________________
ધર્મસ્થાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૫૦
ઈર્યાસમિતિ આદિથી યુક્ત યાવત્ ગુપ્તિએથી ગુપ્ત અને બ્રહ્મચારી.
ત્યાર બાદ તે ગજસુકમાલ જે દિવસે પ્રજિત થયા તે જ દિવસે ચોથા પ્રહરમાં જ્યાં અહંત અરિષ્ટનેમિ વિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને અહંતુ અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યો, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા –
હે ભગવંત ! આપની આજ્ઞા લઈને હું મહાકાળ સ્મશાનમાં એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરી રહેવા માગું છું.'
| ભગવંતે કહ્યું –] “હે દેવાનુપ્રિય ! જેમ જેમ સુખ થાય તેમ કર. તેમાં વિલંબ કરીશ નહીં.'
ગજસુકમાલ દ્વારા મહાપ્રતિમા–ઉપસંપદા– ૧૫૦ ત્યાર પછી તે ગજસુકમાલ અનગારે અહંત
અરિષ્ટનેમિની આજ્ઞા લઇને પછી અહંતુ અરિષ્ટનેમિને વંદન-નમન કર્યા., વંદનનમન કરીને અહંતુ અરિષ્ટનેમિ પાસેથી અને સહસ્સામ્રવનમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં મહાકાલ સ્મશાન હતું ત્યાં આવ્યા, આવીને પ્રાસુકભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને પછી ઉચાર-પ્રસૃવણભૂમિની પ્રતિલેખન કરી, પ્રતિલેખના કરીને પછી શરીરને સહેજ નમાવીને, હાથ લાંબા કરીને અને બને પગને સંકોરીને અપલક નેત્રો દ્વારા શુષ્ક પુદ્ગલો પર દષ્ટિ કેન્દ્રિત કરી એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને ધ્યાનમગ્ન થયા.
સોમિલકત ઉપસર્ગ – ૧૫૧. આ બાજ સમિલ બ્રાહ્મણ સમિધ માટે
દ્વારાવતી નગરીની બહાર ગયા હતા. તેણે સમિધ, દર્ભ, કુશ અને પત્ર લીધાં, લઈને ત્યાંથી પાછા ફરતો હતો ત્યારે નિર્જન મહાકાલ સ્મશાનની નજીકથી પસાર થતાં સંધ્યાકાળ સમયે તેણે ગજસુકુમાલને જોય,
જોઈને તેના હૃદયમાં વેરનું સ્મરણ થયું, વેરથી ક્રોધાયમાન, ૨ષ્ટ, પ્રચંડ કોપાયમાન થઈ તે આ પ્રમાણે બોલ્યો –
અરે! આ તો તે અપ્રાર્થિતપ્રાર્થિત (ન ઇચ્છવા યોગ્ય-મૃત્યુ-ની ઇચ્છા કરનારો) દુરંતપ્રાંત લક્ષણ (દુર્લક્ષણ), અભાગિયા, ચૌદશીયે, શ્રી-હી–ધૃતિ અને કીર્તિહીન, ગજસુકુમાલ કુમાર છે, જેણે મારી પુત્રી અને સોમશ્રીની જાયા સોમા જેવી નિર્દોષ અને નવયૌવનાને ત્યજીને મંડિત બનીને પ્રવજયા ગ્રહણ કરી છે. તો મારા માટે આ તક છે કે ગજસુકુમાલ સાથે વેર વાળી લઉં.'
તેણે આમ વિચાર કર્યો, વિચાર કરીને ચારે દિશાઓનું અવલોકન કર્યું કે કોઈ જોતું તો નથી ને), અવલોકન કરી ભીની માટી લીધી, લઈને જયાં ગજસુકુમાલ અનગાર હતા ત્યાં આવ્યો, આવીને ગજસુકુમાલ અનગારના મસ્તક પર માટીની પાળ બાંધી, પાળ બાંધીને સળગતી ચિતામાંથી ખીલેલા પલાશપુષ્પ જેવા લાલ લાલ ખેરના લાકડાના અંગારા કોઈ ફૂટેલા માટીના વાસણના ટુકડામાં લીધા, લઇને તેને ગજસુકમાલ અણગારના મસ્તક પર મૂક્યા, મૂકીને પોતાને કોઈએ જોયો તો નહીં હોય ને એવી બીકથી ભયભીત, ત્રસ્ત અને ઉદ્વિગ્ન થઈને તરત જ ત્યાંથી ભાગ્યો, ભાગીને જમાંથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો.
ગજસુકમાલની સિદ્ધિ – ૧૫૨. ત્યાર પછી તે ગજસુકુમાલ અનગારના
શરીરમાં અત્યંત દારુણ વેદના પેદા થઈ થાવતું મહાદુ:ખદાયક અસહ્ય પીડા થઈ.
ત્યારે તે ગજસુકુમાલ અનગારે સોમિલ બ્રાહ્મણ પ્રતિ મનમાં લેશ પણ દ્વેષભાવ રાખ્યા વિના તે દારુણ યાવત્ અસહ્ય વેદના સહન કરી.
ત્યાર પછી તે ગજસુકુમાલ નગારે તે દારુણ યાવત્ અસહ્ય વેદનાને વીતરાગભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org