________________
ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થ માં થાવચાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૭૦
અવાજે ઉદ્ઘોષણા કરો કે “હે દેવાનુપ્રિમો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ–જરા– મરણથી ભયભીત થાવગ્ગાપુત્ર અહંતુ અરિષ્ટનેમિ પાસે મુંડિત બની પ્રવૃજિત થવા ઇચ્છે છે, તે હે દેવાનુપ્રિયો ! જે રાજા, રાણી, યુવરાજ, રાજકુમાર, સામંત, સુભટ, કૌટુંબિક, માડંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ પ્રવજયા લેવા તત્પર થાવાપુત્રની સાથે પ્રવજયા ગ્રહણ કરશે તેને કૃષ્ણ વાસુદેવ તેમ કરવાની અનુજ્ઞા આપે છે અને પાછળ રહેનારા તેના મિત્ર, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનોના યોગક્ષેમના નિર્વાહનો પ્રબંધ કરશે.” આવા પ્રકારની ઘોષણા કરો.” વાવનું કૌટુંબિક સેવકોએ આવી ઘોષણા કરી.
થાવરચ્ચા પુત્રનું અભિનિષ્ક્રમણ–
૧૭૦. ત્યાર પછી થાવરચા પુત્ર પરના અનુરાગને
લીધેનિષ્ક્રમણ માટે તૈયાર થયેલા હજાર પુરુષો
સ્નાન કરી, સર્વ અલંકારોથી વિભૂષિત બની, પોતપોતાની હજાર હજાર પુરુષ દ્વારા ઊચકાતી પાલખીમાં બેસી, મિત્રો અને સ્વજનોથી ઘેરાઈને થાવાપુત્રની સમીપે આવી પહોંચ્યા.
પતાકાતિપતાકા તથા વિદ્યાધર અને ચારણ મુનિયો, તથા જભક દેવેનું આકાશમાંથી આવાગમન-આ બધું જોયું, જોઈને શિબિ
કાથી નીચે ઊતર્યો. શિષ્ય-ભિક્ષાદાન૧૭૧. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ થાવસ્થાપુત્રને
આગળ કરીને જ્યાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા, આવીને અહંતુ અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! આ થાવાપુત્ર થાવસ્થા ગાથાપત્નીનો એકનો એક પુત્ર છે, તે એને ઇષ્ટ, કાન્ત, પ્રિય, મને, મનહર, દૌર્ય અને વિશ્વાસનું સ્થાન, સંમત, બહુમત અને અનુમત છે, આભૂષણોની પેટી સમાન છે, રનરૂપ, રત્નસમાન છે, એનો હદયનંદન છે, અને ઉંબરાના પુષ્પની જેમ એનું નામશ્રવણ પણ અન્ય માટે દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું?
જેવી રીતે ઉ૫લ, પદ્મ અથવા કુમુદ કાદવમાં ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિ પામે છે, પરંતુ કાદવથી કે જળરજથી લેપાતું નથી, તેવી જ રીતે આ થાવસ્થાપુત્ર કામભાગોની વચ્ચે ઉત્પન્ન થયો છે અને કામગેની વચ્ચે જ વૃદ્ધિ પામે છે છતાં પણ કામરજથી લિપ્ત થયો નથી, ભૌગરજથી લિપ્ત થયો નથી. હે દેવાનુપ્રિય! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ–જરા-મરણના ભયથી ભયભીત બન્યો છે, તેથી આપ દેવાનુપ્રિય સમીપે મુંડિત બની, ગૃહત્યાગ કરી અનગારપ્રવ્રજ્યા લેવા ઇચ્છે છે. અમે આપ દેવાનુપ્રિયને તેનું શિષ્યરૂપે ભિક્ષાદાન કરીએ છીએ. હે દેવાનુપ્રિય! આપ આ શિષ્ણભિક્ષાને સ્વીકાર કરો.”
ત્યાર બાદ અહજૂ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળી, સારી રીતે સ્વીકારી.
ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવી પહોંચેલા જોયા, જોઈને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું-(જેવી રીતે મેઘકુમારના નિષ્ક્રમણઅભિષેકનું વર્ણન હતું તેવી જ રીતે શ્વેત પીઠિકા પર બેસવું, સ્નાન કરવું યાવત્ અરિષ્ટનેમિ અહંતના છાતિછત્ર યાવતુ સમવસરણમાં જવું વગેરે વર્ણન અહીં કરવું)-હે દેવાનુપ્રિયા ! સેંકડો સ્તંભોવાળી થાવત્ શિબિકા લાવો.'
ત્યાર બાદ તે થાવસ્થાપુત્ર દ્વારાવતી નગરીની વચ્ચોવચ થઈને નીકળ્યો, નીકળીને જયાં રેવતાક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું,
જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો, ત્યાં આવીને અહંન અષ્ટિનેમિના છત્રાતિછત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org