________________
ધર્મ કથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૫૬
ત્યારબાદ તે ગજસુકુમાલ અનગારને એક પુરુષે ધ્યાનમગ્ન જોયા, જોઈને ક્રોધાયમાન બની ગજસુકુમાલ અનગારના મસ્તક પર માટીની પાળ બાંધી, પાળ બાંધી સળગતી ચિતામાંથી ખેરના લાકડાના પલાશપુષ્પો જેવા રાતા ચળ સળગતા અંગારા માટીના કોઇ ફૂટેલા વાસણમાં લઈને ગજસુકુમાલ અણગારના મસ્તક ઉપર નાખ્યા, નાખીને પછી ભયભીત, ત્રસ્ત અને ઉદ્વિગ્ન બનીને, ભયનો માર્યો તે ત્યાંથી તરત જ ભાગી નીકળ્યો, ભાગીને જ્યાંથી આવ્યો હતો તે જ રસ્તે ચાલ્યો ગયો.
મસ્તક પર અંગારા મૂકવાથી ગજસુકુમાલ આણગારના શરીરમાં અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ પ્રચંડ, અસા, દુ:ખભરી વેદના પેદા થઈ.
તે પણ ગજસુકુમાલ અણગારના મનમાં તે પુરુષ તરફ સહેજ પણ દ્વેષભાવ પેદા ન થયો અને તે અસહ્ય યાવત્ દારુણ વેદના તેમણે સહન કરી લીધી.
ત્યારબાદ તે ગજસુકુમાલ અણગાર તે પ્રચંડ યાવતુ અસહ્ય વેદનાને સહન કરવાથી શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાયો અને તદાવરણીય કર્મોના ક્ષયથી કર્મરજને વિનષ્ટ કરનાર અપૂર્વકરણ સ્થાનમાં પ્રવેશ્યા અને તેમને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ સંપૂર્ણ, પરિપૂર્ણ, શ્રેષ્ઠ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. ત્યારબાદ સિદ્ધિ મેળવી. આ રીતે હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે પોતાનો અભિલષિત-ઇચ્છિત આત્માર્થ સાધી લીધો
છે–એમ મેં કહ્યું હતું. ઉપસર્ગની વાત સાંભળી કૃષ્ણને ક્રોધ૧૫૬. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટ
નેમિને આ પ્રમાણે પૂછ્યું
હે ભગવંત ! તે કોણ અપ્રાર્થિતને ઈચ્છનારો, દુર્દાન્ત લક્ષણવાળો, હીનપુણ્ય, ચતુદશીએ જન્મેલ, શ્રી,હી, ધૃતિ અને કીર્તિથી
ત્યજાયેલો છે કે જેણે મારા સહોદર લધુબંધુ ગજસુકુમાલ આણગારના અકાળે પ્રાણ હરી
લીધા ?” ઉપસર્ગ કરીને સહાય જ કરી છે-એમ ક્રોધશમન૧૫૭. ત્યારબાદ અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુ
દેવને આ પ્રમાણે કહ્યું
“હે કૃષ્ણ! તમે તે પુરુષ પર ક્રોધ ન કરો. કેમ કે તે પુરુષ ગજસુકુમાલ અણગારને સહાયતા કરી છે.”
હે ભગવન્! તે પુરુષ ગજસુકુમાલને સહાય કરી છે? એવું આપ કઈ રીતે કહો છો?” [કૃષ્ણ વાસુદેવે પૂછયું.]
ત્યારે અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું
“હે કૃષ્ણ ! તે આ રીતે કે જેવી રીતે તમે મારી પાસે વંદન કરવા આવતી વેળા દ્વારાવતી નગરીમાં એક જરાજર્જરિત દેહવાળા, રોગી, ભૂખ્યા-તરસ્યા, દુર્બળ, થાકેલા વૃદ્ધ પુરુષને ઈ-ટેના વિશાળ ઢગલામાંથી એક એક ઈટ ઉપાડીને બહારના માર્ગ પરથી ઘરની અંદર લઈ જતો જોયો હતો
ત્યારે તમે તે પુરુષ પર દયા આણી હાથી પર બેઠા બેઠા જ એક ઈટ ઉપાડી હતી અને ઉપાડીને બહારના માર્ગ પરથી તેના ઘરમાં મૂકી હતી. જેથી તમને એક ઈટ લઈને ઘરમાં મૂકતા જોયા તો તમારી સાથે રહેલા અનેક મનુષ્યોએ તે ઈટોના ઢગલાને બહારના માર્ગ પરથી ઘરની અ દર પહોંચાડી દીધો હતો.
એ રીતે હે કૃષ્ણ! જેમ તમે તે પુરુષને સહાય આપી તે જ રીતે હે કૃષ્ણ! તે પુરુષે ગજસુકુમાલ અનગારને પણ એના લાખો ભવમાં સંચિત કરેલાં કર્મોની ઉદીરણા કરાવીને સમસ્ત કર્મોની નિર્જરા કરવામાં
સહાય કરી છે. કૃષ્ણ દ્વારા ઉપસર્ગકર્તાની જાણ–
ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટનેમિને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org