાંખ્યમત અનુસાર આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યાર બાદ તે શુક પરિવ્રાજક સૌગધિકા નગરીમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા.
શૌચમૂલક ધ વિષયે થાવÄાપુત્ર અને સુદ `ન વચ્ચે વાર્તાલાપ તથા ચાતુર્થાંમ ધના ઉપદેશ
૧૮૨. તે કાળે તે સમયે થાવચાપુત્ર પધાર્યા, તેમને વંદન કરવા, સાંભળવા પરિષદ મળી. સુદન પણ ગયા, થાવાપુત્રને વંદન-નમન કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે બાલ્યા–
‘તમે ધર્માંનું મૂળ શુ માના છે?” ત્યારે સુદર્શને આમ પૂછતાં થાવચ્ચાપુત્ર અણગારે સુદર્શનને આ રીતે કહ્યું—
‘સુદર્શન ! ધર્મ વિનયમૂલક કહ્યો છે (ધનુ` મૂળ વિનય અર્થાત્ આચાર છે) તે વિનય પણ બે પ્રકારના છે—જેમ કે, અગારવિનય અર્થાત્ શ્રાવકાચાર અને અનગારવિનય અર્થાત્ શ્રમણાચાર.
તેમાં જે અગારવિનય છે તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમાના બનેલ છે. જે અનગારવિનય છે તે ચાર યામરૂપ છે, જેમ કે—સંપૂર્ણ પ્રાણાતિપાત-વિરમણ, સંપૂણ મૃષાવાદ-વિરમણ, સંપૂર્ણ અદત્તાદાનવિરમણ, સંપૂર્ણ` બહિદ્વાદાન-વિરમણ.
આવા પ્રકારના દ્રિવિધ વિનયમૂલક ધમ
Jain Education International
૧૮૩. ત્યાર પછી થાવચ્ચાપુત્રે સુદર્શનને આ પ્રમાણે કહ્યું.
‘હે સુદર્શન ! તારા ધ'માં મૂળ કઈ વસ્તુને કહેવાય છે?”
‘હે દેવાનુપ્રિય ! અમારો ધમ શૌચમૂલક છે–યાવત્ ખરેખર જીવ જલાભિષેક દ્વારા પવિત્ર થઈ નિવિ ન સ્વર્ગ માં જાય છે.' [સુદર્શને કહ્યુ..]
ત્યારે થાવચ્ચાપુત્રે સુદર્શનને કહ્યું–
‘હે સુદર્શન ! જેમ કોઈપણ માણસ એક રુધિરલિપ્ત માટા વજ્રને રુધિરથી જ ધુએ તે હે સુદર્શન ! શું રુધિરથી ધાવાયેલ તે રુધિરલિપ્ત વસ્ર શુદ્ધ થશે ?”
[સુદર્શને જવાબ આપ્યા—] ‘એ વાત તે શકય નથી.’
[થાવચાપુત્રે કહ્યું–] ‘એ જ રીતે હું સુદન! નમારા મત અનુસાર પણ પ્રાણાતિપાત યાવત્ બહિષ્કાદાનની શુદ્ધિ નથી થઇ શકતી, જેમ રુધિરલિપ્ત વસ્રની રુધિરથી ધાવાથી શુદ્ધ નથી થતી.
હે સુદર્શન ! પણ કોઈ માણસ કોઈ રુધિરલિપ્ત માટા વસ્ત્રને સાજીખારવાળા પાણીમાં ભીંજવે, ભીંજવીને ભઠ્ઠી પર ચડાવે, ચડાવીને પાણીને ઉકાળે, ઉકાળીને પછી શુદ્ધ પાણીથી ધુએ તે શુદ્ધિ થાય છે કે નહીં ?”
[સુદર્શને જવાબ આપ્યા−]‘હા થાય છે.’ ‘એ જ રીતે હે સુદ°ન ! અમારા ધર્મ પ્રમાણે પ્રાણાતિપાત-વિરમણ યાવત્ બહિષ્કાદાન-વિરમણથી શુદ્ધિ થાય છે, જેમ કોઈ બીજા રુધિરલિપ્ત વસ્રને સાજીખારના પાણીમાં ભીંજવીને, ભઠ્ઠી પર ચડાવીને ઉકાળીને શુદ્ધ પાણીથી ધાવાથી તે વસ્ત્રની શુદ્ધિ થાય છે તેમ.'
For Private Personal Use Only
www.jainelibrary.org