________________
૪૨
ધર્મ કથાનગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણોઃ સૂત્ર ૧૫૫
સહન કરતાં શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયને કારણે તદાવરણીય કર્મોનો ક્ષય કરતાં કર્મરજના વિનાશક નિવારક એવા અપૂર્વકરણ સ્થાનમાં પ્રવેશ કર્યો, જેનાથી તેમને અનંત, અનુત્તર યાવત્ સર્વોત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયાં. ત્યાર બાદ તેઓ સિદ્ધ યાવત્ સર્વ દુ:ખોથી મુક્ત બન્યા.
તે સમયે સાન્નિધ્યકારી દેવોએ “સમ્યમ્ આરાધના કરી” એમ વિચારી દિવ્ય સુગંધી જળની વર્ષા કરી, સર્વત્ર પચરંગી ફૂલો વરસાવ્યાં, દિવ્ય વસ્ત્રોની વર્ષા કરી તથા દિવ્ય ગીતો અને વાજિંત્રોના નાદથી આકાશ ભરી દીધું..
કૃષ્ણ દ્વારા વૃદ્ધને સહાય – ૧૫૩. ત્યાર બાદ રાત્રિ પૂરી થતાં બીજે દિવસે
પ્રભાતે યાવત્ સહસ્રરશ્મિ દિનકર સૂર્યને ઉજજવળ પ્રકાશ પ્રસર્યા ત્યારે કૃષ્ણ વાસુદેવ સ્નાન-વાવનુ-આભૂષણોથી અલંકૃત બની, શ્રેષ્ઠ હાથી પર બેસી, કરંટ પુષ્પોની માળા યુક્ત છત્ર મસ્તક પર ધારણ કરી, ઉત્તમ શ્વેત ચામરોના વીંઝણા સાથે મહાન સુભટોના સમૂહ સાથે, દ્વારાવતી નગરીની વચ્ચે થઈને જમાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં જવા નીકળ્યા.
ત્યારે દ્રારાવતી નગરીની વચ્ચોવચ થઈને જતા ને કૃષ્ણ વાસુદેવે બહાર માર્ગ પર ઈટેના મોટા ઢગલામાંથી એક એક ઈટ ઉપાડી પોતાના મકાન તરફ લઈ જતા એક જર્જરિત દેહવાળા, દુ:ખી, દુર્બળ, સૂકલકડી, થાકેલા વૃદ્ધ પુરુષને જાયે.
ત્યારે તે વૃદ્ધ પુરુષ પર દયા કરીને કૃષ્ણ વાસુદેવે હાથી પર બેઠા બેઠા જ એક ઈંટ લીધી અને બહારના માર્ગ પરથી ઉપાડી તેના ઘરની અંદર લઈ જઈ મૂકી.
ત્યારે કૃષ્ણ વાસુદેવ દ્વારા એક ઈટ લઈને ઘરમાં મુકાતી જોઈને સાથમાં રહેલા અનેક
પુરુષોએ પણ એક એક ઈટ ઉપાડીને તે વિશાળ ઈટના ઢગલાને બહારના માર્ગ પરથી તે પુરુષના ઘરમાં પહોંચાડી દીધો.
કૃષ્ણની ગજસુકમાલના દર્શનની અભિલાષા૧૫૪. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ દ્વારાવતી નગરી વચ્ચોવચ્ચથઈને નીકળ્યા, નીકળીને જયાં અહંતુ
અરિષ્ટનેમિ વિરાયા હતા ત્યાં આવ્યા, આવીને અહં અરિષ્ટનેમિની ત્રણવાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમન કર્યા, વંદન-નમન કરીને ગજસુકુમાલ અણગારને ન જોતાં પુન: તેમણે અહંતુ અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે કહ્યું –
હે ભદત ! મારા સહોદર કનિષ્ટ ભ્રાતા ગજસુકુમાલ અનગાર ક્યાં છે ? હું તેમને વંદન-નમસ્કાર કરવા ઇચ્છું છું.' અરિષ્ટનેમિ દ્વારા ગજજ્કમાલની સિદ્ધિનું
કથન – ૧૫૫. ત્યાર પછી અહંનું અરિષ્ટનેમિએ કૃષ્ણ
વાસુદેવને આ પ્રમાણે કહ્યું
“હે કૃષ્ણ! ગજસુકુમાલે પોતાનો અર્થ સાધી લીધું છે.'
ત્યારે કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછ્યું
હે ભદત! ગજસુકુમાલ આગગારે પિતાનો અર્થ કેવી રીતે સાધી લીધા છે?
ત્યારે અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું –
હે કૃષ્ણ ! કાલે દીક્ષા લીધા પછી દિવસના ચોથા પ્રહરમાં ગજસુકમાલ આણગારે મને વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું, હે ભગવંત! હું આપની આજ્ઞા લઇને મહાકાલ સ્મશાનમાં એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરવા ઇચ્છું છું. – યાવત્ તે એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરી વિચરવા લાગ્યા અર્થાત્ મહાપ્રતિમા ધારણ કરી ધ્યાનલીન થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org