________________
ધર્મ કથાનુાગ—અરિષ્ટનેમિ તીમાં થાવચાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૮૪
wwww
સુદર્શન દ્વારા વિનયમૂલક ધર્મોના સ્વીકાર૧૮૪. ત્યારબાદ પ્રતિબાધ પામેલ સુદને થાવચાપુત્રને વંદન-નમન કર્યા, વĆદનનમન કરી આ પ્રમાણે કહ્યું
‘હે ભગવન્ ! આપની પાસે હું ધર્મ સાંભળવા અને સમજવા માગું છું.’
ત્યાર પછી થાવત્ચાપુત્રે સુદર્શન અને ત્યાં એકત્ર થયેલ વિશાળ પરિષદને ચાતુર્યામ ધર્મના ઉપદેશ આપ્યા, યથા–
‘સંપૂર્ણ પ્રાણાતિપાત-વિરમણ, સંપૂ મૃષાવાદ વિરમણ, સંપૂર્ણ અદત્તાદાન-વિરમણ અને સમસ્ત બહિદ્ધાદાન–વિરમણ–યાવત્ ત્યા૨ે તે સુદર્શન શ્રમણાપાસક બની ગયા, જીવાજીવ તત્ત્વના જ્ઞાતા બન્યા—યાવ-નિગ્રંથ શ્રમણાને પ્રાસુક એષણીય (નિર્દોષ અને ગ્રહણ કરવા માગ્ય) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વસ્ત્ર, ઉપકરણ, કંબળ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ આદિ આપવા યેાગ્ય વસ્તુઓ અને પ્રાતિહારિક (વાપર્યા પછી પાછી લઇ શકાય તેવી વસ્તુ) પાટલા, પાટ, શૈયા, સંસ્તારક આદિનું દાન દેતે રહેવા લાગ્યા.
શુક દ્વારા સુક્શનને વળતા મેધ૧૮૫, ત્યાર પછી તે શુક પરિવ્રાજકને આ વાત સાંભળવામાં આવી એટલે તરત તેના મનમાં આવા અધ્યવસાય—યાવત–વિચાર આવ્યા‘આવી રીતે સુદર્શને શૌચધમના ત્યાગ કરીને વિનયમૂલક ધર્મ સ્વીકાર્યા છે, એટલે મારા માટે એ હિતકર છે કે સુદર્શનની દૃષ્ટિ બદલાવી નાખી ફરીથી તેને શૌચમૂલક ધમ માં વાળુ`.' તેણે આવા વિચાર કર્યો, વિચાર કરીને એક હજાર પરિવ્રાજકોની સાથે જ્યાં પરિવ્રાજકોના મઠ હતા ત્યાં આવ્યા, આવીને પરિવ્રાજક મઠમાં ઉતારો કર્યા, ઉતારો કરીને પછી ગેરુઆ રંગનાં વસ્ત્રો ધારણ કરી થાડાક પરિવ્રાજકોથી વી‘ટળાઈને મઠમાંથી નીકળ્યા, નીકળીને સૌગધિકા નગરીની વચ્ચે થઈને જ્યાં સુદનનું ઘર હતું, જ્યાં સુદર્શન હતા ત્યાં આવ્યા.
Jain Education International
૫૩
www
ત્યારે તે સુદને શુકને આવતા જોયા, જોઈને ન તા તે આદર આપવા ઊભા થયા, ન સામે ગયા, ન આદર કર્યો, ન સત્કાર કર્યા, વંદન પણ ન કરતાં ચૂપ જ રહ્યો.
ત્યારે શુક પરિવ્રાજકે સુદનને આદર ન કરતા, સત્કાર ન કરતા, વંદન ન કરતા, [અજાણ્યાની જેમ] મૌન રહેલા જોયા, જોઇને આમ કહ્યું
‘હે સુદન ! પહેલાં મને આવતા જોઈને તું ઊભા થતા, સામે આવતા, આદર-સત્કાર કરતા, વંદન કરતા. હે સુદર્શન ! અત્યારે તું મને આવતા જોઈને પણ ન ઊભા થયા, ન સામે આવ્યા, ન મારો આદર સત્કાર કર્યા, ન વંદન. તેા હે સુદર્શન! કોની પાસેથી તે આવા વિનયધમ સ્વીકાર્યો છે?”
૧૮૬. ત્યારબાદ શુક પરિવ્રાજકનાં આવાં વચના
સાંભળી સુદર્શન આસનેથી ઊઠયો, ઊઠીને બે હાથ જોડી, મસ્તક સમીપે અંજલિ રચી શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહેવા લાગ્યા
‘હે દેવાનુપ્રિય ! અહ`તુ અરિષ્ટનેમિના અંતેવાસી થાવચાપુત્ર નામે અનગાર ક્રમે વિહરતા વિહરતા, ગામગામ ફરતા ફરતા અહીં આવ્યા છે, અને અહીં નીલાશાક ઉદ્યાનમાં વિચરી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલક ધ અ ગીકાર કર્યા છે.’
ત્યારે તે શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું—
‘હે સુદર્શન ! ચાલ, આપણે તારા ધર્મચાય થાવચાપુત્ર પાસે જઈએ, અને આ આવા પ્રકારના અં, હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાકરણો પૂછીએ. જો તેઓ મારા આ પ્રકારના અર્થા, હેતુઓ, પ્રશ્ના, કારણા અને વ્યાકરણાનું સમાધાન કરી આપશે તે હું તેમને વંદન કરીશ, નમન કરીશ. જો તેઓ મારા આ અર્થા, હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાકરણોનું નિરાકરણ નહીં કરી શકે તે હું
For Private & Personal Use Only
www.jainelibrary.org