________________
ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં જલિ આદિ શ્રમ : સૂત્ર ૧૬૨
૪૫
એ જ પ્રમાણે અનાવૃષ્ટિ કુમારનું વર્ણન તે પણ વસુદેવ અને ધારિણી નામક માતાપિતાનો પુત્ર.
૧૦. જલિ આદિ શ્રમણ ગાથાર્થ :- ૧. જાલિ, ૨. માલિ, ૩. ઉવયાલિ, ૪. પુરુષસેન, ૫. વારિષેણ, ૬, પ્રદ્યુગ્ન, ૭. લાંબ, ૮, અનિરુદ્ધ, ૮. સત્યનેમિ
અને ૧૦. દઢનેમિ. ૧૬૨. તે કાળે તે સમયે દ્વારાવતી નામે નગરી હતી.
તે દ્વારાવતી નગરીમાં ભાવતુ-કુણ વાસુદેવ આધિપત્ય યાવત્ કરતા, પાલન કરતા વિહરતા હતા. તે દ્વારાવતી નગરીમાં વસુદેવ નામે રાજા હતા. તેમની ધારિણી નામે રાણી હતી-કુમાર જન્મનું વર્ણન ગૌતમકુમાર સમાન, વિશેષ માત્ર તેનું જાલિકુમાર નામ. તેને પચાસની સંખ્યામાં દાયજો. [દીક્ષા લીધા પછી] બાર અંગેનું અધ્યયન. સોળ વર્ષનો શ્રમણ્યપર્યાય. શેષ વર્ણન ગૌતમકુમારની જેમ જ થાવત્ શત્રુંજય પર્વત પર સિદ્ધિ.
એ જ રીતે–મયાલિ, ઉવયાલિ, પુરુષસેન અને વારિષણ સંબંધી.
એ જ રીતે-પ્રદ્યુમ્નનું ચરિત્ર, વિશેષ માત્ર તેના પિતાનું નામ કૃષ્ણ અને માતા ઋકિમણી.
એ જ રીતે શાંબ કુમારનું ચરિત્ર-વિશેષ માત્ર માતા જાંબવતી.
એ જ રીતે અનિરુદ્ધનું વર્ણન-વિશેષ માત્ર પિતા પ્રદ્યુમ્ન અને માતા વૈદભ.
એ જ રીતે સત્યનેમિનું જીવન-પરંતુ પિતા સમુદ્રવિજય અને માતા શિવાદેવી.
એ જ રીતે દઢનેમિનું વર્ણન, બધા ગમનું વર્ણન એક સમાન.
હતી – જે પૂર્વ-પશ્ચિમ બાર યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણ નવ યોજન પહોળી હતી, ધનપતિ કુબેરે પોતાની બુદ્ધિથી તેનું નિર્માણ કર્યું હતું, તે સુવર્ણના શ્રેષ્ઠ પ્રાકારથી અને અનેક પ્રકારનાં પંચરંગી રત્નોના બનેલા કાંગરાથી અલકાપુરી જેવી શોભતી હતી તેના નિવાસીઓ આનંદપ્રમોદમાં મગ્ન હતા, તે જાણે સાક્ષાત્ દેવલોક જેવી હતી.
તે દ્રારાવતી નગરીની બહાર ઉત્તરપૂર્વ (ઈશાની દિશામાં રેવતક નામે પર્વત હતો – તે ખૂબ ઊંચો હતો, તેનાં શિખરો આકાશને અડતાં હતાં, તે અનેક પ્રકારના ગુચ્છ, ગુલમ, લતાઓ અને વેલીઓથી વ્યાપ્ત હતો. હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મેના, સારિકા, કોયલ આદિ પક્ષીઓનાં ઝુંડોથી તે વ્યાપ્ત હતો. તેમાં અનેક તટ, કટક, વિવર, ઝરણાં, પ્રપાત, પ્રારભાર(સહેજ નમેલાં શિખર) અને શિખરો હતાં. વળી તેમાં અસરાઓના સમૂહો, દેના સંધ, ચારણ મુનિઓ અને વિદ્યાધરયુગલો હતાં. તેના પર ત્રણે લોકમાં બળવાન એવા દશાર વંશના શ્રેષ્ઠ વીર પુરુષ દ્વારા નિત્ય નવા ઉત્સવો થતા હતા. તે પર્વત સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, પ્રસન્નકર તથા દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ (સુંદર) હતો.
તે રૈવતક પર્વતથી અતિ દૂર નહીં કે અતિ નિકટ નહીં તેવી રીતે આવેલું નંદનવન નામે
એક ઉદ્યાન હતું – જે સઘળી જતુઓનાં પુષ્પો અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, દેવઉદ્યાન નંદનવન જેવું આનંદદાયક, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતું.
તે ઉદ્યાનની બરાબર વચ્ચે વચ્ચે સુરપ્રિય નામે યક્ષાયતન હતું – દિવ્ય વગેરે વર્ણન.
તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા નિવાસ કરતા હતા. તે વાસુદેવ સમુદ્રવિજય આદિ દશ દશારો – યાવન્- અનેક બીજા પણ સામંતો, તલવરો, માડંબિકો,
૧૧. અરિષ્ટનેમિ–તીર્થમાં થાવરચ્ચા પુત્ર
અને બીજા દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ ૧૬૩. તે કાળે સમયે દ્વારાવની (દ્વારિકા) નામે નગરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org